________________
४४०
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ આત્મામાં પડેલા હતા તો તે સંસ્કારે ખીરના નિમિત્તને પામીને સુપાત્રદાનમાં કેવી ભક્તિ ઊભી કરી કે જેના પ્રભાવે મરીને સીધો શાલિભદ્ર થયો. મનુષ્યના ભવમાં દેવી ભોગોનો ભોક્તા થયો. મરીને દેવ થઈને દેવના ભોગોને ભોગવનારા તો બધા જ હોય પણ મનુષ્યના ભવમાં જન્મીને દેવી ભોગોને ભોગવનાર જગતમાં જો કોઈ પણ થયો હોય તો એક માત્ર શાલિભદ્ર. અને તે પણ કેવા ભોગોનો ? તો આજે ભોગવેલા વસ્ત્રો અને અલંકારો આવતી કાલે ખાળમાં નાખી દેવાના. જગતમાં આર્યાવર્તની ભૂમિ ઉપર ચક્રવર્તીઓએ સર્વ ત્યાગના માર્ગે મહાભિનિષ્ક્રમણ કરીને છ ખંડ, બત્રીસ હજાર રાજાઓની સેવા, એક લાખ બાણું હજારનું અંતઃપુર છોડ્યાના દૃષ્ટાંતો શાસ્ત્રોના પાને નોંધાયેલા જોવા મળે છે પણ કોઈપણ ચક્રવર્તીએ સંસારમાં રહીને આજના વાપરેલા અલંકારોને કાલે ખાળમાં નાંખ્યા હોય તેવું એક પણા દૃષ્ટાંત સાંભળવા મળતું નથી.
આ છે સારી સ્થાનમાં અને સારા કુળમાં જન્મ પામવાનો પ્રભાવ.. દ્રવ્યધર્મ તે યોગ સમારવા, વિષયાદિક પરિહાર, આતમશક્તિ હો સ્વભાવ સુધર્મનો સાધન હેતુ ઉદાર... શ્રીદેવચંદ્રજી
યોર્ગીકુલમાં જન્મેલા આત્માઓનું જીવન પોતાના કુલને લાંછન ન લાગે તેવું હોય છે. જેમ કુલપુત્ર તેમ જ કુલવધુ કુલીન હોવાના કારણે યથાયોગ્ય આચરણ કરે છેજેમકે પોતાના ઘરમાં રહેવું, પર ઘરે ન જવું, શીલ સાચવવું, ઉભટ વેષભૂષાનો ત્યાગ કરવો - તેમ યોગીકુલમાં જન્મેલા આત્માઓ કુળની મર્યાદાઓનો ભંગ કરનારા હોતા નથી માટે તેઓ દ્રવ્યથી કુલ યોગી છે અને તેઓ આગળ જઈને યોગી ધર્મને અનુસરનારા બની જાય છે.
જે આત્માઓ પૂર્વના પુણ્યની ખામીના કારણે યોગીકુળમાં જગ્યા નથી પરંતુ યોગીકુલના ધર્મને પોતાના જીવનમાં આચરનારા છે તે આત્માઓ ભાવથી કુલયોગી છે આવા આત્માઓ કુલયોગીના ધર્મને અનુસરવા દ્વારા એવું પુણ્ય ઉપાર્જન કરે છે કે જેના પ્રભાવે ભવાંતરે દ્રવ્ય-ભાવ ઊભચથી કુલયોગી બને છે તેમજ તેનાથી આગળ વધીને પ્રવૃત્તચક્રયોગીપણાને પણ પામે છે. - સામાન્ય કુળમાં જન્મ પામવા છતાં પણ યોગીઓના ધર્મને અનુસરે છે તે આત્મા પુણ્ય ઉપાર્જન કરે છે અને તેથી આગળ વધે છે. આ બંને કુલયોગીને છોડીને બીજા આત્માઓ કે જેઓ માત્ર આર્યદેશ - આર્યજાતિમાં જન્મેલા છે અને જેમના ગોત્રમાં વર્ષોના વર્ષો પૂર્વે બાપદાદાઓ યોગધર્મને આચરનારા હતા પણ હાલમાં તો તેમાંથી કશું જ નથી તેઓ ગોબયોગી કહેવાય છે. આ આત્માઓમાં યોગીકુલની કોઈ જ છાયા કે સંસ્કાર નથી. માત્ર પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ભોગવટો. મોજ-શોખ, વૈભવ ને મેળવવો એ જ તેમનું લક્ષ્ય છે. - તેઓ માટે આ યોગગ્રંથની રચના ઉપકારક બનતી નથી અર્થાત યોગગ્રંથોના અભ્યાસને માટે તે આત્માઓ અયોગ્ય છે, અપાત્ર છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org