________________
૯૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨
નાંખે છે. મોહ અને અજ્ઞાનના ભારથી દબાયેલ આત્માની દૃષ્ટિ હંમેશાં આત્મભિન્ન ક્ષણિક, વિનાશી પુદ્ગલ પદાર્થો પ્રત્યે હોય છે. મિથ્યાત્વમોહ આત્માના અવિનાશી અનંત આનંદમય સ્વરૂપની શ્રદ્ધા જ થવા દેતો નથી અને વિનાશી એવા પદાર્થોમાં અવિનાશીપણાની બુદ્ધિ કરાવે છે તેથી જીવ પોતાનું હિત શેમાં છે એ વિચારી શકતો નથી અને અહિતમાં હિત માની પ્રવર્તે છે તેને માટે રાત-દિ હિંસાદિ ઘોર પાપો કરે છે અને આત્મા જ્ઞાનાવરણીયાદિ (પાપપ્રકૃતિ કે જે ઘાતી પ્રકૃતિ છે, જે આત્માના જ્ઞાન અને આનંદ સ્વરૂપ પ્રત્યે કુઠારાઘાત કરે છે તેવા) કર્મો બાંધી અનંત સંસારમાં ભટકે છે
તેથી શું થાય છે ? તે કહે છે. धर्मबीजं परं प्राप्य, मानुष्यं कर्मभूमिषु । न सत्कर्मकृषावस्य, प्रयतन्तेऽल्पमेधसः ॥ ८३ ॥
ધર્મના શ્રેષ્ઠ કારણભૂત એવા મનુષ્યપણાને પામીને કર્મભૂમિમાં ધર્મબીજનું આધાન કરવારૂપ ખેતીને વિષે મંદબુદ્ધિવાળા જીવો પ્રયત્ન કરતા નથી.
જેમ ખેડૂત ધાન્યને પ્રાપ્ત કરવા માટે “બી” ને યોગ્યભૂમિમાં વાવે છે, ત્યારબાદ પાણી પાય છે તેમાંથી અંકૂરા ક્રે છે. અને તેમાંથી જ આંગળ જતાં ધાન્યાદિની પ્રાપ્તિ થાય છે. તો અહિંયા ખેતરને ખેડવું, “બી” વાવવું પાણી પાવું, પાક લણવો એ બધું ખેતી કર્મ છે.
“બી” લાવ્યા પછી તેને માટે યોગ્ય ભૂમિ હોવા છતાં વાવે નહિ, ખેતી કરે નહિ તો જેમ ળ મળતું નથી તેમ અહિંયા પણ “બી” ના સ્થાને આત્માની યોગ્યતા. છે. “ભૂમિ' કર્મભૂમિ છે. હવે આમ બીજ અને તેને યોગ્ય ભૂમિની પ્રાપ્તિ થયા પછીથી આખું જીવન ધર્મમય બનાવી દેવું એ કર્મભૂમિમાં બીજ વાવવા સમાન છે. અને જીવનભર સારા સત્કાર્ય કરવા એ ખેતી છે. અર્થાત્ મુનિપણામાં હોય તો તપ, ત્યાગ, સંયમ, શાસ્ત્રોનું પરિશીલન, સમિતિ-ગુપ્તિ, વિનય, વૈયાવચ્ચાદિ તેમજ ધર્મના બીજા અનુષ્ઠાનોમાં સદા લીન રહેવું. આશયની શુદ્ધિપૂર્વક મન, વચન, કાયાથી ચારિત્રનું પાલન કરવું તે ખેતી છે. અને ધર્મબીજનું આધાન એટલે ધર્મની વિશેષ સમજ વગર પણ ધર્મ પ્રત્યે બહુમાન, ધર્મ જ સારો છે. એજ કરવા યોગ્ય છે એનાથી આત્માનું કલ્યાણ થાય આવી શ્રદ્ધા - આ પ્રમાણે બીજાધાન થવાથી ધીમેધીમે સગુનો યોગ થતાં તત્ત્વની સમજ પેદા થાય ત્યારબાદ તત્ત્વમાં પ્રવૃત્તિ થાય અને તેથી તત્ત્વને અનુકૂલ પરિણતિ પેદા થાય આ બધું સત્કર્મરૂપી ખેતી છે. આ સત્કાર્યોરૂપી ખેતીને સુંદર રીતે કરવાથી જ શુદ્ધ રત્નત્રયી રૂપ મોક્ષ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે પણ અલ્પ બુદ્ધિવાળા જીવો મનુષ્યપણું પામીને સત્કાર્યોને કરતા નથી તેથી કદી મુક્તિની પ્રાપ્તિ થતી નથી. મનુષ્યજન્મ અને કર્મભૂમિ એ રસાળક્ષેત્ર છે ત્યાં જીનવાણીના. અવલંબને યોગસાધના અને ઉપયોગસાધના રૂપી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org