Book Title: Yogadraushtina Ajwala Part 3
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 478
________________ યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ ૪૪૯ લાખો – કરોડો વર્ષની સાધના પછી પણ નાશ પામતા નથી જ્યારે ગુરુના શરણે માન મૂકીને જતા સાધકને અંતર્મુહૂર્તમાં તે નાશ પામે છે. સઘળા કલ્યાણની પરંપરાનું મૂળ સદ્ગુરુ છે માટે તેના આશ્રયે જ જીવ મોક્ષ સાધી શકે છે. બીજી રીતે નહિ. તે બતાવવા ગ્રંથકાર “સદ્ગુરુના યોગથી’ એમ શબ્દ પ્રયોગ કરી રહ્યા છે. સદ્ગુરુના યોગને પામીને યોગાવંચક થવાય છે. ધર્મનું આરાધન કરીને ક્રિયાવંચક થવાય છે અને છેવટે ક્ષપકશ્રેણી પામીને ફ્લાવંચક થવાય છે. આ ત્રણે યોગ થવામાં જિનેશ્વર પ્રભુ પ્રેરક નિમિત્તકારણ બને છે. પ્રભુના અનુગ્રહ વિના જીવ આગળ વધી શકતો નથી. कलादियोगिनामस्मान्मत्तोऽपि जडधीमताम्। श्रवणात्पक्षपातादेरुपकारोऽस्ति लेशतः ॥ २२२ ॥ મારાથી પણ જડબુદ્ધિવાળા એવા કુલાદિ યોગીઓને આ ગ્રંથના શ્રવણથી પક્ષપાત જાગવાથી લેશમાત્ર તેમને થતો ઉપકાર એ ગ્રંથરચનાનું પ્રયોજન છે. મારાથી પણ જડબુદ્ધિવાળા એવા કુલયોગી. પ્રવૃત્તચયોગીને આ ગ્રંથનું ગુરુ મુખે વિનયપૂર્વક શ્રવણ કરવાથી યોગદૃષ્ટિમાં પક્ષપાત - શુભેચ્છા જાગશે અને તેથી સમ્યકત્વ રૂપ બીજની પુષ્ટિ થવા વડે કરીને તેમને થોડો પણ ઉપકાર થશે એ આ ગ્રંથ બનાવવાનું પ્રયોજન છે. સત્ શાસ્ત્રના શ્રવણથી ગુણગ્રાહી મહાત્માઓ પ્રત્યે તેમને પ્રમોદભાવ, ભક્તિ, પક્ષપાત, શુભેચ્છા ઉત્પન્ન થશે. યોગમાર્ગનું તેમને યથાર્થ જ્ઞાન થશે. તેનાથી તેમને પ્રાપ્ત સમ્યક્ત્વરૂપ યોગબીજ પુષ્ટ થશે, જેમાંથી સદ્યોગસાધન રૂપ અંકુરા દ્શે અને યોગસિદ્ધિ રૂપ વૃક્ષ ફ્લીફાલીને મોક્ષરૂપ ળને આપશે. બીજાને લેશથી ઉપકાર થશે એ બતાવવા દ્વારા બીજાને થતા લેશથી ઉપકારનું ગૌણ પણું બતાવ્યું છે અને મુખ્ય તો મેં આત્માની સ્મૃતિને માટે જ આ ગ્રંથ બનાવ્યા છે તેમ તેમનું કહેવું છે. મારા આત્માનો ઉપકાર - મારા પોતાના આત્માર્થની સિદ્ધિ એ ગ્રંથ રચનાનું મુખ્ય પ્રયોજન છે. બીજા આત્માઓને યોગદૃષ્ટિમાં પક્ષપાત થાય તેનાથી પરોપકાર શું? તે કહે છે. तात्त्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया। अनयोऽन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥ २२३ ॥ તાત્ત્વિક પક્ષપાત અને ભાવ શૂન્ય ક્રિયા બે વચ્ચેનું અંતર સૂર્ય અને ખજુઆ જેટલું છે. તાત્ત્વિક પક્ષપાત સૂર્યની જેમ મહાન છે જ્યારે ભાવ વિનાની ક્રિયા એ તો તેની અપેક્ષાએ સામાન્ય છે. આવો તાત્ત્વિક પક્ષપાત યોગના ગ્રંથમાં ઉપજવાથી જીવનો મોક્ષ નિકટ આવી જાય છે જ્યારે ભાવ વિનાની ક્રિયાઓ એ કાંઈ જીવને સંસાર સાગર તરવા સમર્થ થતી નથી. દ્રવ્ય ક્રિયારુચિ જીવડારે, ભાવધર્મ રૂચિહીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન... ચંદ્રાનન જિન Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482