________________
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩
૪૨૯ પાછો ભાવરૂપ છે એમ માનવામાં ન આવે તો તેનૈવ રુપેણ - ભાવત્વેન રુપેણ સના અસત્ત્વના વિનાશની ઉપપત્તિ થતી નથી. અર્થાત કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સતના અસત્ત્વનો વિનાશ (પહેલી ક્ષણે સત તેનો બીજી ક્ષણે નાશ થવાથી બીજી ક્ષણે અસત્ અને તે અસનો પણ ત્રીજી ક્ષણે નાશ) ભાવત્વેન રૂપેણ ત્યારે જ માની શકાય કે જ્યારે નાશનો નાશ (બીજી ક્ષણે ઉત્પન્ન થયેલ નાશનો ત્રીજી ક્ષણે થતો નાશ) ભાવરૂપ સ્વીકારવામાં આવે તો.
- પૂર્વપક્ષી - આ પ્રમાણે સ ાત્ર ને મવતિ એ વ્યક્તિથી અસત્ત્વનો ઉત્પાદ અને તેનો નાશ માનતા નાશના નાશને ભાવરૂપ માનવાની આપત્તિને દૂર કરવા. બૌદ્ધ કહે છે કે દ્વિતીચક્ષણે જે નાશ હોય છે તે કાદાચિત નથી હોતો પણ નાશાત્મના હોય છે અર્થાત બીજીક્ષણે થયેલો નાશ હંમેશને માટે રહે છે એટલે કે વસ્તુની પૂર્વે જેમ તે નાશ હતો તેમ પછીથી પણ સદાને માટે રહેશે (વસ્તુની પૂર્વે નાશ અહિંયા áસાભાવ રૂપ નહિ પણ અભાવરૂપે નાશ વિવક્ષિત છે)
ગ્રંથકાર - જો આ પ્રમાણે સદા નાશ માનવામાં આવેતો વિવક્ષિતક્ષણમાં પણ વસ્તુની સ્થિતિ નહિ ઘટે કારણકે સાવજો ચન્નતિ ત૬ વર્તમનેfપ , તે પૂર્વમાં અને પશ્ચામાં જેનો અભાવ હોય તે વસ્તુ વર્તમાનમાં સત્ હોતી
નથી. દા.ત. “શશશૃંગ” પૂર્વમાં પણ અસત્ છે અને પશ્ચાત્ પણ અસત્ છે તેથી વર્તમાનમાં પણ તેની સત્તા નથી.
स क्षणस्थितिधर्मा चेद् द्वितीयादिक्षणे स्थितौ । युज्यते ह्येतदप्यस्य तथा चोक्तानतिक्रमः ॥१९६॥
તે નાશ ક્ષણસ્થિતિધર્મવાળો છે એમ કહેશો તો દ્વિતીયાદિક્ષણમાં પણ અધિકૃત ભાવનું ક્ષણસ્થિતિધર્મપણું ઘટશે અને તેથી શ્લોક ૧૯૫માં કહેલા આપત્તિનું ઉલ્લંઘન નહિ થાય અર્થાત તે આપત્તિનું વારણ નહિ થાય.
નાશાત્મના નાશ (સર્વથાનાશ) માનવાથી આવતી આપત્તિ દૂર કરવા જે એમ કહો કે નાશાત્મના નાશ થતો નથી પણ નાશ પણ ક્ષણસ્થિતિ ધર્મવાળો જ છે એમ માને છતે બીજી વગેરે ક્ષણોમાં અભાવ રહે છતે તે અભાવ પણ તમારે ક્ષણસ્થિતિ ધર્મવાળો અર્થાત માત્ર એક ક્ષણ રહેનારો માનવો પડશે અને એવું માનશો તો ૧૯૫ શ્લોકમાં કહેલ આપત્તિ તમને આવશે જ, તમે એનું વારણ કરી શકશો નહિ.
क्षणस्थितौ तदैवास्य नास्थितिर्युक्त्यसङ्गतेः । न पश्चादपि सेत्येवं सतोऽसत्त्वं व्यवस्थितम् ॥१९७॥
ક્ષણસ્થિતિ હોતે છતે ત્યારે જ વિવક્ષિત ભાવની અસ્થિતિ નથી કારણકે યુક્તિથી અસંગતિ છે. બીજી વગેરે ક્ષણોમાં તે અસ્થિતિ નથી અને તેથી સતનું અસત્વ વ્યવસ્થિત છે. - વિવક્ષિત ક્ષણમાં વિવક્ષિત ભાવની ક્ષણસ્થિતિ હોતે છતે તે ક્ષણમાં તેની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org