________________
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ-૩
૪૩૧ સ્વભાવ હતો. તેના કારણે વિપરીત નિમિત્તોના અવલંબને તેનું ઉપાદાન કારણ આત્મા દોષરૂપે પરિણમતો હતો પણ ચરમાવતમાં ભાવમલનો હ્રાસ થવાથી જીવમાં સમ્યગ પુરુષાર્થ કરવાની યોગ્યતા પ્રગટી અને તેથી દોષનો નાશ કરવા પૂર્વક ગુણપ્રાપક મોક્ષાનુકૂલ સ્વભાવ બહાર આવ્યો. તેના બળે દોષોનો નાશ કરી ગુણોને વિકસાવી આત્મા પૂર્ણશુદ્ધ બને છે. આમ આત્મામાં આવા બન્ને સ્વભાવ રહેલા છે જેનો સ્વીકાર કરવામાં ન આવે તો મોક્ષપ્રાપ્તિનો પુરુષાર્થ ઘટી શકે નહિ અને તેથી મોક્ષપ્રાપ્તિ ન થાય. જીવને ચતુર્ગતિ પરિભ્રમણ ઊભું રહે.
तदभावे च संसारी मुक्तश्चेति निरर्थकम् । तत्स्वभावोपमर्दोऽस्य नीत्या तात्त्विक इष्यताम् ॥१९९॥
અવસ્થાદ્વયના અભાવમાં સંસારી અને મુક્ત કહેવું તે નિરર્થક છે તેથી આત્માના સ્વભાવનો ઉપમઈ તાત્વિક ઇચ્છવો જોઈએ.
જીવની સંસારી અવસ્થા અને મુક્ત અવસ્થા બેનો સ્વીકાર કર્યા વિના તિર્યંચાદિ ભાવવાળો આત્મા સંસારી છે અને ભવના વિસ્તારથી જે ઉપરમ અર્થાત્ વિરામ પામેલા છે તે મુક્ત છે એમ કહેવું તે શબ્દ માત્ર છે અર્થાત નિરર્થક છે. કારણકે અવસ્થાદ્વયના સ્વીકાર વિના સંસારી અને મુક્ત શબ્દનો અર્થ તેમાં ઘટતો નથી. તત = તેથી કરીને આત્માના તદ્દન્તરેખ = ઉત્તરાવસ્થા (મોક્ષાવસ્થા) રૂપ સ્વભાવાંતરથી તદ્દન્તરપનયન = પૂર્વાવસ્થા (સંસારી અવસ્થા) રૂપ સ્વભાવનું અપનયન એ તાત્ત્વિક સ્વીકારવું જોઈએ. આમ માનો તો જ એક જ જીવમાં સંસારી અને મુક્તાવસ્થા વાસ્તવિક ઘટે.
જીવની બે અવસ્થા ન માનો તો સંસારી અને મુક્ત એ માત્ર વાણીનો વિલાસ બની રહે છે.
दिदृक्षाद्यात्मभूतं तन्मुख्यमस्य निवर्तते । प्रधानादिनतेर्हेतुस्तदभावान तन्नतिः ॥२०॥
દિક્ષાદિ એ સ્વાભાવિક સત્ વસ્તુ છે તેથી મુખ્ય એવા દિક્ષાદિ નિવર્તન પામે છે. અને તે દિદક્ષાદિ પ્રધાનાદિ પરિણતિનો હેતુ છે. અને તેના અભાવથી મુક્તાત્માને તે પ્રધાનાદિની પરિણતિ હોતી નથી.
દિક્ષા એટલે પ્રકૃતિના વિકારોને જોવાની પુરુષની ઇચ્છા, અવિધા એટલે આત્મસ્વરૂપનું અજ્ઞાન, મલ એટલે રાગ - દ્વેષ - મોહાદિ અંતરંગ મલિનતા અને ભવાધિકાર એટલે સંસારનું પ્રાબલ્ય.
આ દિદક્ષાદિ આત્માને લાગેલ વાસ્તવિક તત્ત્વ છે પણ કાલ્પનિક નથી. વેદાંતી, સાંખ્ય વગેરે દિક્ષાદિને કાલ્પનિક માને છે. તેનો નિષેધ કરવા અહિંયા કહે છે કે દિક્ષાદિ કાલ્પનિક અર્થાત અસત નથી પણ વાસ્તવિક છે. સત છે. જેનદર્શન જેને કર્મ કહે છે તેને જ અન્યદર્શનકારો દિક્ષાદિ નામથી કહે છે અને તેથી તે આત્મા ઉપરથી જ્યારે નિવર્તન પામે છે ત્યારે વાસ્તવિક નિવર્તના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org