________________
ચોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩
४३७ અભ્યાસ કરતાં જીવને હું ક્યાં ઊભો છું? મારે કયાં જવાનું છે? કેટલો આગળ. વધ્યો? વગેરેનો યથાર્થ ખ્યાલ આવે છે.
મોહની કેદમાંથી ભાગી છૂટવા માટે આ ગ્રંથ કાલઘંટા સમાન છે. આ ગ્રંથનો અભ્યાસ કરતા આત્મા મોહની નિદ્રામાંથી જાગી ઉઠે છે અને મોહની જાળમાંથી છૂટવાનો અને મોહનો નાશ કરવાનો પ્રચંડ પુરુષાર્થ કરે છે.
“ધન્ય જિનોને ઊલટ ઉદધિકો એક બિંદુ ઠાયા હૈ” - ચિદાનંદજી ગ્રંથકારે આ ગ્રંથની રચના દ્વારા ગાગરમાં સાગર સમાવી દીધો છે.
પાતંજલાદિ અનેક યોગશાસ્ત્રોમાંથી મેં આ ગ્રંથ સંક્ષેપથી ઉદ્ધત કર્યો છે એ કહેવા દ્વારા ગ્રંથકારે પોતાની લઘુતા, સરળતા, પ્રામાણિકતા, સજ્જનતા, માધ્યસ્થતા વગેરે અનેક ગુણોનું દર્શન કરાવ્યું છે. મહાપુરુષો ભવભીરૂ હોવાના કારણે જે વાત જેવી હોય છે તેવી જ કહે છે. અન્ય દર્શનમાં પણ પોતાને જે કાંઈ સારું લાગ્યું તે તેમણે પ્રામાણિકપણે ત્યાંથી ગ્રહણ કર્યું અને તે વાત સરળ ભાવે જણાવી. આ તેઓશ્રીની નૈતિકતાને જણાવે છે.
અધ્યાત્મની ઊંચી કક્ષાએ પહોંચવા માટે ઉપર કહેલા ગુણોની ખૂબ આવશ્યકતા છે. આત્મસાક્ષીએ પ્રામાણિક બન્યા સિવાય અધ્યાત્મની શ્રેણી પર ચઢી શકાતું નથી. આપણામાં શું ઓછું છે કે જેથી બીજાનું આપણે લેવું પડે ? અથવા તો આપણામાં જ બધું છે બીજામાં કશું નથી. આવો આગ્રહ સ્યાદવાદીને ના હોઈ શકે. સ્યાદ્વાદી તો અન્યત્ર પણ સારું દેખાય તો તેનો સારા તરીકે સ્વીકાર કરે અને તેને પોતાની માન્યતામાં ઊંચિત સ્થાન આપે.
જૈનદર્શન સર્વજ્ઞપ્રણીત હોવાના કારણે એનામાં જે કાંઈ છે તે બધું સારું જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. છતાં કાળક્રમે ઘણું બધું લુપ્ત થયું છે અને તેથી અન્યત્ર કાંઈ સારું હોય તો તે આપણું જ છે એવી વિશાળ દૃષ્ટિથી તેનો સ્વીકાર કરવો ઘટે. કદાચ સ્વીકાર કરવા માટે હૈયું તૈયાર ન થતું હોય તો પણ તેનું ખંડના તો ન જ હોઈ શકે. ષોડશક, ઉપદેશપદ ગ્રંથમાં હરિભદ્રસૂરિજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે પરદર્શનીનું વચન પણ જો સાચું - સારું હોય તો તે જિનવચનથી ભિન્ન નથી માટે તેના ઉપર ભૂલે ચૂકે પણ દ્વેષ ન કરવો કારણ કે તેમ કરવામાં દ્વાદશાંગીની આશાતના થઈ જાય
तस्यापि च न द्वेषः कार्यों विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सदवचनं सर्वं यत्प्रवचनादन्यत् ॥१६-१३ ॥ षोडशक तदरुचिस्तु तत्त्वतो दृष्टिवादारुचि पर्यवसायिनी ॥१६-१३ ॥
ષોડશક યોગદીપિકા વૃત્તિ. “આત્માની સ્મૃતિને માટે મેં આ ગ્રંથ રચ્યો છે.” - આ ગ્રંથ દ્વારા મારા આત્માની વિસ્મૃતિ ન થાય, આત્મા નિરંતર યાદ આવે, મારો આત્મા પરભાવમાં ન ચાલ્યો જાય અને નિરંતર સ્વરૂપની દિશામાં આગળ વધે - એ હેતુથી મેં મારા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org