________________
૪૧૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ માણસ થયેલો કૃતકૃત્ય થાય છે અર્થાત્ રત્નની પરીક્ષા હોવાને લીધે રત્નનો વહેપાર કરીને કરોડો રૂપિયા કમાઈને દુનિયામાં મોટો માણસ બને છે. સર્વત્ર માન, સન્માન, ખ્યાતિ, પ્રતિષ્ઠા મેળવે છે અને તેને લીધે પોતાને કૃતકૃત્ય માને છે કારણ કે આ ભવમાં દુઃખ, દારિદ્ર ટળી ગયા અને સર્વ સુખની પ્રાપ્તિ થઈ તેથી ધન સંપત્તિથી ધનવાન બનેલો પોતાને કૃતકૃત્ય માને છે તેમ આઠમી દૃષ્ટિમાં રહેલો યોગી ક્ષપકશ્રેણી દ્વારા ક્ષાયોપથમિક ધર્મના ત્યાગથી કેવલી બને છે. સંસારમાં ધન પ્રાપ્તિએ ઉત્કૃષ્ટ ળ છે તેમ અહિંયા કેવલજ્ઞાનની પ્રાપ્તિ એ શ્રેષ્ઠ ફળ છે.
હિતાપૂર્વક પુરવ્યોથyપના રે !
केवलश्रीस्ततश्चास्य नि:सपना सदोदया ॥१८२॥ દ્વિતીય અપૂર્વકરણમાં આ મુખ્ય એવો ધર્મસંન્યાસ પ્રાપ્ત થાય છે. અને તેથી બીનહરીફ કલ્યાણકારી કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી પ્રાપ્ત થાય છે.
પહેલું અપૂર્વકરણ સમ્યકત્વ પામતા પહેલા જીવને ગ્રંથિભેદ કાલે હોય છે તેની અપેક્ષાએ શ્રેણીવર્તી આઠમા ગુણસ્થાનકે પ્રાપ્ત અપૂર્વકરણ એ દ્વિતીયા અપૂર્વકરણ છે. તે વખતે ક્ષાયોપશમિક ધર્મસંન્યાસ મુખ્ય અર્થાત નિરૂપચરિતા હોય છે અર્થાત અહિંયા ક્ષયોપશમ ભાવના જે ક્ષમાદિ ગુણો છે એનો ત્યાગ થાય છે અને એના દ્વારા અંતે આત્મા ક્ષાયિકભાવના ગુણોને પામે છે. ઉપચરિત ધર્મસંન્યાસ અર્થાત્ સાવધપ્રવૃત્તિના ત્યાગરૂપ ધર્મસંન્યાસ તો જીવને ચારિત્રની પ્રાપ્તિ કાલે હોય છે.
આ ક્ષાયોપથમિક ધર્મસંન્યાસરૂપ વ્યાપારથી યોગીને પ્રતિપાતનો અભાવ હોવાથી સદા ઉદયવાળી અને નિઃસપત્ના = શોક્યવગરની અર્થાત્ જેની કોઈ હરીફાઈ કરી શકે નહિ તેવી કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. સંસારમાં સ્ત્રીરૂપી લક્ષ્મી એની હરીફ બની શકે તેવી તેની સમાન શોકય સ્ત્રી હોય છે જ્યારે આ કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી બીનહરીફ હોવાથી તે શોક્ય વગરની અર્થાત નિઃસપના છે
સિંહાવલોકિત નીતિથી પ્રસ્તુત દૃષ્ટિરૂપ વસ્તુને નિર્ધારણ કરવાને માટે કહે છે -
स्थितः शीतांशुवज्जीवः प्रकृत्या भावशुद्धया ।
चन्द्रिकावच्च विज्ञानं तदावरणमभ्रवत् ॥१८३॥ સ્વાભાવિક રીતે જ ભાવની શુદ્ધિ થવાથી આ દ્રષ્ટિમાં યોગી ચંદ્રમાની જેમ સ્થિત છે. ચંદ્રની ચંદ્રિકાના જેવું તેનું જ્ઞાન હોય છે અને વાદળાની જેમ આવરણ હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org