________________
૨ ૧૦
યોગ દ્રષ્ટિનાં અજવાળ ભાગ - ૩
આત્મદ્રષ્ટિનો ઉધાડ ન થાય ત્યાં સુધી જીવમાં દ્રષ્ટિમાંથી દૂર ફેંકી દેનાર તત્ત્વોનો પ્રવેશ ન થાય અને ઉત્તરોત્તર આગળ વધાય તેવા તત્ત્વો જળવાઈ રહે, તે અતિ જરૂરી છે. સંસારમાં ભૌતિક પદાર્થના નુકસાન કરતા અધ્યાત્મમાં ગુણોના નાશ અને દોષોના આવિભવનું નુકસાન ઘણું છે. ભૌતિકપદાર્થના નુકસાનમાં બહુ બહુ તો જીવને તેના વિના મુશ્કેલી પડે, થોડા દુઃખ વેઠવા પડે, સુખમાં કાપ મુકાય પણ અધ્યાત્મના માર્ગમાં દોષોનો આવિર્ભાવ થાય અને ગુણોની પરિણતિ જો ખલાસ થઈ જાય તો જીવ તે જ ભવમાં શાંતિ, સમાધિ, સ્વસ્થતા બધું ગુમાવી દે છે અને પરલોકમાં ભવોભવા દુર્ગતિના જાલિમ દુઃખ ભોગવે છે માટે કોઈપણ આત્મા કયારે પણ દુર્ગતિના દુ:ખોને ન પામે તે માટે પોતાના આત્માને દોષોથી વ્યાપ્ત ન કરે તે લક્ષ્ય અધ્યાત્મના જાણકારોનું સતત હોય છે. સંસારનું મોટામાં મોટું નુકસાન પણ તત્ત્વની દૃષ્ટિથી કાંઈ જ નુકસાન નથી જ્યારે અધ્યાત્મમાં નાનામાં નાનું નુકસાન પણ ઘણું મોટું છે.
એટલે હરિભદ્રસૂરિ મહારાજ તો પોતે શાસ્ત્રજ્ઞ છે. સૂક્ષ્મબોધથી યુક્ત છે. શાસ્ત્રથી પરિકર્મિત બુદ્ધિવાળા છે તેથી પોતે તો જાણે છે કે અન્ય દર્શનમાં રહેલ કપિલ, સુગત વગેરે હકીકતમાં સર્વજ્ઞ નથી કારણકે તેઓની પાસે વસ્તુ તત્ત્વનો યથાર્થ બોધ નથી. સ્યાદ્વાદષ્ટિ નથી. તેઓની માન્યતાથી વિશ્વ વ્યવસ્થા પણ ઘટી શકતી નથી અને અધ્યાત્મમાં પુરુષાર્થ પણ ઘટી શકતો નથી છતાં તેઓ ચોથી દૃષ્ટિવાળા જીવોને બધાને સર્વજ્ઞ માનવાનું કહી રહ્યા છે એ તેઓના હિતને લક્ષ્યમાં રાખીને કહી રહ્યા છે જ્યાં સુધી જીવ વાસ્તવિક મોક્ષમાર્ગ સમજે નહિ, તે માટેનો જરૂરી સુક્ષ્મબોધ પામે નહિ ત્યાં સુધી જો તે કોઈક એકના જ ખીલે બંધાઈ જાય તો તેનો વિકાસ સ્થગિત થઈ જાય. તેની ગુણગ્રાહિતા નાશ પામવા માંડે. તેની માધ્યસ્થષ્ટિ જોખમમાં મુકાઈ જાય. એક વ્યક્તિને માનવા જતા તેમાં અભિનિવેશ આવી જાય તો બીજા દેવો કે જેમાં કોઈક જગ્યાએ વાસ્તવિક દેવત્વ પણ રહેલું છે, બીજા ગુરુઓ કે જેમાં કોઈક જગ્યાએ વાસ્તવિક ગુરુત્વ પણ રહેલું છે તેનો અજાણતાં પણ અપલાપ થ જાય અને જે ખરેખર મહાન છે તેની અજાણતાં પણ અવગણના એ મહાપાપ રૂપ છે.
માટે જ્યાં સુધી તત્ત્વ અને અતત્ત્વનો નિર્ણય કરવા માટે પરમ માધ્યસ્થ દૃષ્ટિ પૂર્વકનો સૂક્ષ્મબોધ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તત્ત્વ અને અતત્ત્વ પ્રત્યે સમભાવરૂપ માધ્યસ્થતા એ ગુણકારી છે, દોષરૂપ નથી. પાંચમી દષ્ટિવાળા માટે જે માધ્યસ્થતા દોષરૂપ છે તે જ માધ્યસ્થતા ચોથી દૃષ્ટિવાળા જીવો માટે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org