________________
યોગ દ્રષ્ટિનો જવશિ.ભાષા ,
૫ ૧ પક્ષ છાયા ગતિરર – પ્રવૃયામમત ૫ર ૫ ૬૭ છે. ચોથી દ્રષ્ટિમાં બોધનું સૂક્ષ્મત્વ કેમ નથી ? તેમાં હેતુ કહે છે - જે કારણથી પહેલી ચાર દૃષ્ટિમાં અવેધસંવેધપદ તેવા પ્રકારે ઉબણ અર્થાત પ્રચંડ છે. પહેલી ચાર દૃષ્ટિમાં સૂક્ષ્મબોધ ન હોવાના કારણે ઉપાદેય તત્ત્વમાં જેટલી પ્રવૃત્તિ જોઈએ અને જે રીતની જોઈએ તેટલી અને તે રીતની પ્રવૃત્તિ નથી અને હેય તત્ત્વમાં જેટલો હેયનો ત્યાગ જોઈએ તેટલો ત્યાગ નથી અર્થાત બોધ સ્થૂલ હોવાના કારણે ઉપયોગમાં હેય ઉપાદેયનું યથાર્થ વિભાજન થતું નથી એટલે જ્યાં હેચની નિવૃત્તિ જોઈએ ત્યાં હેયની નિવૃત્તિ નથી અને ઉપાદેયમાં જે પ્રવૃત્તિ જોઈએ ત્યાં પ્રવૃત્તિ નથી અર્થાત હેય ઉપાદેયનું વર્ગીકરણ સ્થૂલદૃષ્ટિથી થાય છે. સૂક્ષ્મબોધનો અભાવ હોવાના કારણે સૂક્ષ્મદ્રષ્ટિથી થતું નથી તેથી નિવૃત્યાદિ પદ પ્રકાર વડે કરીને અવેધસંવેધપદ પ્રચંડ છે અને તેથી કેવું છે ? જે કહે છે કે જેમ કોઈ જલચર જીવ, આકાશમાં કોઈ પક્ષી ઉડતું હોય અને તેની છાયા જલમાં પડવાથી તેને પક્ષી સમજીને લેવા માટે દોડે તેના જેવું છે. આથી જ પહેલી ચાર દૃષ્ટિમાં વેધસંવેધ પદ તાત્વિક નથી.
જલમાં પક્ષીની છાયા પડવાથી તેને કોઈ જલચર દોડી રહ્યું છે તેવો ભાસ થાય છે અને તેથી તેને પક્ષી માનીને પકડવા માટેની પ્રવૃત્તિ જેમ મિથ્યા છે તે જ રીતે સૂક્ષ્મબોધના અભાવમાં ભ્રાંતિને કારણે ક્યારેક જે વાસ્તવિક દ્રષ્ટિએ ગુણ ન હોય તેમાં ગુણનો બોધ થઈ જવાથી તે રૂપે પ્રવૃત્તિ થાય છે.
અવેધસંવેદ્ય પદની અતાવિકતા બત્રીસી ગ્રંથમાં ઉપાધ્યાયજી મહારાજ લખે છે કે - आरोपाधिष्ठानसंसर्गितया अतात्त्विकम् - अवेद्यसंवेद्यपदं
પર્વ - પક્ષીની છાયામાં પક્ષીનો આરોપ તેનું અધિષ્ઠાન ચલના સંસર્ગિપણાવડે કરીને જેમ પક્ષીનું જ્ઞાન અતાત્ત્વિક છે તે જ રીતે તાત્વિક ગુણોની સમાન ભાસતા ગુણોમાં તાત્ત્વિકપણાનો આરોપ તેનું અધિષ્ઠાન ગુર્યાદિ તેના સંસર્ગિપણા વડે કરીને થતું જ્ઞાન અતાત્ત્વિક છે.
જે જીવમાં જેટલી કક્ષાના ગુણો હોય તેનાથી અધિક કે અલ્ય ગુણોનો બોધ એ અવેધસંવેધપદને આભારી છે.
અહિંયા એટલું ધ્યાન રહે કે ધર્મની ખાતર પ્રાણ આપવાની તૈયારી હોવા છતાં એટલે ધર્મનો ઉત્કટ રાગ હોવા છતાં વિવેક સંપૂર્ણ ખીલેલો ન હોવાના કારણે ગુણ-દોષનું યથાર્થ દર્શન થતું નથી. ગુણ પ્રત્યે જ રૂચિ હોવા છતાં જ્યાં અતિ સમાનતા દેખાય એવા સ્થળોમાં જીવ યથાર્થ ગુણ-દોષનો ભેદ કરી શકતો નથી અને તેથી દોષમાં પણ ગુણ માનીને પ્રવૃત્તિ કરે છે અને તેથી પહેલી ચાર દૃષ્ટિમાં વેધસંવેદ્યપદને અતાત્ત્વિક કહ્યું છે. કારણ ગ્રંથિભેદ થયેલો નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org