________________
ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૪૩૫ તેઓને પોતાની વાતને સિદ્ધ કરવા પદાર્થને મચડવો પડે છે પરંતુ તેમ કરવા જતાં તેઓને અનુભવનો અપલાપ કરવો પડે છે અને જે માન્યતા અનુભવનો અપલાપ કરાવે તે કદાપિ સમ્યગ્ન હોઈ શકે નહિ. જો કે હજુ લૌકિક અનુભવ ખોટો હોઈ શકે પણ શિષ્ટ પુરુષોનો અનુભવ ખોટો હોઈ શકે નહિ. સંસારી અવસ્થાને મિથ્યા કહેવામાં પૂર્વપક્ષીને શિષ્ટ પુરુષોના અનુભવનો અપલાપ કરવો પડે છે. અન્યદર્શનકારો એકાંત દૃષ્ટિથી પદાર્થનું જ સ્વરૂપ વર્ણવે છે, તે મિથ્યા. છે, તેમાં અનુભવ એ જ પ્રમાણ છે. અનુભવ એ અંતિમ પ્રમાણ છે. પૂર્વપક્ષી જેવું કહે છે તેવું અનુભવમાં આવતું નથી. વિવેકી તે છે કે જે કયારે પણ અનુભવનો અપલાપ કરે નહિ અને જે અનુભવનો અપલાપ કરે તે વિવેકી અને બુદ્ધિમાન કહેવાય નહિ. યુક્તિ પણ તે જ સાચી છે જે અનુભવને અનુસરતી હોય, અનુભવથી વિરુદ્ધ જાય તેવી યુક્તિઓ પદાર્થને સિદ્ધ કરવામાં લગાડવી એ યુકિતઓ છે અને કયક્તિઓને યોજવી એ દર્શનમોહનીયના ઉદયને આભારી છે.
યોગીઓએ પોતે જ કાલભેદે બંને અવસ્થા અનુભવેલી છે અને પોતાના યોગીજ્ઞાનમાં બંને અવસ્થા વાસ્તવિક છે એવું તેમને જણાય છે માટે પૂર્વપક્ષી અવસ્થાદ્વયની પ્રતીતિને ભાન કહે છે જે સાચું નથી.
હવે જે શ્લોક ૧૮૭માં વ્યાધિમુક્ત પુરુષ જેવા પ્રકારનો હોય છે. ઇત્યાદિ જે ઉપન્યાસ કરેલો તેમાં કહે છે.
व्याधितस्तदभावो वा तदन्यो वा यथैव हि । व्याधिमुक्तो न सन्नीत्या कदाचिदुपपद्यते ॥२०४॥
શ્લોકાર્થ :- જેને વ્યાધિ થયો છે તેવો પુરુષ અથવા તો વ્યાધિના. અભાવવાળો પુરુષ અથવા વ્યાધિવાળા પુરુષથી અન્ય તેનો પુત્ર વગેરે - ત્રણમાંથી એક પણ પરમાર્થ નીતિથી વ્યાધિમુક્ત જેમ કહેવાતા નથી,
' અર્થાત ઉપચારથી કદાચ વ્યાધિમુક્તનો પ્રયોગ થઈ શકે. જેમ વ્યાધિ થયો. હોય પણ થોડા સમયમાં સારું થવાનું હોય તો કહેવાય કે આ તો હવે રોગ મુક્ત થઈ ગયો, તેમ જ જેને કદી વ્યાધિ થયો નથી તેવા પુત્ર વગેરેમાં પણ મુક્તત્વનો પ્રયોગ કદાચ કરાય તો પણ તે ઉપચારથી કરાય છે પરમાર્થથી નહિ.
આ જ વાતને દાષ્ટ્રત્તિકમાં યોજન કરતા કહે છે. संसारी तदभावो वा तदन्यो वा तथैव हि । मुक्तोऽपि हन्त नो मुक्तो, मुख्यवृत्त्येति तद्विदः ॥२०५॥
જેમ દૃષ્ટાંતમાં ત્રણે સ્થાનમાં મુક્ત શબ્દનો પ્રયોગ મુખ્ય વૃત્તિથી થઈ શકતો નથી કારણકે મુક્ત શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત બંધનથી મુકાવારૂપ ત્રણેમાં નથી તેજ રીતે સંસારી જીવ અથવા તો તમય = પુરુષનો અભાવ જેમાં છે તે અને પુરુષથી અન્ય એકાંત નિત્ય ઇશ્વર તેમાં મુક્ત શબ્દના પ્રવૃત્તિ નિમિત્તનો અભાવ હોવાથી મુક્ત કહેવાય છતાં મુખ્ય વૃત્તિથી મુક્ત નથી,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org