________________
૩૪૦
ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ રહે છે તેથી ચોથું ગુણસ્થાનક અવિરતિ સમ્યગ્ર દૃષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. અવિરતિના એ સંબંધોને કાપી નાંખવાથી એટલે વિરતિમાં આવવાથી આગળનો વિકાસ થાય છે.
અવિરતિ ગયા બાદ પણ વિચારો - વિકલ્પો - કષાયો ઊભા રહે છે. સાધક નિર્વિકલ્પ બનતાં એ વિકલ્પો જાય છે. બારમે ગુણસ્થાનકે નિર્વિકલ્પતા આવે છે જે ક્ષીણમોહ ગુણસ્થાનક છે ત્યાં મોહનો સર્વથા નાશ હોય છે.
મોહના કારણે જ જીવ સંસારમાં બંધાયો છે. અદ્વૈત સ્વરૂપી આત્મા દ્વૈત બન્યો છે. અદ્વૈતને ઢંતમાં રહેવું પડે છે એ જ કલંકરૂપ છે. વૈરાગ્ય વગર આત્મામાં નિષ્કામ પ્રેમ ટકી શકતો નથી. પ્રેમ એટલે “હું મટીને તું થવું” અને પછી “હું અને તું મટીને તે થવું.”
પુગલ દ્રશ્ય છે. આત્મસ્વરૂપ દ્રશ્ય નથી. જે દ્રશ્ય નથી તે કહેવા જેવી ચીજ નથી. લુપ્ત અને ગુપ્ત રાખવા જેવી ચીજ છે. અનુભવવા જેવી ચીજ છે. આત્માના આનંદનું વદન હોય - પ્રદર્શન ન હોય.
આ દૃષ્ટિમાં આત્મા બહારથી મોન અને અંદરથી શાંત થયેલો છે. પોતે અંદરમાં જે આનંદ વેદી રહ્યો છે તે બહાર કોઈને કહેવાને ઇચ્છતો નથી. જગતના જીવો ઉપર સતત મોહની અસર ચાલુ છે. જ્યારે આ આત્મા મોહની અસરથી અલિપ્ત છે તેથી તેની આંતરિક અવસ્થા જગત સમજી શકે તેમ નથી. વિલ્પનું બળ તૂટી જતાં અંદરથી શાંતરસ વેદાય છે જે જીવને બહાર- પુદ્ગલમાં જવા દેતો નથી. આત્માનું સ્વરૂપવેદન ન અનુભવ્યું હોય ત્યાં સુધી જ દેહવેદન સુખરૂપ લાગે છે. સ્વરૂપવેદન અનુભવ્યા પછી દેહવેદન સુખરૂપ હોય તોય દુ:ખરૂપ લાગે છે, બોજા રૂપ લાગે છે. આ દ્રષ્ટિમાં આ સ્થિતિ અનુભવાય છે.
अस्यां तु धर्ममाहात्म्यात् समाचार विशुद्धितः । प्रियो भवति भूतानां धर्मैकाग्रमना स्तथा ॥ १६३ ॥
આ દૃષ્ટિમાં ધર્મના માહાભ્યથી આચારની વિશુદ્ધિ થવાને કારણે સઘળા પ્રાણીઓને પ્રિય બને છે તથા ધર્મને વિશે એકાગ્રચિત્ત હોય છે. સંસારની ક્રિયા કરવા છતાં ચિત્ત ચોગમાર્ગમાં - ઉદાસીન ભાવમાંજ હોય છે.
આત્મા જ્યારે પુદ્ગલ ભાવને છોડીને આત્મભાવમાં સંપૂર્ણપણે લય પામે છે અને પછી તેમાંથી કયારે પણ બહાર આવતો નથી ત્યારે તે પરમાત્મા બને છે. વીતરાગ સર્વજ્ઞ બને છે. તેમના દ્વારા બતાવેલો ધર્મ તે શુદ્ધ આત્માનો ધર્મ છે તેનાથી અન્ય તે કર્મ છે. જે કર્મને કાપે તે ધર્મ છે. આ દ્રષ્ટિમાં આવા ધર્મના બળે આચારની વિશુદ્ધિ વધવાથી મન, વચન અને કાયા ત્રણે વિશુદ્ધ બનેલા હોય છે. ત્રણયોગની વિશુદ્ધિથી જે પ્રવૃત્તિ થાય છે તે લોકોપકારક હોય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org