Book Title: Yogadraushtina Ajwala Part 3
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 476
________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ४४७ જેમ દોરડા પર નાચનારાઓને અભ્યાસકાલમાં તેના ઉપરથી પડવાનો ભય-ચિંતા રહે છે પણ અભ્યાસનો પરિપાક થતા તે સહેલાઈથી ભય વિના નાચે છે તેમ અહિંયાં પણ જાણવું. परार्थसाधकं त्वेतत्सिद्धिः शुद्धान्तरात्मनः । अचिन्त्यशक्तियोगेन चतुर्थो यम एव तु ॥ २१८ ॥ સિદ્ધિયમાં પરોપકારને સાધનારું આ યમ પાલન અચિંત્ય શક્તિના યોગથી શુદ્ધ એવા અંતરાત્માની સિદ્ધિ છે તે જ સિદ્ધિ નામનો ચોથો યમ છે. અહિંસાદિયમનું પાલન ઉત્તરોત્તર શુદ્ધિને પામતા જ્યારે પરાકાષ્ઠાનું બને છે ત્યારે તે સહજ સ્વભાવે પરમાર્થને સાધનારું હોય છે. શુદ્ધિ વધતાં આત્મામાં એવો અચિંત્ય શક્તિ યોગ પ્રગટે છે કે તેના સંનિધાનમાં આવનારા જીવોનો વૈરત્યાગ થઈ જાય છે. ગમે તેવા જાતિવરવાળા પ્રાણીઓ પણ તેની નજીકમાં આવતા વેરને ભૂલી જાય છે. અહિંસાદિ યમ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે સર્વ પ્રાણી સૃષ્ટિ પ્રત્યે આત્મીયતા વર્તે છે. સઘળા જીવો પ્રત્યે મૈત્રી - પ્રેમ - વાત્સલ્ય - કરૂણા - હિતચિંતાના ભાવો વર્તે છે. તેનાથી તેના શરીરના પુલ પરમાણુઓ પણ એટલા ભાવિત થયેલા હોય છે કે જે તે વાતાવરણમાં આવે તે બધા જ તેટલા કાળ પૂરતા અહિંસક પરિણામવાળા બની જાય છે. સમરાદિત્ય ચરિત્રમાં ચોથા ભાવમાં આવે છે કે રાજા શિકાર કરવા માટે નીકળ્યો ત્યારે ઉધાનમાં વૃક્ષની નીચે ધ્યાનસ્થ મહાત્માને જોયા. રાજાએ અપશુકન માની મુનિને ઉપદ્રવ કરવા શિકારી કૂતરાઓ છોડ્યા પણ જ્યાં તે કૂતરાઓ મુનિની નજીકમાં આવ્યા ત્યાં જ મહાત્માના તપના પ્રભાવથી તેમને પ્રદક્ષિણા આપીને મસ્તક નમાવી, નમસ્કાર કરી બેસી ગયા- આ બતાવે છે કે મહાત્માએ અહિંસાયોગ સિદ્ધ કરેલો હતો. અવંચક યોગ હવે અવંચક યોગના સ્વરૂપને કહે છે. सद्भिः कल्याणसम्पन्नैर्दर्शनादपि पावनैः । तथादर्शनतो योग आद्यावञ्चक उच्यते ॥ २१९ ॥ લ્યાણને પામેલા અને દૃષ્ટિ વડે પવિત્ર કરનાર એવા સંત પુરુષો સાથે તેવા પ્રકારના દર્શન દ્વારા સંબંધ કરવો તે પ્રથમ યોગાવંચકપણું છે. જેમણે પોતે આત્મકલ્યાણને સાધી લીધું છે અને વળી જગતને પોતાની દ્રષ્ટિ વડે પવિત્ર કરે છે એવા પુણ્યશાળી પુરુષ સાથેનો સંબંધ થવો, એનામાં રહેલા ગુણોનો ખ્યાલ કરી તેમની પ્રત્યે આદર, બહુમાન, અહોભાવ થવો, હૃદય પુલક્તિ થવું, જગતમાં કોઈ અપૂર્વ ચીજ મળી છે એવો અનુભવ થવો તે આધ ચોગાવંચકતા - - Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482