________________
४४८
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ છે. નયસારને અટવીમાં મહાત્માના દર્શન થતા તેમજ બાષભદેવ ભગવાનના જીવ ધનાસાર્થવાહને આચાર્ય ધર્મઘોષસૂરિના સમાગમે અપૂર્વ આનંદ ઉમટ્યો હતો તે યોગાવંચકતા કહેવાય. અત્યાર સુધી મહાત્મા મળતા હતા. દર્શન થતું હતું પરંતુ અંદરમાં ગુણદર્શન થતું ન હતું. અંદરમાં આત્મ કલ્યાણની બુદ્ધિથી દર્શન થતું ન હતું. તેમના દર્શને આદર, બહુમાન પ્રગટતા ન હતા તેથી તે યોગ અવંચક બનતો ન હતો.
સમ્યક્ પ્રકારે ગુણોની ઓળખ કરવા પૂર્વકનો યોગ થાય તો મળેલો યોગ સફળ થયો ગણાય. એ જ યોગાચક્તા છે.
तेषामेव प्रणामादिक्रियानियम इत्यलम्। क्रियावञ्चक योगः स्यान्महापापक्षयोदयः ॥२२०॥
તે મહાત્માઓને પ્રણામાદિ ક્રિયાનો નિયમ એ ક્રિયાવંચક યોગ છે. તે ઘોર મહાપાપનો ક્ષય કરનાર છે.
તે સંત - મહાત્માઓને કરાતી વંદન - નમસ્કાર ક્રિયા એ મહાપાપનો અર્થાત બાંધેલા નીચગોત્રનો નાશ કરનાર છે. મહાત્મા મળ્યા, ગુણોની ઓળખ થઈ, પછી તેમને વંદન કેવી રીતે કરાય ?
કૃષ્ણ મહારાજાએ કેવી રીતે વંદન કર્યું? નેમીનાથ પ્રભુ પધાર્યા. કૃષ્ણ મહારાજા વંદન કરવા ગયા. અઢાર હજાર મુનિઓને અહોભાવપૂર્વક, ગુણની ઓળખપૂર્વક વંદન કર્યું. ક્યાં હું અવિરતિધર અને ક્યાં આ મહાત્માઓ ?
કયાં હું મહારંભી અને ક્યાં આ મહાત્યાગી? આવા ઉછળતા ભાવે વંદન કર્યું. વંદન કર્યા પછી ભગવાનને કહે છે પ્રભુ હું થાકી ગયો ત્યારે નેમિનાથ પ્રભુ કહે છે તમે થાક ઉતારી નાંખ્યો. સાત નારકીમાંથી ચાર નારકીના દુ:ખ નિવારી દીધા. કૃષ્ણમહારાજાએ વંદનક્રિયાને ક્રિયાવંચક યોગ બનાવ્યો. આવી ક્રિયા આત્મા. ઉપર કાંઈને કાંઈ મૂકીને જાય છે. આત્માના અશુભકર્મના બંધને તોડી નાંખે છે.
फलावञ्चकयोगस्तु सद्भय एव नियोगतः । सानुबन्धफलावाप्तिधर्मसिद्धौ सतां मता ॥ २२१ ॥
આજ મહાત્માઓના યોગથી સાનુબંધ ળની પ્રાપ્તિ જે યોગ વડે થાય છે તે ફ્લાવંચકયોગ ધર્મની સિદ્ધિના વિષયમાં સંતોને માન્ય છે.
ફ્લાવંચક યોગ એ ત્રણે યોગોમાં ચરમ અને શ્રેષ્ઠ યોગ છે. તે મહાત્માઓના યોગથી તેમના ઉપદેશાદિ વડે દેશવિરતિ, સર્વવિરતિ, નિરતિયાર વિશુદ્ધ કોટિનું સંયમ, ક્ષપકશ્રેણી રૂપ ઉત્તરોત્તર વિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. સાનુબંધ ફ્લની પ્રાપ્તિ એટલે ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ કરાવી છેલ્લે ક્ષાયિકભાવના ગુણોની પ્રાપ્તિ કરાવીને રહે. સંતપુરુષનો આશ્રય કર્યા વિના સઘળા યોગ સાધન નિળ ગયા છે. આત્મ વંચક બન્યા છે માટે જ્ઞાનીઓ સત્વરુપના અવલંબને ઉત્તરોત્તર ધર્મની વૃદ્ધિ બતાવી રહ્યા છે. અનાદિકાળના માનાદિ શત્રુઓ પોતાની ઇચ્છા મુજબ ચાલતા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org