________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
તેને સગર્ભ ધ્યાન કહેવાય છે. જેનાથી ખૂબ સુંદર ક્ષર્યોપશમ થાય છે. પ્રાણાયામ કરવાથી નાડીનું શુદ્ધિકરણ થાય છે. શરીર સ્ફૂર્તિલું બને છે. રાગાદિ નાશ પામે છે. ઈન્દ્રિયો ઉપર વિજ્ય પ્રાપ્ત થાય છે. આહારસંજ્ઞા વગેરે ઉપર કાબુ આવે છે. ધારણાની યોગ્યતા વધે છે. છતાં ગ્રંથકારશ્રી અહિંયા દ્રવ્ય પ્રાણાયામ ગ્રહણ ન કરતા સીધુ ભાવ પ્રાણાયામ જ ગ્રહણ કરે છે તેનું કારણ એ છે કે તે હઠયોગની પ્રક્રિયા છે તેમજ શ્વાસને રોકવો વગેરે એ કાયક્લેશ રૂપ છે અને જો તે કરતા ન આવડે તો લાભ કરતા નુકસાન ઘણું થવાનો સંભવ છે અને કોઈક વખત ગાંડપણ, ચિત્તની અસ્થિરતા, મૃત્યુ વગેરેનો સંભવ રહે છે માટે દીર્ઘદૃષ્ટા જૈનાચાર્યોએ આ પ્રક્રિયાને પ્રધાનતયા અપનાવી નથી.
દ્રવ્ય પ્રાણાયામની મર્યાદા
કેટલાંક દ્રવ્ય પ્રાણાયામથી ધ્યાનસિદ્ધિ માને છે. તે વાતનું બે શ્લોકોથી ખંડન કરે છે.
तन्नाप्नोति मनः स्वास्थ्यं, प्राणायामैः कदर्थितम् । प्राणस्यायमने पीडा, तस्यां स्यात् चित्तविप्लवः ॥ पूरणे कुम्भने चैव, रेचने च परिश्रमः । चित्तसंक्लेशकारणात्, मुक्ते प्रत्यूहकारणम् ॥
યોગશાસ્ત્ર ૬/૪-૫.
પ્રાણાયામથી કદર્શના પામેલું મન સ્વસ્થતા પામતું નથી કારણકે પ્રાણનો નિગ્રહ કરવામાં શરીરની પીડા અને તેથી મનની અસ્થિરતા થાય છે. પૂરક, કુંભક અને રેચન ક્રિયા કરતાં પરિશ્રમ કરવો પડે છે. તેમ કરવાથી મનનો સંકલેશ થાય છે અને મન સંકલેશ એ મુક્તિનું વિઘ્ન છે.
દ્રવ્ય પ્રાણાયામ શરીરની વિષમ ધાતુને સમ કરે છે. આગંતુક અપ્રધાન મનની જડતા વગેરેને રોકે છે. તેમજ પિત્ત અને વાયુના પ્રકોપથી થતાં રાગદ્વેષના, કષાય-નોકષાયના સામાન્ય આવેશોને પણ રોકે છે. છતાં તીવ્ર કર્મોદય જન્ય, તીવ્ર સંસ્કાર જન્ય મોહના અને થીણદ્ધિ નિદ્રાના ઉદયોને દ્રવ્ય પ્રાણાયામ દૂર નથી કરતા એ તો ભાવ પ્રાણાયામ જ કરે છે.
ભાવ પ્રાણાયામના કાયા
ઇન્દ્રિયનિગ્રહ, કપાય નોકષાય નિગ્રહ, ભાવના, તપ, જ્ઞાન-ધ્યાન, આચાર પાલન, દેવ-ગુરુ-ધર્માત્માની ભક્તિ આ રૂપ ભાવ પ્રાણાયામથી પાયોના ઉદયો મંદ પડે છે. નવા ઉદયો અટકે છે. આવેશ ઓસરે છે. જીવ પશ્ચાત્તાપ દ્વારા પાછો છે. પાયો ન કરવાનું પ્રણિધાન થાય છે. વિષયોથી કાયા નિવૃત્ત થાય છે. મન નિવૃત્ત થવા ઝંખે છે. ભાવ પ્રાણાયામ, દ્રવ્યપ્રાણાયામનું નિયંત્રણ કરે છે. ભાવ પ્રાણાયામવાળાને દ્રવ્યપ્રાણાયામ સહજ ચાલે છે. દ્રવ્ય પ્રાણાયામને વિષમ થવાના કારણો-ચિંતા, હતાશા, તીવ્ર ઈચ્છા, તીવ્ર કોધાદિ, તીવ્ર રાગ-દ્વેષાદિ - ભાવ પ્રાણાયામ દ્વારા નાશ પામે છે અને એ કારણો નાશ પામતા દ્રવ્ય પ્રાણાયામ નિયંત્રિત થાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org