________________
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩
૪૪૫
જેમ તીર્થંકર પરમાત્માઓ ઘાતીકર્મના ક્ષયથી કેવલ જ્ઞાનને પામે છે તેથી તેઓ નિષ્પન્નયોગી કહેવાય. તેમના શિષ્ય ગૌતમમહારાજા પ્રવૃત્તચક્રયોગી કહેવાય તેમના માર્ગમાં શ્રદ્ધાપૂર્વક પ્રવર્તનારા જીવો કે જેઓને હજુ ક્રિયાને અનુરૂપ પરિણામ સ્પર્થા નથી તે બધા પ્રાયઃ કુલયોગી કહેવાય. અને મણ જેવા જીવો એ ગોત્રયોગી કહેવાય.
-
યમાદિનું સ્વરૂપ કહે છે इहाहिंसादयः पञ्च सुप्रसिद्धा यमाः सताम् । अपरिग्रहपर्यन्तास्तथेच्छादि चतुर्विधाः ॥ २१४॥
સર્વ દર્શનોમાં સાધારણ હોવાથી અહિંસાથી માંડીને અપરિગ્રહ સુધીના પાંચ યમ મુનીઓને હોય છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ પાંચ યમ છે. એ પ્રમાણે પાતંજલ યોગદર્શનમાં કહ્યું છે તથા તે પ્રત્યેક યમ ઇચ્છાદિના ભેદથી ચાર પ્રકારે હોય છે. ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, ધૈર્યયમ, સિદ્ધિયમ. યોગદર્શન જેને યમ કહે છે, તેને જ જૈનો વ્રત કહે છે, બૌદ્ધો શીલ કહે છે. તેમાં શબ્દભેદ હોવા છતાં અર્થભેદ નથી.
આના જ વિશેષ લક્ષણોને કહે છે - तद्वत्कथाप्रीतियुता तथा विपरिणामिनी ।
यमेष्विच्छाऽवसेयेह प्रथमो यम एव तु ॥ २१५ ॥
ઇચ્છાયમ
યમવંતની કથામાં પ્રીતિયુક્ત, તથા અવિપરિણામીની એવી જે યમમાં ઇચ્છા તે અહીં યમ ચક્રમાં પ્રથમ યમ ઇચ્છાયમ જાણવા યોગ્ય છે.
.
યમને આચરનારા પુરુષોની કથાને સાંભળવામાં પ્રીતિ આવે છે. અને તદ્ભાવમાં સ્થિર રહેવા વડે કરીને તે વિપરીત પરિણમન પામનારી હોતી નથી આવી વિપરિણમન નહિ પામનારી, યમવાન પુરુષોની કથાને સાંભળવામાં પ્રીતિવાળી ઇચ્છા તે ઇચ્છાયમ છે.
પોતે યમનું પાલન ન કરતો હોવા છતાં જ્યારે જ્યારે અહિંસાદિ યમનું પાલન કરનારા મહાપુરુષોની કથા સાંભળવા મળે ત્યારે આનંદપૂર્વક સાંભળે છે. અખંડ એક ધારાએ સાંભળે છે. સાંભળતાં સાંભળતાં તે મહાપુરુષોએ કરેલા પરાક્રમને યાદ કરતા તેના રોમાંચ બધા ખડા થઈ જાય છે, તેની રોમરાજી વિકસ્વર થાય છે. જેમ કે માસ ખમણના પારણે ગોચરી ગયેલા ધર્મરૂચિ અણગારને દ્રૌપદીના જીવ નાગશ્રીએ કડવી તુંબડી પાત્રામાં વહોરાવી. ગુરુએ તેને ઝેરી જાણી ગામ બહાર પરઠવવા કહ્યું. મહાત્માએ ત્યાં પરઠવતા એક જ બિંદુ નીચે પડતા જીવના સંહાર જોયા. તેથી જીવદયાના પરિણામ વ્યાપક બનવાથી પોતે જ તે ઝેરી તુંબડી વાપરી ગયા. સમાધિપૂર્વક કાળ કરી સર્વાર્થસિદ્ધમાં ગયા. આવી કથાઓને સાંભળતા તે જીવ એકાગ્ર બની જાય છે તે મહાત્માઓએ કરેલ અદ્ભુત પરાક્રમને યાદ કરતા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org