________________
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ-૩
૪૩૩ અનુયાયીઓ (=વ) ભવબીજ કહે છે. યોગબિંદુ ગ્રંથમાં પણ જણાવે છે કે મોક્ષમાર્ગનું અવલંબન કરનાર અન્યદર્શનકારો પણ દિદક્ષા, ભવબીજ વગેરે શબ્દોથી કર્મને સ્વીકારે છે. યોગબિંદુ શ્લોક ૧૬૯.
કર્મ પીલિક છે, કામણ વર્ગણાથી બનેલું છે. તે આત્માથી ભિન્ન છે પણ આત્મા સાથે લોહાગ્નિ ન્યાયે મળેલ છે અને જીવને થતા કામ, ક્રોધ, અહંકાર, માયા વગેરે પરિણામમાં હેતુ છે જ્યારે એ કર્મ અર્થાત દિક્ષાદિ નીકળી જાય ત્યારે જીવને કામ, ક્રોધાદિ પરિણતિ થતી નથી. આત્માનો જેમ કર્મના યોગે રખડવાનો સ્વભાવ છે તેમ કર્મના વિયોગે મોક્ષે જવાનો પણ સ્વભાવ છે. મોક્ષસાધક પુરુષાર્થથી કર્મ નીકળી ગયા તેથી ચાર ગતિનો અંત આવી ગયો. દિક્ષા, પ્રકૃતિનું નીકળી જવું તે જ મોક્ષ. જે દિzક્ષાદિથી સંસાર વાસ્તવિક ન મનાય તો સુખ-દુઃખ કાલ્પનિક થઈ જાય. મુખ્ય વસ્તુ વિના કલ્પના હોય નહિ. અને જો સંસાર કાલ્પનિક હોય તો મોક્ષ અવસ્થા વાસ્તવિક ન બને કારણકે કલ્પનામાંથી વાસ્તવિકની ઉત્પત્તિ ન થાય.
अवस्था तत्त्वतो नो चेन्ननु तत्प्रत्ययः कथम् । भ्रान्तोऽयं किमनेनेति मानमत्र न विद्यते ॥२०२॥
સંસારી અવસ્થા અને મોક્ષ અવસ્થા તત્ત્વથી નથી એમ કહો તો બંને અવસ્થાની પ્રતીતિ કેમ થાય ? બંને અવસ્થાની પ્રતીતિ થાય છે તે ભ્રાંતિ છે તેથી ભ્રાંત એવી અવસ્થાદ્વય વડે કરીને શું ? એમ કહો તો ભ્રાંતિમાં કોઈ પ્રમાણ નથી તેથી કરીને તેમ ન કહેવાય.
સંસારી અવસ્થા અને મોક્ષ અવસ્થા તત્ત્વથી નથી એમ તમે કહો છો પણ તે ન હોવામાં કોઈ કારણ નથી તો કારણના અભાવથી તેની પ્રતીતિ કેવી રીતે થાય?
પૂર્વપક્ષી - અવસ્થાદ્વયની પ્રતીતિ જે થાય છે તે ભાન્ત છે સમ્યગ નથી. ગ્રંથકાર - ભ્રાન્ત હોવામાં કોઈ પ્રમાણ નથી તેથી તેને ભ્રાન્ત ન કહેવાય.
જીવ માત્રને કામ, ક્રોધાદિ પરિણતિ, જન્મ, જરા, મૃત્યુ વગેરે અનુભવપ્રમાણથી સિદ્ધ છે છતાં સાંખ્ય અને માત્ર મોક્ષ અવસ્થા જ વાસ્તવિક છે અને સંસારી અવસ્થા ભ્રાંત છે એમ કહે છે તેની સામે ગ્રંથકાર કહે છે કે જે વસ્તુ અનુભવમાં આવે છે તેને ભ્રાન્ત કેમ કહેવાય ? ભાન હોવામાં તમારી પાસે કોઈ પ્રમાણ નથી. અને પ્રમાણ આપ્યા વિના તમે બોલો તો તમારી વાત કોણ માન્ય કરે ?
योगिज्ञानं तु मानं चेत्तदवस्थान्तरं तु तत् । ततः किं भ्रान्तमेतत्स्यादन्यथा सिद्धसाध्यता ॥२०३॥
શ્લોકાર્ચ - યોગીજ્ઞાન એ પ્રમાણ છે એમ કહો તો તે તો યોગી અવસ્થા પછી પ્રાપ્ત થનારું જ્ઞાન છે. તેથી શું ? યોગીજ્ઞાન ભ્રાન્ત થઈ જશે ના, યોગીજ્ઞાન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org