________________
ચોગ દ્રષ્ટિના અજવાળા ભાગ-૩
૪૧૯ ઉચ્છેદ આપણે કરી શકીએ તેમ નથી, માત્ર આપણા આત્મા ઉપર લાગેલા સંસારનો ઉરચ્છેદ કરી શકીએ તેમ છીએ. સંસારના સઘળા જીવોનો ઉદ્ધાર કરવા પરમાત્મા પણ સમર્થ નથી. તીર્થકરોએ સવિ જીવ કરૂં શાસનરસીની ભાવના કરી પણ બધાનો ઉદ્ધાર કરી શક્યા નથી.
શંકા - સંસારમાંથી જીવો મોક્ષે તો જતા જ હોય છે. આજે ગયા, કાલે ગયા તો અનંતકાળ પછી પણ સંસાર ખાલી ન થાય એવું કેમ બને ?
સમાધાન - સાગર અનંતકાળ પહેલા પણ જેટલો ખારો હતો તેટલો જ ખારો આજે પણ છે. હે ભાઈ ! આ સાગરમાં કેટલી નદીઓ ઠલવાઈ ? અનંત કાળમાં અનંતી નદીઓ ઠલવાઈ. કહો તો ખરા કે એ નદીઓનું પાણી ખારું કે મીઠું ? અનંતી નદીઓનું પાણી મીઠું જ હતું. એક વાસણમાં અડધું ખારૂં પાણી ભર્યું એમાં આપણે મીઠું પાણી નાખ્યા જ કરીએ નાખ્યા જ કરીએ તો એક સ્થિતિ એવી આવે કે ખારાશ ઘટતી જાય, છેલ્લે પાણી ઉભરાઇ જાય. અને ખારાશ નોર્મલ થઇ જાય. પણ સાગરમાં અનંત કાળથી વરસાદનું મીઠું પાણી પડ્યા જ કરે છે પડ્યા જ કરે છે અને અનંતી મીઠા પાણીની નદીઓ ભળ્યા જ કરે છે તે છતાં સાગરની ખારાશ જેમ ઓછી થતી નથી ? એટલીને એટલી જ રહે છે ? તેમ બસ, આ જ ન્યાય અહિંયા સમજી લેવાનો કે ગમે તેટલા જીવો મોક્ષે જાય તો પણ સંસાર ખાલી થવાનો નહિ.
એક નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષે જાય, અસંખ્યાતમો નહિ. આ વાત જિન વચન પ્રત્યેની શ્રદ્ધાથી સ્વીકારવા યોગ્ય છે તર્ક-વિતર્કથી નહિ.
પ્રાયઃ આત્મારામજી મહારાજે કહ્યું છે કે એક કલ્પના કરો કે તમારા મતે જે છેલ્લામાં છેલ્લો જીવ મોક્ષે જશે ત્યારે પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ હશે કે નહિ ? તમે ના કહો તો પછી તે જીવ્યો કઈ રીતે ? ત્યારે પૃથ્વી, પર્વત, નદી, નાળા, સરોવરો, દરિયો, વૃક્ષો હશે અને એ બધા તો જીવ જ છે પછી સંસાર ખાલી કઈ રીતે થાય ?
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું અનંતપણું બેસે તો આ બધું બેસી જાય. દ્રવ્યથી દ્રવ્યનો અંત નથી. ક્ષેત્રથી ક્ષેત્રનો અંત નથી. કાલથી કાલનો અંત નથી અને ભાવથી ભાવનો અંત નથી.
અનંત દ્રવ્ય
દ્રવ્યથી દ્રવ્યનો અંત નથી એટલે અસત કલ્પનાથી એક માણસ જીવોને ગયા જ કરે, ગણ્યા જ કરે, યુગોના યુગો વીતી જાય, કાળચક્રોના કાળચક્રો - વીતી જાય અને પુદ્ગલપરાવર્તના પરાવર્તો વીતી જાય તો પણ જીવોની ગણત્રી. - પુરી થાય નહિ.
જ્ઞાનીઓ જીવોની, સંસારી અવસ્થા અને મુક્ત અવસ્થા બંને જુએ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org