________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
तत्स्वभावोपमर्देऽपि तत्तत्स्वाभाव्ययोगतः । तस्यैव हि तथाभावात्तददोषत्वसङ्गतिः ॥१९१॥
પૂર્વપક્ષી સાંખ્યોની માન્યતા છે કે આત્મા તો હંમેશા પુષ્કર પલાશવત્ નિર્લેપ છે અર્થાત્ નિત્ય એક સ્વભાવવાળો છે એટલે કે દોષરહિત સ્વભાવવાળો છે. તેઓ આત્માના સંસારને કાલ્પનિક માને છે અર્થાત્ સંસારી અવસ્થામાં આત્મા દોષ કરવાના સ્વભાવવાળો હતો અને મોક્ષમાં નિર્દોષ સ્વભાવવાળો બને છે એમ તેઓ માનતા નથી, તેથી તેમના મતે વસ્તુ વિધમાન હોય ત્યાં સુધી તે સ્વભાવ રહે. સ્વભાવ ન હોય અને વસ્તુ હોય એવું ન બને અને તેથી આત્માનો જો સંસારી સ્વભાવ માનવામાં આવે તો તે સંસારી સ્વભાવનો નાશ થતાં તેના આશ્રય ભૂત આત્માનો પણ નાશ થવાની આપત્તિ આવે. તે માટે સાંખ્યો કહે છે કે શુદ્ધ સ્વભાવ જ વાસ્તવિક છે અને તેથી શુદ્ધાવસ્થા એ જ વાસ્તવિક છે. સંસારી સ્વભાવ અને સંસારી અવસ્થા કાલ્પનિક છે.
સાંખ્યોની આવી માન્યતાની સામે ગ્રંથકાર કહી રહ્યા છે કે જો સંસારી સ્વભાવને કાલ્પનિક માનશો તો તેનાથી પ્રાપ્ત થતી મુક્તિ પણ કાલ્પનિક બનશે કારણકે અવાસ્તવિકતામાંથી વાસ્તવિકતાની ઉત્પત્તિ ન થાય તેથી આત્માનો એક જ સ્વભાવ ન માનતા પરિણમનશીલ સ્વભાવ માનવો જોઈએ, અને આવો સ્વભાવ માનવાથી જન્માદિ ભાવનો નાશ થવા વડે દોષ સ્વભાવનો નાશ થવા છતાં પણ આત્મામાં અદોષપણાનો સ્વભાવ પણ પડેલો જ છે અને તેથી પૂર્વમાં જે દોષ સ્વભાવવાળો આત્મા હતો, તે જ દોષરહિત સ્વભાવવાળો થતો હોવાથી દોષવાળા એવા આત્માને જ દોષરહિતપણાની પ્રાપ્તિ થાય છે.
–
तथाहि तस्य તે દોષવાળા આત્માનો જ એવા પ્રકારનો સ્વભાવ છે કે જેથી તથૈવ હિ તે દોષવાળો આત્મા જ દોષ વગરનો થાય છે. જન્મમરણાદિ સ્વભાવવાળો આત્મા જ જન્માદિનો ત્યાગ કરવા વડે જન્માદિથી અતીત થતો હોવાથી દોષવાળા આત્મામાં જ અદોષત્વની પ્રાપ્તિ થાય છે.
તાત્પર્ય એટલું જ છે કે આત્મામાં જેમ કર્મબંધથી બંધાઈને દોષવાળા થવાનો સ્વભાવ છે તે જ રીતે તે જ આત્મામાં કર્મબંધથી મુક્ત બની નિર્દોષ બનવાનો પણ સ્વભાવ છે અને તેથી જ્યાં સુધી કર્મબંધના કારણો મિથ્યાત્વ, અવિરતિ અને કષાયને સેવે છે ત્યાં સુધી જન્મ, મરણાદિ દોષને પામે છે અને તે જ આત્મા જ્યારે ફર્મલઘુતા થવાથી ભવિતવ્યતા સાનુકૂળ થતાં કર્મક્ષયના કારણો સમ્યક્ત્વ, વિરતિ અને ઉપશમભાવને સેવે છે ત્યારે કર્મબંધથી મુક્ત થવાનો સ્વભાવ હોવાથી મુક્ત બને છે. સ વ તથામતિ
સંસારી આત્માનો
જ તેવા પ્રકારનો સ્વભાવ છે કે તે અશુદ્ધમાંથી શુદ્ધ થાય.
इत्थं च પ્રમાણે સ્વીકારવું પડશે.
.....
૪૨૫
Jain Education International 2010_05
=
For Private & Personal Use Only
આ પ્રમાણે અદોષપણાનો કારક સ્વભાવ હોતે છતે આ
www.jainelibrary.org