________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
૫૭. નરકાદિ અપાયનું જ્ઞાન થાય છે પણ તે જ્ઞાન શ્રદ્ધા વિનાનું, સંવેદન વિનાનું હોવાથી તાત્વિક નથી.
ગ્રંથિભેદ થતા પહેલાં જીવને કદાચ જિનાગમ મળી જાય, તેનો અભ્યાસ પણ કરે તો પણ ત્યાં નરકાદિ અપાય દર્શન તાત્ત્વિક નથી કારણ કે ત્યાં અવેધસંવેદ્યપદ છે. એટલે નરકાદિ અપાયના ભાવો તે આશયસ્થાનમાં જે રીતે હેય રૂપે વેદાવા જોઇએ તે રીતે વેદાતા નથી.
આમ જોવા જઈએ તો સૂક્ષ્મબોધ થતા પહેલાં કે પછી બોધનો આકાર બાહ્ય દૃષ્ટિથી તો એક સરખો જ હોય છે. જેમ સુવર્ણઘટ અને ગિલેટ કરાવેલ પિત્તળનો ઘટ બંને દેખાવમાં એક સરખા દેખાય છે પણ પિત્તળના ઘડાને અગ્નિમાં નાંખતા તે કાળો પડી જાય છે જ્યારે સુવર્ણઘટ અગ્નિ સંયોગે વધુ તેજસ્વી બને છે તે જ રીતે તાત્ત્વિક અપારદર્શનવાળો આત્મા વિપરીત સંયોગોમાં પોતાની સમતા-સમાધિ ટકાવે છે. ચિત્ત રત્નને વધુને વધુ નિર્મળ કરતો જાય. જ્યારે તાત્ત્વિક અપાયદર્શનની આભાવાળો ત્યાં આગળ સમતા - સમાધિ ચૂકી જાય છે. કષાયો અને સંકલેશથી ઘેરાઈ જાય છે.
સુક્ષ્મબોધના અભાવમાં જીવની પાસે આય-વ્યયની તુલના કરવાનું સામર્થ્ય હોતું નથી તેથી ગીતાર્થતાની દૃષ્ટિએ વિચારતાં જેમાં નુકસાન છે તેમાં તેને લાભ દેખાય છે અને તેના કારણે જેમાં પોતાનું વટાઈ જતું હોય તેવી પણ પરોપકારાદિ પ્રવૃત્તિઓમાં તેને લાભ દેખાય છે.
જ્યાં અપાયનું દર્શન જ સાચું ન થાય અને ભ્રાન્તિવાળ થાય ત્યાં જીવના ઉદ્ધારનો અવકાશ ક્યાં ? જ્યાં અપાયદર્શન તાત્ત્વિક થાય ત્યારે ઠેઠ તેના ળના લાભ-નુકસાન સુધીની દ્રષ્ટિ પહોંચે છે અને તેથી તેવો જીવ તાત્કાલિક દેખાતા લાભમાં મુંઝાઈ જઈ પ્રવૃત્તિ કરતો નથી.
ચોથી દૃષ્ટિ સુધી અવેધસંવેદપદ હોવાના કારણે અજ્ઞાનથી અજાણતા પણ પાપમાં પ્રવૃત્તિ થાય છે કારણ કે અજ્ઞાનના કારણે તેનો આત્મા જે સૂક્ષ્મ પાપ છે તેને પાપ તરીકે ઓળખાતો નથી. સ્થૂલ દૃષ્ટિથી પાપને પાપ કહેવાય
જ્યારે સૂક્ષ્મદ્રષ્ટિથી પાપના કારણોને પણ પાપ કહેવાય છે. એટલા જ માટે હિંસા, જુઠ અને ચોરીના પાપ કરતા પણ મૈથુન અને પરિગ્રહનું પાપ ચડી. જાય છે કારણ કે તે હોતે છતે જ પહેલા ત્રણ પાપો જીવને હોય છે.
અન્યદર્શનમાં તપ વગેરેનું વિધાન હોવા છતાં ત્યાં જીવોના વિષયનું સૂક્ષ્મજ્ઞાન ન હોવાના કારણે પોતાના માટે બનાવેલ આહાર લેવામાં પાપ છે, તેનાથી જીવોની હિંસાની અનુમોદનાનું પાપ લાગે છે એ ખ્યાલ ન હોવાના કારણે તપ વગેરે કરવા છતાં અને પાપ વ્યાપારનો ત્યાગ કરી સંન્યાસ દીક્ષા ગ્રહણ કરવા છતાં તેઓ એ પાપથી બચી શકતા નથી તેમજ વનસ્પતિ વગેરેમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org