________________
ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૪ ૧ વિશુદ્ધિ પામી શકે છે. સંસારના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ અને કષાય છે. તેના સેવનથી જીવ અનંતકાળ રખડ્યો એ જેમ હકીકત છે તેમ એ વાત પણ એટલી જ સાચી છે કે સમ્યકત્વ, વિરતિ અને ઉપશમભાવ રૂપ મોક્ષના હેતુઓનું સેવન કરીને અનંતા આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે.
સિદ્ધાવસ્થામાં પણ આત્માનું સ્વરૂપ જે સર્વજ્ઞ પરમાત્માનું શાસન બતાવી રહેલ છે તે ખરેખર અભૂત છે. તે કહે છે કે સિદ્ધાત્માઓ વ્યક્તિરૂપે ભિન્ન ભિન્ન હોવા છતાં સ્વરૂપે એક જ છે. બધાના ગુણો, જ્ઞાન, આનંદવેદન એમાં કોઈ જ ફેર નથી. દરેક આત્માઓની અવગાહનામાં હોવા છતાં તેમજ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિનો કાલ ભિન્ન ભિન્ન હોવા છતાં તેના સ્વરૂપમાં ત્યાં કોઈજ ભેદ નથી. ત્યાં આત્મપ્રદેશો પરમ સ્થિરત્વને પામેલા છે અને ઉપયોગ અવિનાશી બન્યો છે. ઉપયોગ અવિનાશી બનતા તેની સાથે સંલગ્ન અનંતાગુણો, અનંતુ જ્ઞાન અને અનંતુ આનંદવેદન આ બધું જ અવિનાશી બને છે. ત્યાં ગયેલ આત્મા સર્વ દુઃખથી મુક્ત છે એટલું જ નહિ પરંતુ આનંદવેદનથી પૂર્ણ પણ છે. આની સામે નૈયાયિક મતાનુસારી માન્યતા એવી છે કે આત્મા મોક્ષમાં જ્ઞાન-આનંદ વગરનો છે, પાષાણતુલ્ય છે, માત્ર સર્વ દુઃખના જ અભાવવાળો છે. આનંદ સ્વરૂપ નથી.
તેમજ બુદ્ધદર્શન માન્ય દીપનિર્વાણ રૂપ મુક્તિ એટલે દીવો જેમ બુઝાઈ જાય તેમ આત્મા અસત બની જાય છે. આ બધી માન્યતાઓ જીવને કઈ રીતે મોક્ષનો પુરુષાર્થ પેદા કરવામાં ઉલ્લસિત કરે?
અન્યદર્શનકારો પાસે પદાર્થનું યથાર્થ દર્શન કરવા માટેની સામગ્રી નથી. તેથી ત્યાં વેધસંવેધપદ નથી. એટલે ત્યાં તત્ત્વનિર્ણય પણ નથી અને તેથી ત્યાં સૂક્ષ્મબોધ પણ નથી.
કષ, છેદ અને તાપશુદ્ધ શાસ્ત્ર તે જ સમ્યક શાસ્ત્ર - કષ, છેદ અને તાપ પરીક્ષામાં જે શાસ્ત્ર ઉત્તીર્ણ થાય તે જ સમ્યકશાસ્ત્ર છે. જેમ સુવર્ણને પહેલા કસોટીના પત્થર ઉપર કસવામાં આવે છે તે તેની કષ પરીક્ષા છે. પછી તેને કાપીને તે સોનું છે કે બીજું છે તે તપાસે છે તે છેદ પરીક્ષા છે અને પછી છેલ્લે અગ્નિમાં નાંખે છે તેમાં જો તે કાળું ન પડે પણ તેવું ને તેવું રહે તો તે તાપ પરીક્ષા છે. આ ત્રણ પરીક્ષા દ્વારા સુવર્ણનો યથાર્થ નિર્ણય કરી શકાય છે.
તે જ રીતે જે શાસ્ત્રમાં વિધિ અને નિષેધનું યથાર્થ પ્રતિપાદન જોવા મળે તે કષશુદ્ધ શાસ્ત્ર છે.
વિધિ અને નિષેધનું યથાર્થ પ્રતિપાદન કર્યા પછી જેમાં તેને અનુરૂપ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org