________________
૪૪૨
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ -૩ રોગ મટાડી આરોગ્ય પ્રાપ્ત કરાવે તો તે જીવને નિરોગી બનાવનાર વૈદ્ય પ્રત્યે કેટલું બહુમાન, આનંદ પ્રગટે છે? તેમ અનાદિકાળથી મિથ્યાત્વ, અવિરતિના પાપથી - ભવરોગથી પીડાતા આત્માને ધવંતરી વૈધ સમાન પરમાત્માનો યોગ થાય કે સગુરુનો યોગ થાય, ભાવ ઔષધ સમાન દેશના મળે. પોતાની સ્થિતિ ઓળખાવે અને ગ્રંથિભેદ કરાવી સમ્યક્ત્વ પમાડે કે વિરતિ પ્રાપ્ત કરાવે તો તે આત્માને તે દેવ-ગુરુ પ્રત્યે કયો આનંદ ના આવે ? જન્માંધને દૃષ્ટિ આપનારથી પણ અધિક ઉપકાર કરનાર દેવ,ગુરુ છે. તે તો ભવોભવનું દારિદ્ર ડી નાંખે છે તેના ઉપર આત્માર્થી જીવને કેટલો પ્રેમ ઉભરાય-તે સમજી શકાય તેમ છે. થાળ -
સ્વભાવથી જ ક્લિષ્ટ પરિણતિ ન હોવાથી દયા - કરૂણાના પરિણામવાળા હોય છે. કોઈના પણ દુ:ખને ન જોઈ શકે તેવી તેમની પરિણતિ - હૃદય હોય છે. બીજાના દુ:ખે દુઃખી થનારા હોય છે. બીજાના દુઃખને પોતાનું માની તેને દૂર કરવામાં પ્રવર્તનારા હોય છે. વિનીત :
સ્વભાવથી જ તેઓ અભિમાનથી રહિત વિનીત સ્વભાવવાળા હોય છે. સંતપુરુષો પ્રત્યે ભક્તિવાળા હોય છે. તેઓના ચરણને સેવનારા હોય છે, તે આવે ત્યારે ઊભા થવું, આસન આપવું, તેમનો સત્કાર કરવો એ રૂપ વિનય ધર્મને આચરનારા છે. પૂર્વની આરાધનાના કારણે કુશલાનુબંધી ભવ્ય સ્વભાવવાળા હોવાથી તેઓ આ બધા ગુણોને ધારણ કરનારા હોય છે તેઓની આરાધના વિશેષ હોવાથી આગળ આગળ પણ તે આત્માઓ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરનારા હોય છે. સ્વભાવથી જ વિનીત હોવાના કારણે તેઓ બધાની સાથે પ્રેમપૂર્વક વર્તનારા હોય છે. બોધવંત:
તેઓની અનાદિકાલીન નિબીડ રાગદ્વેષની ગ્રંથિ ભેદાઈ ગઈ હોવાના કારણે સમ્યગ બોધવાળા હોય છે. તેઓનો ક્ષયોપશમ સ્વભાવથી જ માર્ગસ્થ હોય છે. વિકારીભાવો અને વિકારી પરિણામ રૂપે ન પ્રવર્તતા સહજ રીતે નિર્વિકાર પરિણામવાળા હોય છે. સ્વપરિણામ અને પરપરિણામનો ભેદ કરી સ્વપરિણામ પ્રત્યે રૂચિવાળા અને કષાયપરિણામ પ્રત્યે અરુચિવાળા હોય છે. જિતેન્દ્રિય :
ઇન્દ્રિયો ઉપર વિજય મેળવેલો હોવાથી સંયમી બનેલા હય છે. પોતે ઇન્દ્રિયોને આધીન થતા નથી પણ ઇન્દ્રિયોને વશ કરનારા હોય છે. ભાવ ચારિત્રને સ્પર્શનારા હોય છે. તેઓની સઘળી આચરણ સ્વરૂપ અભિમુખ હોય છે. જીવોને અભયદાના આપનારા હોય છે.
આ બધા લક્ષણો દ્વારા કુલયોગી કેવા હોય તેનું સ્વરૂપ બતાવ્યું. કુલ યોગી અપુનબંધક અવસ્થાથી માંડીને ઠેઠ ચારિત્રના પરિણામને અવસ્થા ભેદથી સ્પર્શનારા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org