________________
૪૪૬
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ-૩ હું પોતે પણ આવી અહિંસાને ક્યારે પાળીશ ?' આવી ભાવના તેના હૃદયમાં જાગે છે આવી જે હૃદયપૂર્વકની અહિંસાદિને પામવાની ઇચ્છા તે ઇરછાયમ છે. આવી જ ઇચ્છા થવી તે યોગ માર્ગમાં પ્રવેશ કરવા માટેનું દ્વાર બની જાય છે કારણ કે અનાદિકાળથી સંસારમાં ભટકતા જીવને આવી હદયસ્પર્શી ઇચ્છા ક્યારે પણ થઈ નથી. અભવ્યાદિ જીવોને આવી ઇચ્છા થતી નથી તેથી તેઓ ઇચ્છાયમ પામતા નથી મોક્ષમાર્ગની બહાર જ તેઓ સદાને માટે રહે છે.
सर्वत्र शमसारं तु यमपालनमेव यत् । प्रवृत्तिरिह विज्ञेया द्वितीयो यम एव तत् ॥ २१६ ॥
પ્રવૃત્તિમાં સર્વત્ર ઉપશમની પ્રધાનતાપૂર્વક અહિંસાદિ યમનું પાલન કરવું તે પ્રવૃત્તિ નામનો દ્વિતીય યમ છે. પ્રવૃત્તિ ચમમાં અહિંસાદિનું પાલન કરતા આત્મા અંદરમાં ઠરેલો હોય છે. સંસારના ઉકળાટ શમી ગયા હોય છે. આવી શાંત અવસ્થા ત્યારે જ આવે કે અસત ઇચ્છાઓના આવેશ નીકળી ગયા હોય. અસત ઇરછાઓ ચિત્ત વૃત્તિને ડહોળી નાંખે છે. જ્યાં સુધી એ ચીજ મળે નહિ ત્યાં સુધી ચિત્તમાં એક પ્રકારનો સંતાપ વર્તતો હોય છે. તે પ્રવૃત્તિ કરવા છતાં પ્રવૃત્તિયમને પામવા દેતી નથી જ્યારે પ્રસ્તુતમાં તો સંસારની ઇચ્છાઓ, માન, સન્માન, ખ્યાતિ, પ્રતિષ્ઠા, નામનાદિની ઇરછાઓ નીકળી ગયેલી હોય છે. તેથી જે અહિંસાદિની પ્રવૃત્તિ કરે છે. તે આત્મ ભાવમાં આવીને કરે છે તેથી પ્રવૃત્તિ યમ હોય છે. આ મહાત્માઓને પાપના ઉદયે દુખ આવે, લોકો દુર્જન બનીને ત્રાસ આપે ત્યારે પણ શાંતભાવે તેઓ સહન કરતા હોય છે તેથી અનુકૂળ કે પ્રતિકૂળ કોઈપણ સંયોગોમાં તેમની અહિંસાદિની પ્રવૃત્તિ ઉપશમપૂર્વકની જ હોય છે. કષાયાવિષ્ટ બનીને તેઓ કશું જ કરતા નથી માટે પ્રવૃત્તિ યમ તેઓને ઘટે છે અહિંયા અતિચાર લાગવાની સંભાવના હોય છે.
विपक्षचिन्तारहितं यमपालनमेव यत् ।
तत्स्थैर्यमिह विज्ञेयं तृतीयो यम एव हि ॥ २१७ ॥ સ્પેર્ચચમ -
ઉપશમભાવપૂર્વક અહિંસાદિયમનું પાલન કરતા જ્યારે અંદરથી જ્ઞાનાવરણીય, મોહનય કર્મનો ક્ષયોપશમ વધે છે ત્યારે અહિંસાદિના પાલનમાં સ્થિરતા આવે છે અર્થાત્ જે અહિંસાદિ યોગ જે રીતે પાલન કરવાનો હોય છે તે રીતે તેમાં તન્મય બનવાપૂર્વક અન્ય વિકલ્પોને છોડીને તે આરાધાય છે અને આવી સ્થિરતા જ્યારે આત્મસાત થાય છે ત્યારે તેમાં લાગતા દોષો, અતિચારોની સંભાવના વગેરેની ચિંતા, ભય નીકળી જાય છે આમ જે અહિંસાદિ યમના પાલનમાં વિપરીત પરિણામો, વિકલ્પો, અતિચારોની સંભાવના નીકળી ગયેલી હોય છે તે અહિંસાદિયમ એ ધૈર્યયમ નામનો તૃતીય યમ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org