________________
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩
૪૦૩ શૂન્યાવકાશના કારણે જ થર્મોસમાં ઠંડી વસ્તુ ઠંડી રહે છે અને ગરમ વસ્તુ ગરમ રહે છે.
આત્માનો જ્ઞાન-દર્શનનો ઉપયોગ આત્મપ્રદેશોનો આધાર લઈને નીકળવા. છતાં સ્વક્ષેત્રને જોતો નથી અને પરપદાર્થમાં સુખ બુદ્ધિએ છે તે જ જીવને કર્મબંધનું કારણ છે. ઉપયોગ પરપદાર્થમાં સુખ બુદ્ધિએ ફ્રે છે તેનાથી અશાતા વેદનીય બંધાય છે તે જ બતાવે છે કે જીવ સ્વક્ષેત્રે દૃષ્ટિ કરે તો કર્મનિર્જરા થાય. સુખના કાળે જીવન દૃષ્ટિ વ્યક્તિઓ અને વસ્તુઓ પર રહે છે. આત્મપ્રદેશો પર રહેતી નથી માટે જ ધ્યાનના ભેદો ષટ્યક્ર વગેરે અંદર બતાડેલ છે. તેનાથી આત્મ પ્રદેશો પર દૃષ્ટિ કરી સ્થિર થવાય અને બહારની વસ્તુઓ તથા વ્યક્તિઓ ઉપરની દૃષ્ટિ બંધ થાય.
આત્મપ્રદેશો એ ઉપયોગને રહેવા માટેનું ઘર છે. વસ્તુઓ અને વ્યક્તિઓ - ઉપયોગને માટે પર છે. પરમાં ઉપયોગને કયાંય સ્થિર થઈ શકાતું નથી માત્ર એકથી બીજા વિષયો પર દોડવાનું હોય છે. જેમાં થાકતા અંતે થોડા સમયે વિષયોથી દૂર જઈ નિદ્રામાં જવાનું છે ત્યાં પાછી શક્તિનો સંચય થવાથી જાગૃત થતાં પાછી વિષયો પ્રત્યે દોડ મૂકવાની છે. આ છે સંસારી જીવ માત્રનું જીવન. માટે જ પરમાં ન વસતા સ્વઘરમાં વસવું જોઈએ. એ માટે ધ્યાનાદિ સાધના છે. આત્માના પ્રદેશો ઉપર મનને સ્થિર કરવાનું છે.
જે જીવો પોતાના આત્મપ્રદેશો ઉપર દૃષ્ટિ કરતા નથી, પોતાના ઉપયોગમાં સ્થિર થતા નથી અને બહાર વસ્તુઓ અને વ્યક્તિઓમાં સુખ માની ઉપયોગને રાગાદિ ભાવે રમાડે છે તે જીવો માટે કુદરત શિક્ષા ઊભી કરે છે. શિક્ષા રુપે તેઓના આત્મ પ્રદેશો ઉપર અશાતા વેદનીય કર્મ બંધાય છે જેના ઉદયે આત્મપ્રદેશોને ભયંકર દુ:ખ અનુભવવું પડે છે. જો ઉપયોગને પહેલેથી જ ઘરમાં રાખ્યો હોત તો આ સ્થિતિ ન થાત. અને આવા અશાતા વેદનીયના ઉદયે ભયંકર દુઃખને અનુભવતા આત્માઓ વિષયસુખ ભોગવવા માટે દીન-હીન અને અશક્ત બની જાય છે. વસ્તુઓ અને વ્યક્તિઓ બહાર છે. વિષય અને કષાયના પદાર્થો પણ બહાર છે. આત્મપ્રદેશો પર આ નથી છતાં આત્મપ્રદેશો પર આ ચિતરામણ થાય છે. જેના ઉદયે આત્મપ્રદેશોને માટે પ્રતિકૂળતાનું, અશાતાનું દ્રશ્ય સર્જાય છે જે દુ:ખ રૂપ છે. આત્મપ્રદેશોમાંથી તો માત્ર જ્ઞાન અને આનંદ જ નીકળે છે. તેથી ત્યાં ઉપયોગને સ્થિર કરતાં આનંદ અનુભવાશે.
ઉપાસના તત્ત્વમાં હજુ બહારનું આલંબન છે જ્યારે ધ્યાન સમાધિમાં તો તે નથી માટે ધર્માનુષ્ઠાનની ક્રિયા કરતા કરતા આત્મપ્રદેશોએ સ્થિર થવાનું છે અને બહારના આલંબનમાંથી સ્વાવલંબનમાં આવવાનું છે.
જેમ ડહોળાયેલા અસ્થિર પાણીમાં પ્રતિબિંબ પડી શકતું નથી તેમ અશાંત મનમાં આત્માનું દર્શન થતું નથી. સાધુપણું એટલા માટે ઊંચું છે કે તેમનું મન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org