________________
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩
૪ર૩ પડે છે. સતત ભય-ચિંતા ઉદ્વેગમાં જીવવું પડે છે તેમ આ સંસાર અટવીમાં ભૂલા પડેલાને ચારે ગતિના દુ:ખો, અપમાન, તિરસ્કાર, દીર્ભાગ્ય, અપયશ, દરિદ્રતા, પરાધીનતા, ગુલામી વગેરે અનુભવવું પડે છે. જો ભૂલા ના પડ્યા હોત અને આપણા ઘરમાં રહ્યા હોત તો મોક્ષનો અનંત આનંદ અનુભવતા હોત.
ભૂલા પડ્યા છીએ માટે તો અંદરમાં ન જતાં બહારના બહાર રહીએ છીએ અને બહારમાંથી સુખ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યાં સુખનું એક ટીપું પણ નથી ત્યાં સુખનો સાગર માની તેને લેવા મથી રહ્યા છીએ જેનાથી નવા નવા કર્મોના શંસલાઓ અને ચારગતિની જેલને તૈયાર કરી રહ્યા છીએ. વિનાશી એવા દેહ, ધન, કુટુંબ, પરિવારને પોતાના માની આખી જિંદગી એની પાછળ ગુલામી કરીએ છીએ અને અંતે રોતા રોતા અહિંયાથી વિદાય લઈએ છીએ, અનંત પુદ્ગલપરાવર્તથી આપણી આજ સાઇકલ ચાલી રહી છે અને સતત ભટક ભટક કર્યા જ કરીએ છીએ. કોઈ જગ્યાએ ઠરીઠામ થઈ શકતા નથી એ આપણે ભૂલા પડ્યા છીએ તેની નિશાની છે. આ ભૂલા પડેલા અને તેના કારણે ચારેગતિમાં સતત ભટકતા આત્માને પોતાની ભૂલ સમજાય કે હું ઘણું ભટક્યો અને એનો ભય લાગે અને નિર્ણય કરે કે હવે નથી ભટકવું તો જ જીવનું ઠેકાણું પડે. હું ઘણું ભટક્યો તેનો ભય લાગતો નથી અને હવે મારે ભટકવું નથી એનો નિર્ધાર થતો નથી માટે ભવોભવ મળેલી દેવ ગુરુ ધર્મની તારક સામગ્રી નિળ જાય છે. જીવ અધ્યાત્મનો પુરુષાર્થ કરતો જ નથી અને ભૌતિક પુરુષાર્થ છોડતો નથી-આ જીવની કેવી કમનસીબી છે? અંદરનું ઉપાદાન ન સુધરે તો બહારના નિમિત્તોનો શું વાંક? જ્ઞાની કહે છે તું તારા ઉપાદાના સ્વરૂપ આત્માને સુધાર તો તારક નિમિત્તો તો તને તારવા તૈયાર જ છે. જીવ તરવાનો નિર્ણય કરે તો જ બહારના નિમિત્તો તેને તારી શકે. એને પોતાને જ જે ડૂબવું હોય તો તેને બચાવવાની શક્તિ કોઈનામાં નથી. આ પ્રકૃતિની રચના જ એવી છે કે તે છૂટવાના કામીને બાંધતી નથી અને બંધાવાને ઇરછતાને છોડતી નથી. અભવ્યને છૂટવું નથી તો તેને હંમેશને માટે સંસારમાં રાખે છે અને જેને છૂટવાનો દૃઢ સંકલ્પ કરી પુરુષાર્થ આદર્યો તો તેને છોડી દીધા. છૂટવાના દ્રઢ નિર્ધારપૂર્વક જ્યારે આત્મા અહમને મૂકીને અહંના શરણે જાય છે અને પોતાના હયમાં સ્થાન આપે છે, એની સેવા કરે છે ત્યારે પ્રકૃતિના મહાબંધનમાંથી છૂટકારો પામી મુક્તિના મહાસામ્રાજ્યને મેળવે છે અને સાદિ અનંતકાળ સુધી આત્માના ઉપમાતીત અલૌકિક આનંદને અનુભવે છે.
“બંધા કો બંધા મીલા છુટે કોણ ઉપાય ?
સેવા કર નિબંધકી તો પલકમેં છૂટાય જગતમાં નિબંધ એક માત્ર અરિહંત અને સિદ્ધ છે એની સેવા કરનારો. પ્રકૃતિની જેલમાંથી છૂટકારો પામે છે.
एतन्मुक्तश्च मुक्तोऽपि मुरव्य एवोपपद्यते ।
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org