________________
૪૩૬
ચોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ જેમ સંસારમાં જીવ ઘણો સુખી હોય તેવા રાજા, મહારાજા, ચક્રવર્તી ઇન્દ્રાદિને જોઈને ઘણા કહે કે આને તો કાંઈ ચિંતા, બંધનાદિ નથી આ તો મુક્ત છે તે જ રીતે શૂન્યવાદીના મતે આત્માનો મોક્ષ આત્માના અભાવ રૂપ છે તેથી ત્યાં પણ આત્મા મુક્ત થયો તેમ કહેવાય છે અને પુરુષથી ભિન્ન એકાંત લક્ષણ નિત્ય ઇશ્વર મુક્ત કહેવાય છે પણ તે મુખ્ય વૃત્તિથી નથી કારણકે બંધન મુક્તત્વ રૂપ પ્રવૃત્તિનિમિત્ત ત્યાં નથી એમ અધ્યાત્મના જાણકારો કહે છે. મિત્યાદ- કોની જેમ નથી ? તો કહે છે જેમ દષ્ટાંતમાં (૨૦૪ ની ગાથા વ્યાધિમુક્ત) મુખ્યવૃત્તિથી નથી ? તેમ અહીં મુક્તત્વ પણ અનૌપચારિક નથી...
તો મુક્તની વ્યવસ્થા કઈ રીતે છે ? તે બતાવે છેक्षीणव्याधि यथा लोके व्याधिमुक्त इति स्थितः । भवरोग्येव तु तथा मुक्तस्तन्त्रेषु तत्क्षयात् ॥२०६॥
જેમ લોકમાં ક્ષીણ થયેલા વ્યાધિવાળો પુરુષ વિવાદ વગર તે તે રોગના અભાવવડે કરીને વ્યાધિમુક્ત એ પ્રમાણે પ્રસિદ્ધ જ છે પણ તે પ્રસિદ્ધ કરવા યોગ્ય નથી તે જ રીતે ભવરોગી આત્મા પણ ભવરૂપી રોગના નાશ થવાથી મુખ્યવૃત્તિથી મુક્ત હોવાથી ભવવ્યાધિથી મુક્ત તરીકે પ્રસિદ્ધ જ છે.
અન્યદર્શનકારો એકાંતવાદમાં ફ્લાયેલા હોવાના કારણે વસ્તુનું યથાર્થ દર્શન કરાવી શકતા નથી તેમના મતે બંધ-મોક્ષ, સંસારી-મુક્ત અવસ્થા તેમ જ વિશ્વવ્યવસ્થા, વગેરે કશું જ ઘટી શકતું નથી. એકાંત દષ્ટિ હોવાના કારણે અને તેમાં યથાર્થતાનો સર્વાશે આગ્રહ હોવાના કારણે તેમની બુદ્ધિ મોહગર્ભિત છે. એકાંતવાદના પાયા પર રચાયેલું કોઈપણ દર્શન મોહગર્ભિત છે તેથી તે ઇષ્ટ સાધક બનતું નથી. અનેકાંત સિદ્ધાંત દ્વારા જ બંધમોક્ષ અવસ્થા તેમજ વિશ્વ વ્યવસ્થા ઘટી શકે છે અને તેથી અનેકાંતદર્શન જ વસ્તુતત્ત્વનું યથાર્થ દર્શન કરાવે છે અને ઈષ્ટ પ્રાપ્તિનું કારણ બને છે.
ઉપસંહાર अनेकयोगशास्त्रेभ्यः संक्षेपेण समुद्धृतः । दृष्टिभेदेन योगोऽयमात्मानुस्मृतये परः ॥२०७॥
અનેક યોગશાસ્ત્રોમાંથી દૃષ્ટિના ભેદ વડે કરીને આત્માની સ્મૃતિને માટે આ અધિકૃત યોગગ્રંથ ઉદ્ધત કરાયો છે.
યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ કેવી રીતે બનાવ્યો ? તે કહે છે પાતંજલાદિ યોગશાસ્ત્રોનું અવગાહન કરીને એમાંથી સાર રૂપે, દૂધમાંથી માખણ જેમ કાઢવામાં આવે તેમ આઠ દૃષ્ટિના ભેદ વડે પ્રધાન એવો યોગનો આ ગ્રંથ આત્માની સ્મૃતિને માટે ઉદ્ધત કરાયો છે.
સમુદ્રનું મંથન કરીને દેવોએ જેમ અમૃત વલોવ્યું તેમ યોગશાસ્ત્ર રૂપી સમુદ્રનું મંથન કરીને ગ્રંથકારે આ ગ્રંથ રૂપી અમૃત વલોવ્યું છે જેનો સૂક્ષ્મતાથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org