________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૪૪૩
હોય છે. પણ કુલોગીમાં જે ચારિત્ર હોય છે તે અત્યંત નીચલી કક્ષાનું અને દોષબહુલ ચારિત્ર હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇચ્છાયમનું ચારિત્ર હોય છે. તેની અપેક્ષાએ પ્રવૃત્ત ચક્રયોગીનું ચારિત્ર અતિચારવાળું હોવા છતાં ઊંચી કક્ષાનું હોય છે કારણ કે તે લોકો પ્રવૃત્તિયમ સુધી પહોંચેલા હોય છે અને તેથી સર્વત્ર ઉપશમપૂર્વકની પ્રવૃત્તિ તેઓને હોય છે. જ્યારે અહિંયા તો પોતાને વિધિપૂર્વક સમ્યક્ ક્રિયા કરવાનો ઉલ્લાસ હોય છે પરંતુ તથાવિધ શક્તિના અભાવના કારણે પોતાના ઉલ્લાસથી યત્કિંચિત્ અભ્યાસરૂપ ક્રિયાઓને સેવે છે.
અથવા તો યતેન્દ્રિયાશ્ચારિત્રમાવેન નો અર્થ કુલ યોગીઓને ઇન્દ્રિયોનો સંયમ હોવાના કારણે સદાચારના પાલન રૂપ ચારિત્રનું અસ્તિત્વ હોય છે. प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयसमाश्रयाः ।
शेषद्वयार्थिनोऽत्यन्तं शुश्रुषादिगुणान्विताः ॥ २१२ ॥
પ્રવૃત્તચક્રયોગીઓ ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમનો આશ્રય કરનારા હોય છે તેમજ સ્વૈર્યયમ અને સિદ્ધિયમ એ બેના અત્યંત અર્થી હોય છે અને શુશ્રુષાદિ ગુણોથી યુક્ત હોય છે.
લયોગીનું સ્વરૂપ બતાવ્યા પછીથી હવે પ્રવૃત્તચક્રયોગીની વાત કરી રહ્યા છે. જેઓનું યોગચક્ર સારી રીતે અહિંસાદિયમના પાલનમાં પ્રવૃત્ત થયું છે તે પ્રવૃત્તચક્રયોગી છે. ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, ધૈર્યયમ અને સિદ્ધિયમ આ પ્રમાણેના યમના ચાર ભેદોમાંથી પહેલા બે ભેદ ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમ તેઓને હોય છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમને પાલન કરવાની ઇચ્છા તે ઇચ્છા યમ છે. જ્યારે અહિંસાદિ પાંચે યમો જીવને આત્મકલ્યાણની બુદ્ધિથી ગમે છે ત્યારે હૃદયથી તેના પાલન માટેની ઇચ્છા જાગે છે અને ત્યારે ઇચ્છાયમની પ્રાપ્તિ થાય છે. અભવ્યજીવ નિરતિચાર ચારિત્ર પાલનકાળમાં અહિંસાદિને પાળે છે પણ તેને આત્મકલ્યાણ કરવાની કોઈ ઇચ્છા જ નથી માટે તેને ત્યાં ઇચ્છાયમ વગેરે નથી.
પ્રવૃત્તચક્રયોગી તો યોગમાર્ગમાં પ્રવૃત્ત થયેલા છે અને તેથી તેઓ હૃદયથી અહિંસાદિને જ આત્મકલ્યાણના સાધન માને છે તેથી તેઓને અહિંસાદિ પ્રત્યે રૂચિ છે અને હિંસાદિ પ્રત્યે ઘૃણા છે તેઓને માત્ર અહિંસાદિ યમની રૂચિ જ છે એવું નથી. તેનું ‘પાલન પણ તેમને વર્તે છે અને પાલન અનુસાર તેના ફ્ળરૂપે આત્મામાં પરિણતિ પણ ઊભી થયેલી છે માટે તે આત્માઓને પ્રવૃત્તિમય પણ હોય છે. પ્રવૃત્તચક્ર યોગીઓ યોગ માર્ગમાં પ્રવૃત્ત થયેલા છે. ચારિત્રના પરિણામમાં વર્તે છે. અહિંસાદિથી વિપરીત હિંસાદિ પ્રત્યે જેમ જેમ ઘૃણાદિ વધતા જાય છે તેમ તેમ અહિંસાદિનું પાલન ઉચ્ચ-ઉચ્ચતર બનતું જાય છે અને તેથી આત્મામાં ચારિત્રના પરિમામની પણ વૃદ્ધિ થાય છે. આ આત્માઓ અહિંસાદિ યમમાં પ્રવૃત્ત થયેલા હોય છે પણ હજુ તેઓને તેમાં અતિચાર લાગવાની સંભાવના છે એટલે અતિચારની ચિંતાથી રહિત નથી માટે તેઓને ધૈર્યયમ અને સિદ્ધિયમ હોતા નથી, પરંતુ તેઓ તેના સમ્યગ્ ઉપાયમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org