________________
૪૨ ૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ स्वभावोऽस्य स्व-भावो यन्निजा सत्तैव तत्त्वतः । भावावधिरयं युक्तो नान्यथाऽतिप्रसङ्गतः ॥१९२॥
જે કારણથી આત્માની પોતાની સત્તા - પોતાનો ભાવ તે જ સ્વભાવ છે તે કારણથી સ્વભાવ પદાર્થની અવધિ સુધી માનવો જોઈએ. અન્યથા = ભાવની અવધિ સુધી સ્વભાવ માનવામાં ન આવે તો અતિપ્રસંગ આવશે .
દરેક પદાર્થ ભાવ અને અભાવ બંને સ્વરૂપે છે. ભાવ તે સત્ અંશ છે અભાવ તે અસત્ અંશ છે આ બંને પદાર્થનું સ્વરૂપ હોવા છતાં અભાવાત્મક સ્વરૂપને પદાર્થનો સ્વભાવ કહેવાતો નથી પણ સ્વભાવનો નાશ કહેવાય છે કારણકે સ્વભાવની વ્યુત્પત્તિ કરીએ તો સ્વ એટલે પોતાની, ભાવ એટલે વિધમાનતા (સત્તા), આમ વસ્તુનો ભાવાંશ તે તેનો સ્વભાવ છે. અભાવ સ્વરૂપને સ્વભાવ ન કહેવાય. તેને જો સ્વભાવ માનવામાં આવે તો અતિવ્યાપ્તિ દોષ આવે. " બૌદ્ધો દીપકના બુઝાવા તુલ્ય આત્માનો મોક્ષ માને છે અર્થાત મોક્ષમાં આત્મારૂપ પદાર્થ માન્યો પણ તેનો સ્વભાવ અર્થાત્ સત્તા ન માની તેને દોષ આપતા કહે છે કે સ્વભાવ પદાર્થની અવધિ સુધી જ હોય. અને તે વાતને કાળના દૃષ્ટાંતથી બતાવે છે.
अनन्तरक्षणाभूतिरात्मभूतेह यस्य तु । तथाऽविरोधान्नित्योऽसौ स्यादसन्वा सदैव हि ॥१९३॥
અનંતર ક્ષણની અભૂતિ એ જ જે વાદીને મતે આત્મભૂત છે તેને તેની સાથે અવિરોધ હોવાથી તે વર્તમાન ક્ષણ નિત્ય હોય અથવા હંમેશા અસત્ હોય.
અનંતર ક્ષણની અભૂતિ અતિ અસત્તા એ જ જે વાદીના મતે આત્મભૂત અર્થાત્ વિવક્ષિત વર્તમાન ક્ષણ છે તે વાદીને દોષ આપે છે. જે વાદીના મતે પૂર્વેક્ષણ અને પશ્ચાત્ ક્ષણ અસત્ છે તે વાદીના મતે વર્તમાન આત્મભૂત ક્ષણની સાથે અનંતરક્ષણને રહેવામાં વિરોધ ન હોવાથી અનંતર ક્ષણની અસત્તા સદા રહેવી જોઈએ કારણકે અનંતરક્ષણની અસત્તાનું કોઈ વિરોધી હોય તો તેની અસત્તા નાશ પામે અને અનંતરક્ષણની અસત્તાને વર્તમાન ક્ષણ સાથે રહેવામાં કોઈ વિરોધ તો નથી અને તેથી અનંતરક્ષણની અસત્તા. કાયમ રહેતા વર્તમાન ક્ષણ પણ વર્તમાનભાવવડે સદા રહેશે તેથી રસી = આ. વર્તમાન ક્ષણવર્તી પદાર્થ વર્તમાનભાવવડે કરીને નિત્ય થઈ જશે વિરોધેન તત્ ग्रस्तत्वादिति
અથવા તો તયા જે વાદીના મતે અનંતરક્ષણની અભૂતિ આત્મક વર્તમાન આત્મભૂત (વિવક્ષિત) ક્ષણ છે તે વાદીના મતે અનંતરક્ષણની અભૂતિ સાથે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org