________________
૪૩૪
ભ્રાન્ત નથી પણ અભ્રાન્ત છે. એમ કહેશો તો સિદ્ધસાધન દોષ છે.
આત્માને એકાંત નિત્ય માનનાર પૂર્વપક્ષી સાંખ્ય વગેરે આત્માની સંસારી અવસ્થાને કાલ્પનિક માને છે અને સિદ્ધાવસ્થાને વાસ્તવિક માને છે અને તેથી તેના મતે અવસ્થાદ્રયની પ્રતીતિ ભ્રાન્ત છે એમ તે કહે છે તેને માટે પ્રમાણ શું છે ? એમ પૂછતા તે યોગીજ્ઞાનને જ પ્રમાણ બતાવે છે. યોગીઓને પોતાના જ્ઞાનમાં તે ભ્રાન્ત જણાય છે એમ કહે છે તેની સામે ગ્રંથકાર કહે છે કે યોગીજ્ઞાન એ તો યોગી અવસ્થા પછીથી પ્રાપ્ત થનાર છે.
પૂર્વપક્ષી
-
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩
હા, બરાબર છે. યોગી અવસ્થા પછીથી યોગી જ્ઞાન પ્રાપ્ત થાય છે તેથી તમારે શું કહેવું છે?
ગ્રંથકાર
-
તમારા મતે યોગીજ્ઞાન ભ્રાન્ત થઈ જશે કારણ જે યોગી અવસ્થાને તમે સ્વીકારો છો તે યોગીઅવસ્થા યોગસાધના દ્વારા પ્રાપ્ત થયેલી છે અર્થાત્ પહેલા નહોતી. યોગસાધના પૂર્વે આત્મા યોગી નહોતો પણ ભોગી હતો. હવે જો તમારા મતે યોગીઅવસ્થા પૂર્વેની ભોગી અવસ્થા = સંસારી અવસ્થા એ ભ્રાન્ત છે તો તેને બતાવનાર તમારું યોગીજ્ઞાન પણ ભ્રાન્ત થઈ જશે અર્થાત્ તમારું યોગીજ્ઞાન ભ્રાન્ત છે માટે જ તમે સંસારી અવસ્થાને ખોટી કહો છો. યોગીજ્ઞાન પ્રમાણભૂત હોય તો તે જે સંસારીઅવસ્થા પ્રાણી માત્રને અનુભૂત છે તેને ખોટી બતાવે નહિ અને તમે સંસારી અવસ્થાને ખોટી કહો છો માટે તમારું યોગીજ્ઞાન ભ્રાન્ત ઠરે છે.
પૂર્વપક્ષી
નહિ, નહિ, યોગીજ્ઞાન એ તો કયારે પણ ભ્રાન્ત હોઈ શકે નહિ યોગીજ્ઞાન તો અભ્રાન્ત જ છે.
ગ્રંથકાર
તો પછી તમારા મતે આત્માની સંસારી અવસ્થા પણ વાસ્તવિક માનવાની આપત્તિ આવશે અને તેથી અમને જે માન્ય છે તેને જ તમે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો એવું પુરવાર થશે.
હકીકતમાં અન્ય દર્શનકારો પાસે પદાર્થના સ્વરૂપને યથાર્થ જોવા માટેની અનેકાન્ત દૃષ્ટિ નથી તેથી ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી એક જ પદાર્થનું સ્વરૂપ અપેક્ષાએ ભિન્ન ભિન્ન હોઈ શકે છે તે તેમની બુદ્ધિમાં બેસતું નથી અને
આ ન બેસવા દેનાર મિથ્યાત્વમોહનીયનો તીવ્ર રસોય છે. મિથ્યાત્વની હાજરીમાં પદાર્થના વિષયમાં વિપરીત માન્યતા વર્તે છે, પોતાની માન્યતા ખોટી છે એ વાત તેને સમજાતી નથી. બુદ્ધિમાં વક્રતા લાવનાર દર્શન મોહનીયના ઉદયની આ બલિહારી છે તેથી તેઓ પદાર્થને યથાર્થ ન્યાય આપી શકતા નથી. પદાર્થનું પોતે કલ્પેલું સ્વરૂપ તર્કની સરાણ પર ચડાવતા જ્યારે સિદ્ધ થતું નથી ત્યારે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org