________________
૯૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ગુરુકૃપાનું સામર્થ્ય “માનાદિક શત્રુમહા, નિજ છંદે ન મરાયા જાતા સગુરુશરણમાં, અલ્પ પ્રયાસે જાય.”
ગુરુકૃપા અચળ અને વૈશ્વિક (સર્વવ્યાપી) હોય છે. આપણું મન સત્યની શોધમાં લાગ્યું હોય છતાં ગુરુકૃપા હોય તો જ તે પ્રાપ્ત થાય છે. ગુરુ તે છે જે અંતિમ સને જાણે છે અને શિષ્યને તે તરફ પ્રેરે છે. શિષ્યના જીવનની સ્થૂલ ઘટનાઓ સાથે ગુરુને બહુ નિસબત હોતી નથી. જેમ ગુરુના પક્ષે કૃપા હોય છે. તેમ શિષ્યના પક્ષે ગુરુએ સોલા કાર્ય પ્રત્યે સમર્પણભાવ હોય છે.
આત્મજ્ઞાન મેળવવા માટે ગુરુ કહે તેમ કરવું જોઈએ. માત્ર શ્રવણ કે રસ્મૃતિ એ પર્યાપ્ત નથી. ગુરુના એક એક શબ્દ માટે શિષ્ય જ્યારે સખત શ્રમ કરે છે, ત્યારે તેની પ્રગતિ અવશ્ય થાય છે. પુરુષાર્થ કર્યા પછી પ્રગતિ ન દેખાય તો તેવી ફરિયાદ ન કરાય. માત્ર એ ચીજ એટલું જ બતાવે છે કે સમર્પણભાવ દ્વારા ગુરુકૃપાને શિષ્ય હૃદયપૂર્વક પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો નથી. ગુરુકૃપાને પૂર્ણપણે પોતાના જીવનમાં ઉતારી નથી.
કોઈ વસ્તુને શોધી કાઢવી હોય તો સ્થળની અપેક્ષા રહે છે. કોઈ પ્રસંગ માટે સમયની અપેક્ષા રહે છે. પણ જે કાલાતીત છે, દેશાતીત છે તેને માટે તો આવા સર્વપ્રયત્નો નિષ્ફળ જાય છે. દરેક વસ્તુને એ દ્રશ્ય બનાવે છે પણ એ પોતે દર્શનાર્થી પર છે. મનને પેલે પાર શું છે ? તે મન જાણી શકતું નથી પણ તેને પેલે પાર જે કંઈ છે તે તો મનને જાણતું હોય છે. અવેધસંવેધ પદ કઈ રીતે જીતાય ?
આ અવેધસંવેધપદ ચોથી દૃષ્ટિની ભૂમિકામાં જ મહાત્માવડે જીતવા યોગ્ય છે પણ અન્યદા - તે પહેલાની દ્રષ્ટિઓમાં તેને જીતવું એ શક્ય નથી અર્થાત ચોથી દૃષ્ટિ પામેલા જીવો જ પાંચમી, છઠ્ઠી દૃષ્ટિ પામી શકે છે. એકથી ત્રણ દ્રષ્ટિમાં રહેલા જીવને પાંચમી કે છઠ્ઠી દ્રષ્ટિ પામવા માટે ચોથી દૃષ્ટિ અવશ્ય પામવી જ પડે છે. માટે તે પહેલાની દ્રષ્ટિમાં તેનો જય શક્ય નથી. પહેલા ગુણઠાણાથી સીધા સાતમે ગુણઠાણે જનારા જીવો પણ ચોથી દૂષ્ટિને પામે છે ત્યાં અપૂર્વકરણ કરવા દ્વારા સીધા સાતમાં ગુણઠાણાને પામે છે. ગત વ- જે કારણથી જેનામાં તત્ત્વની પરિણતિને અનુકૂળ યોગ્યતા રહેલી છે તેવા મહાત્માઓ જ સત્સંગ અને આગમના યોગથી અવેધસંવેધપદને જીતી શકે છે પરંતુ સત્સંગ અને આગમનો યોગ થવા છતાં પણ ઉક્ત યોગ્યતા વગરના જીવો અવેધસંવેધપદને જીતી શકતા નથી તેથી કરીને નક્કી થાય છે કે આગમ માત્ર યોગ્ય જીવોને અનુવાદપરક છે. અર્થાત દિશાસૂચન જ કરે છે. અર્થાત જેની બુદ્ધિ તત્ત્વાનુસારિણી છે. દરેક પદાર્થમાં તત્ત્વોને જોનારી છે એવા અપુનર્બધપણા આદિને પામેલા જીવો મહાત્માઓ છે અને આવા જીવોને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org