________________
૨૮૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ ૩ મીઠો છે એથી પણ વિશેષ મધુર માતા છે. બધું મળે પણ માતાનો સ્નેહ મળવો મુશ્કેલ છે. બસ, માતા પ્રત્યેના અપાર સ્નેહે જ મને આટલું મોટું સાહસ કરવા પ્રેર્યો છે. મારી બિમાર માતાની યાદે મને મોતની પણ પરવા કરવા દીધી નથી. આ સાંભળતાં જ નેપોલિયનની આંખ ભીની થઈ ગઈ. માતાના પ્રેમ આગળ તેનો કરેલો ગુનો સંતવ્ય લાગ્યો. માનવતાવાદી નેપોલિયને પેલા સેનિકના હાથમાં અમુક પૈસા મુક્યા અને કહ્યું આના દ્વારા તારી બિમાર માતાની સેવા કરજે અને નેપોલિયને તે યુવાનને ઇંગ્લેન્ડ જવાની બધી સગવડતા કરી આપી. તેને વિદાય કર્યો. તેના માતૃપ્રેમની કદર કરી.
અહિંયા ગ્રંથકાર માત - પિતાદિની ભક્તિ આજ્ઞાપ્રધાન ચિત્તવર્ડ કરવા યોગ્ય છે એ વાત ઉપર બહુ ભાર મૂકી રહ્યા છે. માતાપિતાદિ ઉપકારી છે તેથી જ્યાં સુધી સંસારમાં રહીએ ત્યાં સુધી માતા-પિતાદિની ભક્તિ અવશ્ય કરવાની પણ પરમાત્માની આજ્ઞાને ભૂલીને નહિ કારણ માતા પિતા આ ભવના ઉપકારી છે જ્યારે પરમાત્મા ભવોભવના ઉપકારી છે તેથી ભક્તિ કરવા છતાં આપણું ચિત્ત પરમાત્માય - વૈરાગ્યમય બન્યું રહેવું જોઈએ. સંસારી જીવો આપણા ચિત્તમાંથી નીકળી જવા જોઈએ. જે લોકો ગંભીરપણે અંદરમાં ગયા છે.તેમની જોડે ગાઢતા વધારવી. તેમ કરવાથી આપણને સહાયતા મળે છે. પણ તેમાં પણ એક ભૂલ ન થવી જોઈએ કે પછી આપણે એ લોકો જોડે બંધાઈ જઈએ. ચિત્ત ભગવાન જોડે જ લાગવું જોઈએ. પરમાત્માની એક જ આજ્ઞા છે કે અવસરોચિત જે કાંઈ કરવા જેવું લાગે તે કરો પણ ચિત્તમાંથી એક ક્ષણ પણ વૈરાગ્યને હડસેલો નહિ. માતાપિતા વગેરે લૌકિક તત્ત્વો છે. પરમાત્મા લોકોત્તર તત્ત્વ છે. બંનેને એફ કક્ષામાં મુકાય નહિ. બંનેની ભક્તિ પણ એક સરખી હોય નહિ. માતાપિતાની ભક્તિ પણ આખરે તો સંસારથી છૂટી મોક્ષે જવા માટે કરવાની છે. પરમાત્મા સાથે સંબંધ ન વધે અને માનવ-વ્યક્તિ સાથે વધે તો સમજવું કે કાંઈક ભૂલ થઈ રહી છે.
અધ્યાત્મના માર્ગે આગળ વધતા જીવને નૈતિક અને સામાજિક બંધનો નડતર રૂપ થાય છે. તમે આમ નથી કરતા, તેમ નથી કરતાં. તમારે આમ કરવું જોઈએ વગેરે.. ત્યારે આપણે તેમની સામે ટકી રહેવા માટે બળ મેળવવું પડે છે કેમકે એ લોકો નીચેના સ્તરની વાતો કરે છે અને આપણે જીવનના ઉચ્ચતર આદર્શને સ્વીકારીએ છીએ. તેથી સંસારની જવાબદારી આપણે સ્વીકારતા નથી. આમ કરતા લોકો દ્વારા ઉપેક્ષા, અસ્વીકાર, નિંદા વગેરે કરાય તો પણ આપણે સહન કરવું રહ્યું. બીજી બાજુ વર્ષો સુધી અધ્યાત્મના માર્ગમાં રહેવા છતાં કાંઈ જ પ્રાપ્ત ન થાય તો પણ સહન કરવું રહ્યું. દુન્યવી સંબંધો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org