________________
૪૨૦
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ એ જ્ઞાનીના જ્ઞાનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનંતુ જોવાયું છે તેનો આપણે શ્રદ્ધાથી સ્વીકાર કરવો જોઈએ અન્યથા બુદ્ધિ અગોચર પદાર્થોમાં શંકા-કુશંકા કરતા મિથ્યાત્વનો ઉદય થતાં વાર લાગે નહિ અને જીવને સન્માર્ગમાંથી નીચે ઉતરવાનું થાય.
અનંતક્ષેત્ર -
લોકની ચારે બાજુ અલોક છે તે અલોકાકાશ અનંત છે અસત્ કલ્પનાથી એક માણસ કે જેને મૃત્યુ આવવાનું નથી તે અલોકમાં નિરંતર ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે તો ગમે તેટલું ચાલે તો પણ અલોકાકાશનો છેડો ન આવે.
અનંતકાળ -
આજ ગઈ, કાલ ગઈ, એમ કરતા અનંત ભૂતકાળ ગયો અને અનંત ભવિષ્ય કાળ જશે છતાં કાળ ચાલુ જ રહેવાનો.
અનંતભાવ -
આત્માના અનંતગુણો કયારે પણ ગણી શકાતા નથી તે જ રીતે પુદ્ગલ દ્રવ્યોમાં રૂપ, રસ, ગંધ વગેરેની તરતમતા કયારે પણ ગણી શકાતી નથી. આમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચારે ય અનંતા છે. એમાં જીવે સંસારમાં પોતાની પરમાર્થથી સત અવસ્થા કે જે મોક્ષ છે તેને પામવાનો પ્રયત્ન કરવાનો છે. તે માટે અસત્ ને અસત સમજી તેને છોડતા જવાનું છે.
આ શ્લોક દ્વારા જીવ સંસારમાં વ્યાધિવાળો જ હતો. પણ અનાદિથી નિરોગી ન હતો તે વાત સિદ્ધ કરી. જીવ જો સંસારમાં પણ નિરોગી હોત તો યોગનો પુરુષાર્થ કરવાની જરૂર ન રહેત.
સંસાર એ જ મહાવ્યાધિ - જીવ સંસારમાં વ્યાધિવાળો જ હતો તે અર્થને સ્પષ્ટ કરતા કહે છે
भव एव महाव्याधिर्जन्ममृत्युविकारवान् ।
विचित्रमोहजननस्तीव्ररागादिवेदनः ॥१८८॥ સંસાર એજ મહાવ્યાધિ છે. તે જન્મ-મૃત્યુના વિકાર વાળો છે. વિચિત્ર એવા મોહને પેદા કરનારો છે અને તીવ્ર રાગાદિ વેદનવાળો છે
જન્મ, જરા, મૃત્યુના વિકારવાળો સંસાર એજ મહાવ્યાધિ છે કારણકે મિથ્યાત્વના ઉદય વડે કરીને તે ભિન્ન ભિન્ન પ્રકારના મોહને પેદા કરાવનાર છે અને સ્ત્રી આદિના આકર્ષણને પેદા કરવા વડે તીવ્ર રાગાદિ દુ:ખોનું અનુભવના કરાવનાર છે.
- કેન્સર, ક્ષય, લકવા વગેરે રોગો જીવમાં વિકારો પેદા કરે છે જેમકે કેન્સરના રોગમાં જીવ ગળાથી ખાઈ, પી શકે નહીં. ખોરાક માટે ગળામાં - પેટમાં કાણા પાડવા પડે, ક્ષય રોગમાં જીવને સતત ખાંસી, કફ્તી પીડા રહે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org