________________
૧૬ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સ્વરૂપ છે તેની જ ભક્તિ કરનારા હોય છે. અર્થાત તેમની ભક્તિ અચિત્રા એટલે કે એક જ પ્રકારની હોય છે.
તત્ત્વદૃષ્ટિ ખૂલે તેને સંસારમાં ક્યાંય સુખ દેખાતું નથી. દુ:ખજ દેખાયા છે. સંસાર બધો અતત્ત્વમય જણાય છે તેથી તેની ઇચ્છા થતી નથી. જેમાં દુઃખા દેખાય, વિડંબના દેખાય, નાલેશી દેખાય તેની ઇચ્છા શી રીતે થાય?
સંસારના રસિક જીવોને સાંસારિક પદાર્થોનો મોહ એટલો બધો. જડબેસલાક બેઠેલો છે કે તેને કારણે તે આત્માઓ સર્વોત્તમ મોક્ષસુખની ઉપેક્ષા કરી રહ્યા છે. સારા, સાચા અને તારક તત્ત્વોની અવગણના કરવાથી ખોટા, ખરાબ અને મારક તત્ત્વોનો મોહ આત્મામાં વજલેપ જેવો થાય છે. એનાથી અશુભાનુબંધ ઊભા થાય છે. ગમાર જીવોને દારૂણ વિપાકવાળા વિષયોમાં સુખ દેખાય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પૂર્વના સંભૂતિમુનિના ભવમાં ચારિત્ર લઈ તે ઉત્તમતત્ત્વની અવગણના કરી વેષયિક સુખ માટે ધર્મ વેચ્યો, નિયાણું કર્યું તો બ્રહ્મદત્તને ચક્રવર્તી બની ત્યાંથી સાતમી નરકના ૩૩ સાગરોપમના રીરવ દુ:ખો વેઠવા જવું પડ્યું. દુ:ખ પ્રત્યેનો સમ્યગ અભિગમ
“દુનિયાનું દુઃખ ખરાબ” એ અસવિચાર છે. દુઃખ ખરાબ લાગે માટે દુઃખ દેનારા ઉપર દુશ્મનાવટ ઉભી થાય છે. બાર પ્રકારની અવિરતિમાં હિંસા, જુઠ, ચોરીની અવિરતિ કરતા ઇન્દ્રિયોની અવિરતિ મોટી છે. તેની ખણજ બહુ ખરાબ છે. પ્રભુ વીરની સાધનાની આ જ બહુમોટી વિશેષતા હતી કે દુ:ખ ખરાબ નહિ, એના દેનારા ખરાબ નહિ માટે મનોયોગને જીવનભર સારો રાખી શક્યા. આ મકાન બહુ સારું, આ જગ્યા બહુ સારી, આ કપડું બહુ સારું આવો ભાવ આવ્યો એટલે મનોયોગ બગડ્યો. મોહની પરિણતિ ઝેર છે. જે જીવની ચેતનાને વિષમય બનાવે છે તેનાથી બચવા સર્વજ્ઞવચન અમૃત સમાન છે તે મળવાથી અને તે ઘૂંટાવાથી જીવમાં જાગૃતિ આવે છે.
| કર્મોની નિર્જરા કરવાની છે એના કરતાં પણ અશુભાનુબંધની નિર્જરા. કરવાની છે એ યાદ રાખવા જેવું છે. કર્મ એ તો એક પંથનો લૂંટારો છે જ્યારે અશુભાનુબંધ એ લાંબા પંથનો લૂંટારો છે.
પ્રભુ મહાવીરનો આત્મા છેલ્લા ભવમાં આવીને રહ્યો ત્યારે તેના આત્મા ઉપરની આ સ્થિતિ છે કે અશુભકર્મો જોરદાર છે. લોકો દુર્જન બનીને ત્રાસ આપે, મારપીટ કરે તેવા કર્મો છે છતાં જમા પાસું એ છે કે અશુભાનુબંધો સર્વથા નીકળી ગયા છે એટલે બીજા શબ્દોમાં કહીએ તો બાવળિયાના કાંટાનું વૃક્ષ હતું પણ મૂળમાંથી ઉખડી ગયેલું હતું તો પ્રભુએ અશુભાનુબંધનો નાશ કરેલો હોવાથી અશુભકર્મો દુ:ખ આપવા છતાં પ્રભુનું કશું નુકસાન કરી શક્યા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org