________________
યોગ દ્રષ્ટિનાં રાજવાળાં ભાગ - ૩
૭૯
બધી આત્મદ્રષ્ટિએ નિળ જ છે કારણ બધી જ પ્રવૃત્તિઓમાં અતત્ત્વનો અભિનિવેશ તેમને હોય છે. દૃષ્ટિમાં રહેલા જીવોમાં સૂક્ષ્મ કપાયોની ઓળખ નથી તેના ળરૂપે નુકસાન થાય જ છે. બોધમાં સૂક્ષ્મત ન હોવાના કારણે તે પ્રવૃત્તિને સારી માનીને કરે છે. ગાઢ મિથ્યાદૃષ્ટિ જીવોને સંસારની સઘળી પ્રવૃત્તિઓમાં સર્વાશે અભિનિવેશ હોય છે. જ્યારે દુટિમાં રહેલા જીવોમાં તત્ત્વબુદ્ધિ પેદા થવાથી સઘળી પ્રવૃત્તિઓમાં - સ્થૂલ પર્યાય હેય લાગે છે તેથી તેમાં અભિનિવેશ ન હોવા છતાં પણ સૂક્ષ્મ પર્યાયોમાં બોધના અભાવના કારણે હેય બુદ્ધિ હોતી નથી તેથી ત્યાં અભિનિવેશ. અર્થાત આગ્રહ રહેવાની સંભાવના છે.
દ્રિ નામ પડ્યું. જો આ પ્રમાણે મિથ્યાત્વકાલીન અવેધસંવેધપદ એ ભવાભિનંદી જીવને જ વિપય કરનારું છે તેથી શું ?
इत्यसत्परिणामानुविद्धो बोधो न सुन्दरः । तत्सङ्गादेव नियमाद्विषसम्पृक्तकात्रवत् ॥ ७७ ॥ ભવાભિનાંદી જીવોનો બોધ સ્વરૂપથી જ ખરાબ -
ભવાભિનંદીનો બોધ અસત્ કહ્યો તેનું કારણ એ છે કે એના બોધમાં અર્થકામની દૃષ્ટિ, માન-સન્માનની દૃષ્ટિ વણાયેલી છે એટલે કોઈ પણ વસ્તુના લાભ નુકસાનને તે ભૌતિક દ્રષ્ટિએ જ જુએ છે. અધ્યાત્મ દ્રષ્ટિ તેની પાસે નથી.
ગામ બહાર રહેલ એક હૃષ્ટપુષ્ટ ગાયને જોઈને ચમાર વિચારે છે કે અહો ! આ ગાયનું ચામડું કેટલું સુંદર છે ? કસાઈ વિચારે છે કે આ ગાય લોહી અને માંસથી પુષ્ટ છે, જો તે મરી જાય તો ઘણું માંસ મળે તેમ છે. બ્રાહ્મણ વિચારે છે કે આ ગાય તો પવિત્ર છે તેમાં કરોડો દેવોનો વાસ છે માટે ગાય તો માતા છે, પૂજ્ય છે.
જ્યારે સાધક આત્મા વિચારે છે કે આ ગાયના દેહમાં રહેલો આત્મા એ તો પરમાત્મા તુલ્ય છે. વસ્તુ એકની એક હોવા છતાં માણસની દૃષ્ટિ બદલાય છે ત્યારે બોધ પણ જુદો જુદો થાય છે. ભવમાં જ સુખની બુદ્ધિ એ અસત પરિણામ છે. એના પાયા ઉપર એ જે કાંઈ બીજું જાણે છે, બોલે છે. કહે છે તે બધામાં અંદરની અસત પરિણતિ રમતી હોવાના કારણે સઘળો બોધ અસત્ પરિણતિથી અનુવિદ્ધ થાય છે.
સર્વજ્ઞ પરમાત્માએ કહેલા જીવાદિ નવતત્ત્વો, છ દ્રવ્યો, સ્યાદ્વાદ, ૧૪ રાજલોક આ બધા તત્ત્વોનો અપલાપ કરવો અને પોતાની મનઘડંત વિચારણાઓ રજૂ કરવી તે અસત્ પરિણતિ છે. ઇરાદાપૂર્વક સત્ય વસ્તુનો અપલાપ કરનાર આત્મા પોતાની પરિણતિને બગાડે છે. પરિણતિમાં અહંકાર, મમત્વ, કદાગ્રહ, દ્વેષ, માત્સર્ય વગેરેને પેદા કરે છે.
ચાર્વાક પરલોકને માનતો નથી અને તેના કારણે ત્યાગ, તપ, સંયમ આ બધાને ઉડાવે છે પણ જ્યારે જીવને મૃત્યુ આવીને ઉભું રહે છે. ત્યારે એની એ માન્યતા એને ખોટી અનુભવાય છે અને એને લાગે છે કે મારે આ બધું છોડીને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org