________________
૪૧૪
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ શકે સાચા માર્ગે વાળી શકે. આમ પ્રભુ શક્તિમાન હોવાથી નેતા છે અને તેથી સભ્યનીતિ પણ તેમનામાં ઘટે છે. તેમજ પ્રભુ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ હોવાથી પ્રમાણ છે માટે સાચી પ્રામાણિકતા પણ તેમનામાં ઘટે છે.
પરમાત્માને તેરમાં ગુણસ્થાનકે શુક્લલેશ્યા હોય છે તે શુભ વર્ગણાના પુદ્ગલરૂપ છે. સર્વ સંવર નથી, આશ્રવ છે. અલ્પ કર્મબંધ છે માટે સર્વથી અબંધ અવસ્થા નથી, દેશથી અઘાતિકર્મની નિર્જરા છે, સર્વથી નહીં. અહીં સત્તામાં ૮૫ પ્રકૃતિ છે, ઉદયમાં ૪૨ પ્રકૃતિ છે અને બંધમાં એક માત્ર શાતા વેદનીય છે. જીવ જે રીતે અને જેટલા પ્રમાણમાં કર્મબંધ કરે છે તે જીવની પગલ પરત્વેની ભૂલને આભારી છે. કંઇક અંશે પુદ્ગલ સાથે કર્તા, ભોક્તા ભાવનો સંબંધ છે. કેવળી થતા પહેલાની ભૂલો વડે જે અઘાતિ કર્મ અઘાતિ તરીકે બંધાયું છે તે કેવળજ્ઞાન થયા પછી પણ ચાલુ રહે છે. પણ કેવળી થયા પછી બંધમાં ભૂલ થતી નથી. માત્ર શાતાનો બંધ બે સમય પૂરતો હોય છે.
પ્રભુને ચાર ઘાતિકર્મનો ક્ષય થવાથી કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રગટે છે તે વખતે ચાર અઘાતિ કર્મો કેવા હોય છે તે કહે છે. ઘાતિ કર્મોનો નાશ થયા પછી અઘાતિ કર્મોનું જોર ચાલતું નથી. અઘાતિ કર્મો તદન બળીને રાખ થયેલી સિંદરી જેવા શિથિલ થઈ જાય છે. તે ક્ત આકાર રૂપે જ રહે છે. જેમ બળેલી સીંદરીની રાખને પવન ન લાગે અથવા કોઈ અડે નહિં ત્યાં સુધી તેનો આકાર એમને એમ કાયમ રહે છે. તે પ્રમાણે અઘાતિ કર્મો પણ આયુષ્ય કર્મરૂપી. પવનનો ઝપાટો ન લાગે, દેહનો નાશ ન થાય ત્યાં સુધી જ કાયમ રહે છે.
મોહનીય કર્મના સભાવમાં વેદનીયકર્મ પહેલા સુખદુઃખની લાગણી ઉત્પન્ન કરતું હતું. તે અસર હવે સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ. માત્ર શાતા-અશાતા બહાર દૃશ્યરૂપે રહી. અંદરથી તો અનંત આનંદ વેદન જ અનુભવાય છે.
નામ તથા ગોત્રકર્મ જે દેહભાવ અને અભિમાન પોષવાના નિમિત્ત બનતા હતા તે હવે આત્મભાવ કારક અને પૂર્ણપ્રભુતાદર્શક બને છે. આયુષ્ય કર્મ જે દેહ મૂરøવર્ધક બનતું હતું તે હવે ક્ત લોકોપકારક બની રહે છે. આ પ્રમાણે ચારે ય અઘાતિકર્મ સત્તા વિનાના બની જાય છે અને માત્ર આકારરૂપે રહી જાય છે, ઘાતિકર્મની સીધી અસર ઉપયોગ ઉપર પડે છે જ્યારે અઘાતિકર્મની સીધી અસર આત્મપ્રદેશો અને દેહ ઉપર થાય છે.
તીર્થંકર પરમાત્માનો દેહ ભસ્મીભૂત થાય છે. સમવસરણનું વિસર્જન થાય છે. જ્યારે તેમનું કેવલજ્ઞાન નિર્વાણ પછી પણ મોક્ષમાં સાથે રહે છે આ પરમાત્મ તત્ત્વની વિશેષતા છે.
વીતરાગ સર્વજ્ઞ બનેલા તે આત્માઓ પોતાના તથા પ્રકારના કર્મના ઉદ્ય પૃથ્વી પર વિચરી ભવ્ય જીવોને તેમની યોગ્યતા અનુસાર દેશના આપે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org