________________
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ-૩
૪૨ ૧. ગળામાંથી લોહી પડે, રાત્રે ઊંઘ આવે નહિ, લકવામાં શરીરના અંગો બધા જડ થઈ જાય, હલન ચલન અટકી જાય, ભસ્મક રોગમાં ખાધેલું બધું બળી જાય, લોહી થાય નહીં, મગજના રોગવાળાને તાણ-તણાવ આવે, લોહી મગજ સુધી પહોંચે નહિ, મગજ ઉપર દબાણ આવે વગેરે વિકારો વ્યાધિવાળા પુરુષને અનુભવવા પડે છે. આ રોગો પેદા થયા પછી જીવ સતત બેચેની અનુભવે છે, મૂંઝવણ રહે છે. સતત તે રોગાદિ સંબધી જ વિચાર આવે છે. તેમ પ્રસ્તુતમાં જન્મ - જરા - મૃત્યુ એ ભવરૂપી વ્યાધિના વિકારો છે. રોગો છે. તે જીવને સંસારમાં ઇષ્ટ પદાર્થોમાં રાગ અને અનિષ્ટ પદાર્થોમાં દ્વેષ કરી મૂંઝવે છે. શરીરના આ રોગો જીવને જેમ બળતરા, શૂળ, હાર્ટની પીડા, ગળાની તકલીફો વગેરે પેદા કરી મૂંઝવે છે તેમ અહિંયા પણ સંસારના ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ, વૃદ્ધિ, સંરક્ષણ વગેરેના વિચારોથી જીવ સતત આર્ત-રીદ્રધ્યાનની ભઠ્ઠીમાં શેકાય છે. જન્મ જરા, મૃત્યુ, ચિંતા, ભય, ક્લેશ, ઉદ્વેગ, ગ્લાનિ, પીડા, રાગ, દ્વેષ, રતિ અરતિ, હાસ્ય, શોક, જુગુપ્સા આ બધા ભવવ્યાધિના વિકારો છે જે વૃદ્ધિ પામતા આત્માનું તેજ, ઓજસ, પરાક્રમ, ઉત્સાહ, સન્માર્ગની રૂચિ, ક્ષમાદિ ગુણોનું અનુભવન-બધું ચાલ્યું જાય છે, આત્માના ભાવ પ્રાણ જ્ઞાન, દર્શન, ચારિત્ર મરવા પડે છે. સંસાર વર્ધક કર્મોનો સંચય થાય છે. જે અજીર્ણ સ્વરૂપ છે અને તેના ઉદયે જીવને નરકાદિમાં જવું પડે છે તે વાત વિશુચિકા સ્વરૂપ છે.
કમળાનો રોગ પિત્તવિકારને કારણે ધોળી વસ્તુને પણ પીળી જુએ તેમાં મિથ્યાત્વના ઉદયે અસતમાં સતની બુદ્ધિ અને સમાં અસતની બુદ્ધિ પેદા થાય. છે આ રોગને મહારોગ કહ્યો કારણકે સંસારમાં જીવને વળગેલા રાજરોગા જીવનપર્યત તેનો કેડો મૂકતા નથી તેમ આ વ્યાધિ પણ અનાદિકાળથી વળગેલો છે અને ભવોભવથી ચાલી આવેલો હોઈ આજે પણ જીવનો કેડો મૂકતો નથી. જીવને આ મહાવ્યાધિથી છૂટવા ઘણો પ્રયત્ન કરવો પડે છે. સંસારના બધા સુખો છોડી ત્યાગી બની જીવ જ્યારે સાધનાના કઠોર માર્ગે પ્રયાણ કરવા ડગ માંડે છે અને ભવોભવ સાધના કરે છે ત્યારે કોઈક ભવમાં એ મહાવ્યાધિથી છુટકારો થાય છે. જન્મ - જરા-મૃત્યુરૂપ આ મહાવ્યાધિ એટલો વિચિત્ર અને ભયંકર છે કે મોટા ભાગના જીવોને તો એ વિષયોમાં મૂંઝવી નાંખે છે અને ક્યાયોના ભૂતથી આવિષ્ટ કરી દે છે તેથી તેનાથી છૂટવાની વાત તો દૂર રહી પણ તેને ઓળખવો પણ મુશ્કેલ પડી જાય છે. “મને ભવરૂપી મહાવ્યાધિ વળગેલો છે અને રાગાદિ વિકારોથી હું પીડિત છું' એવી ઓળખાણ, શ્રદ્ધા પણ સંસારમાં વિરલા જીવોને થાય છે અને એનો નાશ કરવા માટે ઉધમ કરનારા આત્માઓ તો આંગળીના વેઢે ગણી શકાય તેટલા હોય છે.
બ્રહ્મદત્ત ચક્રીના જીવે સંભૂતિમુનિ તરીકેના પૂર્વભવમાં અણસણ કર્યું અને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org