________________
૪૩ ૨
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ પામે છે કે જે જીવને અહંકાર, માયાદિ રૂપે પરિણમવામાં નિમિત્ત હતા.
હવે જ્યારે આત્મા શુદ્ધ સ્વભાવવાળો બન્યો ત્યારે તે દિક્ષાદિનો અભાવ થવાથી ન તન્નતિઃ = મુક્તાત્માને પ્રધાન - પ્રકૃતિ, માયાદિની પરિણતિ થતી નથી અર્થાત કામ, ક્રોધ, અહંકાર, માયાદિની પરિણતિ થતી નથી.
સ્વભાવનું ઉપમર્દન - નાશ તાત્વિક છે અને તેથી જેની સંસારી અવસ્થા વાસ્તવિક છે એવા આત્માને જ સંસારી અવસ્થા રૂપ સ્વભાવનું ઉપમદન થયે છતે મુખ્ય એવા દિદક્ષાદિ નિવર્તન પામે છે. અને તેથી જ જીવમાં મોક્ષ અવસ્થારૂપ અવસ્થાંતર - પરિણામીપણું ઘટે છે. દિક્ષાદિ જ્યાં સુધી આત્માની સાથે એકમેક છે ત્યાં સુધી. તે જડ એવી દિક્ષાદિ પ્રધાનાદિ અર્થાત પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર, માયા વગેરે પરિણતિનું નિમિત્ત કારણ થાય છે જ્યારે દિક્ષાદિ ટળે છે ત્યારે તે મુક્તાત્માને કામ-ક્રોધાદિ પરિણતિ હોતી નથી.
(નોંધ - શ્લોકની ટીકામાં પ્રધાનનાર પરિ: છે તેના બદલે પ્રધાનમતિ પરિણત: સુધારવું.)
अन्यथा स्यादियं नित्यमेषा च भव उच्यते । एवं च भवनित्यत्वे कथं मुक्तस्य सम्भवः ॥२०१॥
આ વસ્તુ આમ જ સ્વીકારવી જોઈએ. જો તેમ ન સ્વીકારો તો બધાનાદિ પરિણતિ નિત્ય થઈ જશે તે જ ભવ કહેવાય છે. તે નિત્ય હોતે છતે આત્માને મુક્તપણા નો સંભવ કેવી રીતે હોય ?
દિક્ષાદિ આત્માની સાથે એકમેક હોતે છતે જ તે પ્રધાનાદિ, કામ-ક્રોધાદિ પરિણતિનો હેતુ બને છે અને તેનો અભાવ હોતે છતે પ્રધાનાદિ પરિણતિનો હેતુ થતા નથી. આ વાત આમ જ સ્વીકારવી જોઈએ. જો આમ ન સ્વીકારો તો પ્રધાનાદિ પરિણતિ નિત્ય થઈ જશે. કામ, ક્રોધાદિ પરિણતિ એ જ સંસાર અને એને તમે અસત માનો તો અસત્ પરિણતિ કાયમ રહેનારી છે એમ માનતા સંસાર નિત્ય થઈ જશે તો પછી આત્માનો મોક્ષ કેવી રીતે થાય ?
તન્નતી તવાભિમરાદિમાવત્ - પ્રધાનાદિ પરિણતિ હોતે છતે જ પ્રધાનાદિ સ્વરૂપ અંત:કરણ (બુદ્ધિ), પંચ તન્માત્રાદિ થાય છે.
સાંખ્યોના મતે સઘળો સંસાર પ્રકૃતિથી ચાલે છે અર્થાત પ્રકૃતિના પરિણામ બુદ્ધિ, અહંકાર, પંચ તન્માત્રા વગેરેથી ચાલે છે જ્યારે પ્રકૃતિ નીકળી જાય એટલે તેના પરિણામભૂત અહંકાર, બુદ્ધિ, પંચ તન્માત્રા વગેરે પણ નીકળી ગયા એટલે પુરુષનો મોક્ષ થઈ ગયો. સાંખ્યો કહે છે કે પચ્ચીસ તત્ત્વોનું જ્ઞાન થતાં આત્માનો ભ્રમ તૂટી જાય છે અને અને આ ભ્રમનું તૂટી જવું તે જ મોક્ષ છે.
જેનદર્શન જેને કર્મ કહે છે તેને જ અન્ય દર્શનકારો દિક્ષા, અવિધા, ભવબીજ, વાસના, સહજમલ, અદૃષ્ટ કહે છે. વેદાંતી માયા કહે છે. સાંખ્યો દિદુલા કહે છે. બૌદ્ધો વાસના કહે છે. યોગદર્શન સહજમલ કહે છે, શિવના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org