________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૨૬૩ પણ સ્વરૂપવાન છે. આ સચ્ચિદાનંદમય સ્વરૂપ ભૌતિક સુખમાં ઇષ્ટત્વની બુદ્ધિથી અવરાયું છે. ભૌતિક સુખમાં સુખબુદ્ધિ એ દુઃખ, પાપ, દોષ અને વિભાવની જનેતા હોવાથી ત્યાજ્ય છે. અને કર્મોદયથી મળતું દુઃખ જો સમતાથી સહન કરવામાં આવે તો કર્મક્ષયનું સાધન બનતું હોવાથી અનિષ્ટ પણ નથી. માટે જ શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે “હે મહાન
સાધકનું સ્વરૂપ મોક્ષપુરુષાર્થને પ્રાપ્ત કરનાર સાધક કેવો હોય તે વિષયમાં સાત્વિક ચિંતનનો રસથાળ પીરસતા કાંતિલાલ કાલાણી લખે છે કે -
સાધક એટલે કોઈ એક નિશ્ચિત લક્ષ્ય ઉપર પોતાની સમગ્ર ચેતના કેન્દ્રિત કરનાર વ્યક્તિ, સાધનાની અવસ્થા એ પ્રયોગની અવસ્થા છે. સિદ્ધિની અવસ્થા નથી. સત્યની ખોજની અવસ્થા છે. એમાં સાધક મુક્ત મને કોઈપણ પૂર્વગ્રહો વિના આત્મસંશોધન કરે છે ત્યારે તે અંતર્રાષ્ટા બની જાય છે. તે કોઈપણ તર્ક-વિતર્ક કરતો નથી કે નથી કોઈની સાથે વાદ-વિવાદ કરતો. બંને આંખને છેડે તેણે દાબડા રાખ્યા છે તેથી ડાબી કે જમણી બાજુ જોયા વિના લક્ષ્ય તરફ જ સીધી ગતિ થાય. તર્ક વિતર્કમાં ઉતરવાથી સાધનાની તીવ્રતા મંદ પડી જાય છે. માટે સાધક મૌન થવાનું પસંદ કરે છે.
(૧) સાધનામાં તર્ક-વિતર્ક કે વાદ-વિવાદનું અવલંબન ઈષ્ટ નથી એનાથી સાધનાની ધાર બુટ્ટી થઈ જાય છે.
(૨) વાદ-વિવાદમાં જય થાય તો અહંકારની સંભાવના છે. પરાજ્ય થાય તો સંશય પેદા થાય છે. સાધકને માટે સંશય અને અહંકાર બંને ખતરનાક છે.
કોલકુમારી પાર્વતી શંકરને પતિ તરીકે મેળવવાના દઢ સંકલ્પ સાથે હિમાલયમાં સાધના કરે છે. શંકરે પરીક્ષા કરવા એની પાસે સાત વ્યષિઓને મોકલ્યા. તેઓ પાર્વતીને પ્રસ્નો પૂછવાની તૈયારી કરે છે ત્યારે બષિઓની મર્યાદા જાળવીને તે સ્પષ્ટ કહી દે છે કે, “હું મારી બધી મર્યાદા જાણું છું. પંખી પાંખ વગર ન ઉડી શકે તે સમજુ છું. આવા સંકલ્પમાં મારો અવિવેક છે તે જાણું છું છતાં મારા મનમાં એક બાબત સ્પષ્ટ છે કે હું હંમેશા શિવજીને જ પતિ તરીકે પામવા ચાહું છું એટલે આ બાબતમાં હું કશું જ સાંભળવા તૈયાર નથી.”
હું આ કરીશ, અવશ્ય કરીશ, કરીને જ રહીશ એવા દ્રઢ સંકલ્પની ઉપસ્થિતિમાં ઈષ્ટસિદ્ધિ આસાન બની જાય છે. વ્યક્તિ પોતે જેવી બનવા ઇચ્છે છે અથવા જે કંઈ કરવા ધારે તેને અનુરૂપ દઢ નિર્ણય તેણે કરવો જોઈએ. આનો અર્થ એ છે કે પોતાની દિશા અને દેવતનો તેને ખ્યાલ હોવો જોઈએ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org