________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૪૦૭
વિશેષે કરીને અતિચારથી રહિત હોય છે. નિરાચારપદવાળો કેમ હોય છે? તેમાં હેતુ કહે છે કે અહીં આચારથી જીતવા યોગ્ય કર્મનો અભાવ વર્તે છે. યોગસાધના માટે જે આચાર જરૂરી હતા તે સિદ્ધયોગી બનવાથી હવે જરૂરી ન રહ્યા. યોગારંભક દશામાં ઉપર ચઢવા માટે પ્રતિક્રમણાદિ આચારો આવશ્યક છે. અનાદિકાળથી આત્મામાં આચારપાલન પ્રત્યે પ્રમાદ, અવિધિ, ઉપેક્ષા, અનાદર, અબહુમાન પડેલા છે જે આત્માને સમ્યગ્ આચારપાલન કરવા દેતા નથી અને મોક્ષમાર્ગમાં પ્રતિબંધક એવા સંસારના આચારો તરફ જીવને હોંશે હોંશે પ્રવર્તાવે છે જેનાથી આત્મામાં એક પ્રકારનો ક્રિયામલ પેદા થયો છે જે જીવના વિચારના માળખાને સતત કલુષિત કરે છે. સમ્યગ્ આચારમાં અનાદર, અરૂચિ એ અસદ્ વિચાર છે અને એ જ્યાં સુધી હોય ત્યાં સુધી યોગારંભક દશા આવે નહિ. જ્ઞાનીઓએ બતાવેલ સમ્યગ્ આચારનું વિધિ, બહુમાન, આદર પૂર્વક પાલન કરવાથી આત્મામાં પડેલ પ્રમાદ, અનાદર, ઉપેક્ષા રૂપ ક્રિયામલ દૂર થતો જાય છે અને તેથી સાધક સાધનાના માર્ગે આગળ વધતો જાય છે તેમ કરતા કરતા જ્યારે યોગ ઉપર આરૂઢ થઈ જાય છે ત્યારે તેને તે બાહ્યાચાર રૂપ સાધનની આવશ્યકતા રહેતી નથી. કારણકે સાધન તો ઉપર ચઢવા માટે હતું પ્રતિક્રમણાદિ ક્રિયા તો આત્મામાં સંપૂર્ણ સમાધિ પામવા માટે હતી તેની પ્રાપ્તિ થતા તે સાધનનું હવે કોઈ પ્રયોજન રહેતું નથી. વચન અને કાયાની સ્ખલના એ અતિચારમાં હેતુ છે અને આત્મામાં સમાધિ વર્તતી હોવાના કારણે કોઈ યોગની સ્ખલના નથી માટે આ દૃષ્ટિમાં અતિચાર રહિતપણું હોય છે.
મન,
પર્વત ઉપર આરોહણ કરી તેના શિખરે પહોંચેલાને જેમ હવે ઉપર ચઢવાનું રહેતું નથી. ખોરાક દ્વારા જેનું પેટ ભરાઈ ગયું છે તેને જેમ ફરીથી ખાવાનું હોતું નથી. તેમ અધ્યાત્મની ટોચને પામેલાને હવે પામવાનું ન હોવાથી યોગારુઢ બનેલાને આરોહણ ક્રિયાના અભાવની જેમ પ્રતિક્રમણાદિ બાહ્ય ક્રિયાનો અભાવ હોય છે.
અહિંયા એક ખાસ ખ્યાલ રહે કે પ્રતિક્રમણાદિ બાહ્ય ક્રિયાનો અભાવ તેને હોય છે કે જેને આચારથી જીતવા યોગ્ય કર્મ બધા જ જીતાઈ ગયા છે અર્થાત્ આચારમાં દોષ લાગવાની, અતિચાર લાગવાની યોગ્યતા જ નાશ પામી ગઈ છે અને તે તો સિદ્ધયોગીને ઘટે છે. પોતાના પરિચયમાં આવતા હિંસક પ્રાણીઓ પણ હિંસાના ભાવને છોડી દઈ અહિંસક બને છે તે સિદ્ધયોગીપણું છે. જ્યાં સુધી આચારમાં સ્ખલના અતિચાર લાગવાની લેશમાત્ર યોગ્યતા છે ત્યાં સુધી યોગારંભક દશા છે. યોગારુઢ દશા નથી અને આ દશા હોય ત્યાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org