________________
४३०
ચોગ દ્રષ્ટિનાં અજવાળા ભાગ - ૩ અસ્થિતિ ન હોઈ શકે કારણકે જે ક્ષણોમાં જેની સ્થિતિ હોય તે જ ક્ષણમાં તે જ વસ્તુની અસ્થિતિનો વિરોધ છે.
તેથી પ્રથમ ક્ષણવર્તી પદાર્થનો દ્વિતીયક્ષણે નાશ થવાથી દ્વિતીય ક્ષણમાં પણ અભાવરૂપ ભાવની અસ્થિતિ ઘટતી નથી કારણકે ક્ષણસ્થિતિ એ તમે સ્વરૂપ માન્યું છે અને તેથી દ્વિતીયક્ષણમાં પણ તે ક્ષણસ્થિતિ ધર્મ રહેતા તે અભાવની ત્યારે અસ્થિતિ નહિ ઘટે કારણકે તેવી સ્થિતી તસ્થિતિ વિરોધાત્ – દ્વિતીયક્ષણમાં અભાવરૂપ ભાવની ક્ષણસ્થિતિ હોતે છતે તેની અસ્થિતિનો વિરોધ હોવાથી.
અને આ પ્રમાણે જ્યારે અભાવને ક્ષણિક માન્યો તેથી શ્લોક ૧૫ મુજબ સનું અસપણું નિશ્ચિત થયું અર્થાત્ પ્રથમ ક્ષણે જે પદાર્થ સત્ હતો તેનો જ દ્વિતીયક્ષણે અસત ઉત્પાદ થયો અને તે અસત ઉત્પાદ એ પણ ક્ષણિક હોવાથી તૃતીયક્ષણે અસનો પણ નાશ થશે જે ભાવ સ્વરૂપ જ થશે કારણકે દ્વિતીયક્ષણવર્તી અસતના તૃતીય ક્ષણમાં થયેલ નાશને જે ભાવરૂપ ન માનો તો સના અસત્ત્વનો વિનાશ ભાવત્વેન રૂપે બીજી કોઈ રીતે ઘટતો નથી.
એકાંત અનિત્ય અર્થાત આત્માને સર્વથા અનિત્ય માનનાર બૌદ્ધ મતનું ખંડન કર્યા પછી હવે એકાંત નિત્યપક્ષને આશ્રચિને દોષ આપે છે.
भवभावानिवृत्तावप्ययुक्ता मुक्तकल्पना । एकान्तकस्वभावस्य न ह्यवस्थाद्वयं क्वचित् ॥१९८॥
નૈયાયિક, સાંખ્ય, વેદાંતી આત્માને એકાંતે નિત્ય માને છે. તેઓના મતે આત્મા એક જ સ્વભાવવાળો છે અર્થાત સંસારી અવસ્થામાં કારણભૂત સ્વભાવ અને મુક્તાવસ્થામાં કારણભૂત સ્વભાવ બે જુદા છે એવું તેઓ માનતા નથી તેને આશ્રયિને કહે છે કે તમારા પક્ષે આત્મા એકાંતે નિત્ય એક જ સ્વભાવવાળો છે તેથી તેની સંસારી અવસ્થાની નિવૃત્તિ નહિ થાય. અપ્રદ્યુત, અનુત્પન્ન, સ્થિર એક સ્વભાવવાળો આત્મા છે એમ તેઓ કહે છે. જ્યારે પણ નાશ નહિ પામનારો, ઉત્પન્ન નહિ થનારો, સદા સ્થિર એક સ્વભાવવાળો આત્મા છે તે સ્વરૂપે તે સદા અવસ્થિત રહે છે. તેમાં જરા પણ ફાર થતો નથી એટલે તેમાં અવસ્થાંતર કે પરિણામાંતર ઘટતું નથી કારણકે અવસ્થાંતર માને તો એકસ્વભાવમાં વિરોધ આવે. એટલે જો સંસાર ભાવ હશે તો સદાય સંસાર ભાવ જ રહેશે. તેમાંથી મુક્તપણારૂપ બીજા ભાવનો, બીજી અવસ્થાનો સંભવ નહિ થાય અને તેથી મુક્તપણું એ તમારા પક્ષે કલ્પનારૂપ થઈ પડશે કારણકે સંસાર અવસ્થા અને મુક્ત અવસ્થા બેનો એકાંત એક સ્વભાવની સાથે વિરોધ છે અને તેથી યોગમાર્ગનો પુરુષાર્થ એ પણ તમારા મનમાં નહિ ઘટે.
હકીકતમાં તો આત્મા અનંતકાળ પહેલાં પણ હતો અનંતકાળ પછી પણ રહેવાનો છે પણ અનંતકાળ પહેલા અચરમાવર્ત કાળમાં દોષોથી ભરેલો હતો અને દોષોના કારણોનું સેવન કરતો હતો. કર્મના સંગે તેના આત્મામાં દોષજનન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org