________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૫૫
મિથ્યાત્વનો દાવાનળ નિરંતર સળગતો રહે છે. કષાયોની ભઠ્ઠીમાં તે નિરંતર બળતો હોય છે.તેવા આત્મામાં તત્ત્વ ચિંતન, મનન રૂપ વેલડી કયાંથી ઉગે? ઉપશમ ભાવરૂપી પુષ્પો અને હિતોપદેશરૂપી ફળ પણ ત્યાં કેવી રીતે બેસે? આવો આત્મા કુતર્કરૂપી દાંતરડા વડે તત્વ રૂપી વેલડીને કાપી નાંખે છે. દોષરૂપી વૃક્ષને સિંચે છે અને ઉપશમરૂપી મધુર ફ્લોને નીચે ધક્ક છે. કુગ્રહવ્યાપ્ત અંત:કરણ પત્થર જેવું કઠોર બનેલું હોય છે. તેની ઉપર પડતો જિનવાણીનો ધોધ ઉપરથી જ ચાલ્યો જાય છે, તેના અંત:કરણને તે પલાડી શકતો નથી. અનિત્યાદિ ભાવનાઓ, મસૂયાદિ ભાવનાઓ કે મહાવ્રતની ભાવનાઓ કે સિદ્ધાંતના રહસ્યો આવા આત્મામાં ઝીલાતા નથી. ગુરુની કૃપા ત્યાં ઉતરતી નથી. પોતાની મતિ તરફ યુક્તિને તે ખેંચી જાય છે પરંતુ જે તરફ યુક્તિ જાય છે તે તરફ તે મતિને જોડતો નથી માટે આવા આત્માને સિદ્ધાંત બોધ પરિણમવાની અયોગ્યતા હોવાથી તેમને શાસ્ત્રજ્ઞાન આપવાની જ્ઞાનીઓ મનાઈ માવે છે.
અપાત્રને કરેલ વિદ્યાનું દાન લેનાર-આપનાર બંનેને નુકસાન કરે છે. આવા કુગ્રહથી વ્યાસ અને પકડવાળા જીવોમાં બહારથી કદાચ સુંદર ચારિત્ર પાલન, નિર્દોષ ચર્યા, ઘોર તપનું આચરણ વગેરે જોવા મળે તો પણ તે અંદરમાં પડેલા. કુગ્રહના કારણે વ્યર્થ બને છે. તેનું બુદ્ધિ ચાતુર્ય દંભ માટે થાય છે. શાસ્ત્ર તેને પાપ બંધ માટે થાય છે. તેની પ્રતિભા લોકોને ઠગવા માટે થાય છે. તેનું ધૈર્ય ગર્વને માટે હોય છે. આમ અંદરમાં પડેલ કુગ્રહ હોતે છતે બધા બહારથી દેખાતા ગુણો તેના દોષને માટે થાય છે. અર્થાત બહારથી જોનારને કદાચ તેનામાં ગુણો દેખાય પણ તત્વથી તો તેના અંતરમાં દોષનું જ પરિણમન હોય છે.
જેમ રેતીને પીલવાથી કદી તેલની પ્રાપ્તિ થતી નથી તેમ શુષ્ક તર્કવાદથી ક્યારે પણ તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. અને આત્માર્થી સાધક તો મોક્ષ પ્રાપ્ત કરવા માટે નીકળેલ છે તેને આવા નિઃસાર, શુક્તક કેમ પાલવે? તે હૃદયને ભીંજવતો નથી પણ હૃદયને બુઠું બાનવે છે. આ શુષ્ક તર્ક ગ્રહ જેવો છે. જેમ માણસને ભૂત, પ્રેત, પિશાચ કે ઝંડ વળગ્યું હોય તો તેની સ્થિતિ કફોડી બની જાય છે. તેના પંજામાંથી છૂટી શકાતું નથી. તે જે કહે તેમ કરવું પડે છે. તેને પરાધીન રહીને જીવવું પડે છે તેમ આ તર્કવાદરૂપી ગ્રહથી જે પ્રસાય છે તેની બુદ્ધિ બેર મારી જાય છે. તે કશું જ સારું વિચારી શકતો નથી. બોલી શકતો નથી. તેના ત્રણે યોગ વિપરીત માર્ગે વહે છે.
અથવા તો જે અનિષ્ટ રાહુ, શનિ આદિ પાપગ્રહથી પીડાતો હોય તેને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org