________________
૪૩૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ આત્માના ઉપકારને માટે આ ગ્રંથ રચ્યો છે એમ ગ્રંથકાર કહે છે. આના દ્વારા આત્માના ઉપકારને માટે - મોક્ષપ્રાપ્તિ માટે યોગગ્રંથોનું વાંચન, શ્રવણ, ચિંતન, મનન અત્યંત ઉપકારી છે એ વાત સિદ્ધ થાય છે. યોગગ્રંથોનો અભ્યાસ મોક્ષની સાથે આત્માનું યોજન કરી આપે છે તેથી આત્મા સ્વરૂપની નિકટમાં રહે છે. પુગલભાવો તેને સ્પર્શી શકતા નથી. અંદરથી સતત વિષયકષાયની પરિણતિ તૂટ્યા જ કરે છે એટલે અંદરથી મોક્ષમાર્ગ તૈયાર થતો જાય છે.
ઉપરોક્ત કથન દ્વારા ગ્રંથકારે હું સાધક છું. આત્માર્થી છું. મોક્ષ માર્ગનો પ્રવાસી છું એ વાત જણાવી છે. યોગદૃષ્ટિ ગ્રંથ આધ્યાત્મિક વિકાસના માર્ગે આગળ વધવા માટે માઈલ સ્ટોનની ગરજ સારે છે.
ચાર પ્રકારના યોગી कुलादियोगभेदेन चतुर्धा योगिनो यतः। अतः परोपकारोऽपि लेशतो न विरुध्यते ॥२०८ ॥
કુલાદિ યોગના ભેદથી યોગીઓ ચાર પ્રકારના છે એથી તેઓનો પરોપકાર પણ લેશમાત્ર વિરોધી બનતો નથી.
યોગીઓ ચાર પ્રકારના છે (૧) કુલયોગી (૨) પ્રવૃત્તચક્રયોગ (૩) ગોત્રા ચોગી અને (૪) નિષ્પન્ન યોગી. આમાંથી પ્રથમના બે યોગીઓને નજર સામે રાખીને પ્રસ્તુત ગ્રંથની રચના કરાઈ છે, કારણ કે બે યોગીઓને યોગમાં પક્ષપાત છે, યોગમાં રૂચિ છે. જેને જેમાં રૂચિ ન હોય. ઇરછા ન હોય તેની આગળ તે વસ્તુનું વર્ણન કરવામાં આવે તો તે નિરર્થક છે. જેમ ભોજનની પ્રત્યે જેને રૂચિ નથી તેને ભોજન આપવામાં આવે તો લાભ કરનાર બનતું નથી તેમ યોગમાં જેને રૂચિ નથી તેને યોગની વાતો ઉપકારક બનતી નથી. ચાર પ્રકારના રોગીમાંથી કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી યોગ પ્રત્યે રૂચિ, આદર, બહુમાનવાળા છે તેઓને માટે અમારો આ કરાતો પરોપકાર લેશથી પણ વિરુદ્ધ નથી.
कुलप्रवृत्तचक्रा ये त एवास्याधिकारिणः । योगिनो न तु सर्वेऽपि तथा ऽसिद्धयादि भावतः ॥ २०९ ॥
કુલયોગી અને પ્રવૃત્તચક્રાયોગી યોગશાસ્ત્રના અધિકારી છે પણ સર્વ યોગીઓ અધિકારી નથી કારણ તેઓને અસિદ્ધિ - સિદ્ધિ હોવાથી.
યોગશાસ્ત્રના અધિકારી બધા યોગીઓ કેમ નથી તે કહે છે. ગોત્રયોગીઓને યોગની અસિદ્ધિ છે અર્થાત ગોત્રયોગીઓ યોગને પામી શકતા નથી જ્યારે નિષ્પન્ન યોગીઓને યોગ સિદ્ધ થઈ ગયેલો છે. યોગનું ફળ જે મેળવવાનું હતું તે તેમને મળી ગયું છે એટલે તેઓને માટે યોગશાસ્ત્રો ઉપયોગી નથી, ચારે યોગીઓના વિશેષ લક્ષણને કહે છે.
ये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये। कुलयोगिन उच्यन्ते गोत्रवन्तोऽपि नापरे ॥ २१० ॥
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org