________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૪૩૯ જે યોગીકુળમાં જન્મેલા છે તે કુલયોગી છે અને જે પ્રકૃતિથી યોગી કુળમાં જગ્યા નથી પણ યોગી ધર્મને અનુસરનારા છે તે કુલયોગી છે. આના સિવાયના બીજા ઉત્તમ ગોત્રવાળા હોવા છતાં પણ તે કુલયોગી નથી.
જે જન્મથી જ યોગકુળમાં જનમ્યા છે તેઓ દ્રવ્યથી કુલયોગી છે અને જેઓ પ્રકૃતિથી યોગીકુળમાં જન્મ્યા નથી પણ ચોગીઓના ધર્મને અનુસરનારા છે તેઓ ભાવ કુલયોગી છે. પરંતુ સામાન્યથી આર્યદેશ, આર્યજાતિ વગેરે ઉત્તમ ભૂમિમાં જન્મેલા હોવા છતાં પણ બીજા કુલયોગી નથી.
જેમ મનુષ્યની યોનિમાં જન્મેલો મનુષ્ય કહેવાય છે. સિંહની યોનિમાં જન્મેલો સિંહ કહેવાય છે તેમ યોગીકુળમાં જન્મેલો કુલયોગી કહેવાય છે અહિંયા જેઓ યોગીકુળમાં જન્મ્યા છે પણ યોગીઓના ધર્મને અનુસરનારા નથી તેને દ્રવ્ય કુલયોગી કહી રહ્યા છે. તેનું કારણ આ છે કે જગતમાં ઉત્તમકુલમાં-યોગી સ્કૂલમાં જન્મ એ પણ પ્રબળ પુણ્યના ઉદયને સૂચવે છે. યોગીકુલમાં જન્મવા માત્રથી જ કુલના પ્રભાવે ઘણા બધા પાપો નીકળી જાય છે. તેમજ સહેજે સહેજે સારા સંસ્કારોનું આધાન થાય છે. જેમકે એક આત્મા પૂર્વના પુણ્યના ઉદર્ય જેનકુળમાં - સંસ્કારી કુળમાં જન્મ્યો. માતા-પિતા સંસ્કારી મળ્યા એટલા માત્રથી તે કુળનું વાતાવરણ જ એવું હોય છે કે જેના કારણે દારૂ, માંસાહાર, વ્યભિચાર, પરસ્ત્રીગમન, હિંસા, જુઠ, વિશ્વાસઘાત, બેવચનીપણું, અભક્ષ્ય ખાનપાન, અશ્લીલ વાતો આ બધું તેના જીવનમાં પ્રવેશ પામતું નથી. આ બધા માટે તેને કાંઈ પ્રયત્ન કરવો પડતો નથી. સહેજે ઉત્તમકુળના પ્રભાવથી જ તે નીકળી ગયેલ હોય છે. બીજું ભલે પોતે વિશેષ રીતે યોગીઓના ધર્મને અનુસરતો ન હોય તો પણ તે કુળની અંદરમાં પળાતા યોગીધર્મના આચારોને જોઈને તેના હૃદ્યમાં આ બધું સારું છે, પાળવા જેવું છે, આત્મને લાભદાયી છે આવા સંસ્કાર પડે છે જે અવસરે ખૂબ ઉપયોગી થઈ પડે છે. હૃદયમાં પડેલી કુણાશને કારણે સમ્યગ આચારનો તે આત્મા ક્યારે પણ વિરોધી બનતો નથી. યોગીકુલમાં પળાતા ધર્મને જોઈને તે આત્મામાં નજીકના કાળમાં ધર્મને પામી જવાની સંભાવના ઊભી રહે છે.
ધર્મીના ઘરમાં રહેલો પોપટ “રામ રામ” બોલતા શીખ્યો અને હિંસક શિકારીના ઘરમાં રહેલો પોપટ “મારો, મારો” બોલતા શીખ્યો-એ બતાવે છે કે સારા કુળનું મહત્ત્વ ઘણું છે. સારું કૂળ સંસ્કારોને ટકાવી રાખે છે. સંસ્કારોને બગડવા દેતું નથી.
- શાલિભદ્રનો જીવ પૂર્વ ભવમાં સંગમ ગોવાળ તરીકે એક સામાન્ય કુળમાં જન્મ્યો હતો. એના કુળમાં કોઈ વિશિષ્ટ દેવ ગુરુની ભક્તિ વગેરે ન હતી છતાં
જ્યાં રહેતો હતો તેની આજુબાજુનો પાડોશ ધર્મી હતો. સંસ્કારી હતો. તે શેરીમાં કે મહોલ્લામાં મહાત્માઓનું આવાગમન હતું. લોકો મહાત્માઓને પધારો - પધારો કહીને આદર પૂર્વક ઘરમાં લઈ જતા હતા અને ભક્તિથી સુપાત્રદાનનો લાભ લેતા હતા એ દ્રશ્ય આ સંગમ ગોવાળને જોવા મળેલું હતું તેનાથી આ મહાત્માઓ છે, આપણા કરતાં મહાન છે, ત્યાગી છે, પૂજ્ય છે, ભક્તિના પાત્ર છે - આવા સંસ્કાર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org