________________
-
४४४
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ પ્રવૃત્ત થવા વડે કરીને તેના અત્યંત અર્થી હોય છે. યોગમાર્ગમાં તેઓની પ્રવૃત્તિ સતત ચાલુ હોવાથી તેમના આત્મામાં સંવેગ, નિર્વેદ, ઉપશમાદિ ભાવોની નિરંતર વૃદ્ધિ થતી હોય છે. અને તેથી તેઓ આગળ જઈને સ્વૈર્યયમ અને સિદ્ધિયમને પામવાની યોગ્યતા ધરાવનારા હોય છે.
જે કારણથી સ્વૈર્યયમ અને સિદ્ધિયમના અર્થી છે તેથી જ કરીને તે બે યમને લગતા શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, વિજ્ઞાન, ઉહ, અપોહ, તત્ત્વાભિનિવેશ આ બુદ્ધિના આઠ ગુણથી યુક્ત હોય છે અર્થાત્ ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમથી ઉપરના ચમને પામવા માટે તેઓના અંતરમાં તત્ત્વ શ્રવણની તીવ્ર ઇચ્છા વર્તે છે.શુશ્રષાને અનુરૂપ શ્રવણ કરે છે. શ્રવણ પછી તેના અર્થનું ગ્રહણ કરે છે જે ગ્રહણ કર્યું છે તેનું અવધારણ કરે છે. તેને બરાબર હદયમાં ધારી રાખે છે. ધારણા પછીથી તેના સંસ્કાર પડવાથી બોધ વિશિષ્ટ બને છે તે વિજ્ઞાન છે. ત્યારબાદ અન્વય, વ્યતિરેકથી પદાર્થનો નિર્ણય કરે છે તેથી તત્ત્વનો દૃઢ નિશ્ચય થાય છે તે તત્વ અભિનિવેશ છે. આમ પ્રવૃત્તચક્રયોગીઓ છેલ્લા બે યમના અર્થી હોવાથી તેના હેતુભૂત શુશ્રુષાદિ ગુણોમાં પ્રવર્તનારા હોય છે.
आद्यावञ्चकयोगाप्त्या तदन्यद्वयलाभिनः । एतेऽधिकारिणो योगप्रयोगस्येति तद्विदः ॥ २१३ ॥
આધ અવંચકયોગની પ્રાપ્તિથી તેનાથી અન્ય બે અવંચકના લાભને તેઓ પામનારા હોય છે તેઓ આ યોગ પ્રયોગના અધિકારીઓ છે એમ યોગના જાણકારો કહે છે.
પ્રવૃત્તચક્રયોગીને યોગાવંચકપણું પ્રાપ્ત થયેલું છે અને તેનાથી અન્ય ક્રિયાવંચકપણું અને ફ્લાવંચકપણું તેના લાભને તેઓ પામનારા છે કારણ કે આધ અવંચકયોગની પ્રાપ્તિથી તે આત્મામાં એવી અવંધ્ય યોગ્યતા ઊભી થયેલી છે કે જેના કારણે તેઓ બાકીના બે અવંચકયોગને પામીને રહે,
પ્રવૃત્તચક્રયોગીને ચારેત્રનો પરિણામ હોવા છતાં તે પરિણામ નિરતિચાર નથી બન્યો તેથી આદ્ય કક્ષાનું ક્રિયાવંચકપણું આવ્યું હોવા છતાં હજુ સંપૂર્ણ ક્રિયાવંચકપણું આવ્યું નથી. તે તો નિરતિચાર ચારિત્રની સ્પર્શનાથી જ આવે માટે ગ્રંથકાર તેઓને માટે ક્રિયાવંચકપણું પામનારા છે એમ કહે છે, ક્રિયા કરતા કરતા ક્રિયાના પરિણામ સ્પર્શે ત્યારે ક્રિયાવંચકપણે પ્રાપ્ત થાય છે.
આ પ્રવૃત્તચક્રયોગી પ્રસ્તુત યોગનો ગ્રંથ યોગદૃષ્ટિ સમુચ્ચના અભ્યાસને માટે યોગ્ય છે કારણ કે તેના અભ્યાસથી તેઓ ઉત્તરોત્તરની ભૂમિકાને સ્પર્શીને ઠેઠ કેવલજ્ઞાન સુધી પહોંચી શકે છે એમ ચોગના જાણકારો કહે છે. યોગના દ્વારા જેઓએ ઘાતકર્મો ખપાવી કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું છે તેઓ નિષ્પન્નયોગી છે. અર્થાત્ યોગનું પ્રાપ્ત કરી લીધું છે તેથી તેઓને માટે તેમજ ગોત્રયોગીઓને માટે પ્રસ્તુત ગ્રંથ ઉપયોગી નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org