________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૪૫૧ પુણ્યશાળી જીવો ચિંતામણિરત્ન માટે પ્રયત્ન કરતા હોય છે કેમકે એની કિંમત સમજે છે કે ઇચ્છિત અર્થને આપવામાં એ સમર્થ છે. એ આવેથી દુઃખ, દારિદ્ર, અપયશ બધું ચાલ્યું જાય છે માટે તે જીવો તેને મેળવવા પ્રયત્ન કરે જ. તે માટે તેને પ્રાર્થના કરવાની જરૂર રહેતી નથી તેમ જે જીવો તત્ત્વશ્રવણની કિંમત સમજે છે, જેને ખબર છે કે સંસાર આખો અતત્ત્વ છે. ઇન્દ્રિયો, વિષયો, કષાયો, સ્વજન, કુટુંબ વગેરે અતત્ત્વ છે. તેની સામે તત્ત્વનો રંગ લાગે, તત્ત્વનો પક્ષપાત જાગે તો જ આ માનવભવ સરળ છે અન્યથા તો અતત્ત્વના રંગથી દુર્ગતિ નિશ્ચિત છે આવું સમજનાર આત્માઓને તત્ત્વશ્રવણ માટે પ્રાર્થના કરવી પડતી નથી એ તો વગર પ્રાર્થના કર્યો પણ શ્રવણ કરે છે. તત્ત્વ શ્રવણ કરતા એકાદ વસ્તુ પર પણ જો રૂચિ ઊભી થઈ ગઈ તો જીવને ઘણો લાભ થઈ જાય છે. શ્રવણ પછી મનન અને ચિંતન જોઈએ. તત્ત્વ ઘૂંટાવું જોઈએ તો જ ક્ષયોપશમ જાગે તો જ તત્ત્વ પક્ષપાત ઊભો થાય.
नैतद्विदस्त्वयोग्येभ्यो ददत्येनं तथापि तु । हरिभद्र इदं प्राह नैतेभ्यो देय आदरात् ॥ २२६ ॥
યોગને જાણનારા આચાર્યો અયોગ્યને આ યોગદૃષ્ટિ સમુચ્ચયગ્રંથ આપતા નથી તો પણ હરિભદ્રસૂરિ મહારાજ આદર પૂર્વક - નમ્રવચન પૂર્વક કહે છે કે આ ગ્રંથ અયોગ્યને આપવા યોગ્ય નથી.
આગળના શ્લોકમાં યોગ્ય એવા કુલયોગી વગેરે ને આ ગ્રંથ ઉપકારક થશે અને તેઓ શ્રવણને માટે પ્રાર્થનીય નથી કારણ કે તેઓ સ્વરસથી જ તેમાં પ્રવૃત્તિ કરતા હોય છે એમ કહ્યું તો પછી પ્રશ્ન થાય કે કુલયોગી, પ્રવૃત્તચક્રયોગી સિવાયના બીજાને તમે કેમ ટાળૉ છો ? તેમને શ્રવણ માટે પ્રેરણા કેમ કરતા નથી ? તેનો જવાબ આપતા કહે છે કે યોગાચાર્યો અપાત્રોને આ ગ્રંથ આપવાની સ્પષ્ટ ના પાડે છે. ઘસીને ના પાડે છે તો પણ હરિભરિ મહારાજ તો માર્કવતાથી સમજાવટભરી રીતે, એઓને ખોટું ન લાગે તે રીતે વિવેકભરી મીઠાશથી કહે છે કે તેઓને આ ગ્રંથ આપવા યોગ્ય નથી.
જે જીવો જે વસ્તુને પચાવવા, પરિણમાવવા સમર્થ નથી. ઉપરથી જેને વિપરીત પરિણમન થાય તેમ છે તેવા અપાત્ર, અયોગ્ય અને અનધિકારી જીવોને તે વસ્તુ આપવાથી શું લાભ ? અર્થાત્ લાભ તો લેશ માત્ર થતો નથી પણ તેમની મિથ્યા બુદ્ધિને કારણે નુકસાન થાય તેમ છે માટે તેઓની પ્રત્યે હૃદયમાં કરૂણા હોવાથી તેમને તેઓ આપવાની ના પાડે છે.
અયોગ્યને આપવાની કેમ ના પાડે છે તે કહે છે अवज्ञेह कृताल्पापि. यदनाय जायते ।। अतस्तत्परिहारार्थ न पुनर्भाव दोषतः ॥ २२७॥
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org