________________
૪૧૮
યોગ દ્રષ્ટિનાં અજવાળા ભાગ -૩ યકિંચિત્ વ્યાધિનો અભાવ ગ્રહણ થતો હતો અને તેના દ્વારા નિવણમાં આત્માની સત્તા છે એમ સિદ્ધ કર્યું અને ઉત્તરાર્ધમાં વ્યાધિથી નથી મુકાયો એવું નથી એવું કહેવા દ્વારા જીવ સઘળા વ્યાધિથી મુકાયો જ છે એમ સિદ્ધ કર્યું. જે એક પણ વ્યાધિ રહી જાય તો મોક્ષની પ્રાપ્તિ માટે યોગનો પુરુષાર્થ તેમ જ તપ, ત્યાગ અને સંયમનો પુરુષાર્થ નિળ નીવડે.
અને ત્રીજીવાત વ્યાધિતો ન વ પૂર્વ અર્થાત્ પૂર્વમાં એટલે કે સંસારમાં ત્યાધિ વગરનો હતો એવું નથી કારણકે તથા માવત્ - સંસારમાં રાગાદિરૂપ વ્યાધિનો સદ્ભાવ હતો. સંસારમાં રાગાદિનો અનુભવ જીવ માત્રને છે એટલે તેનો નિષેધ કરી શકાય તેમ નથી. સમજુ આત્માઓ અનુભવનો અપલાપ કરે તેવું બોલે નહિ.
બોદ્ધો બૂઝાયેલા દીપકની જેમ આત્માનો મોક્ષ માને છે અર્થાત અસત આત્મા માને છે. મોક્ષમાં આત્માની સત્તા સ્વીકારતા નથી તેની સામે પ્રસ્તુત શ્લોક દ્વારા ગ્રંથકાર કહે છે કે મોક્ષમાં આત્મા સત છે, વ્યાધિના અભાવવાળો છે અને પોતાના ગુણોને અનુભવનારો છે. સિદ્ધાવસ્થા એ કાલ્પનિક નથી પણ પારમાર્થિક છે.
ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयोऽपि तीर्थनिकारतः ।
અન્ય દર્શનકારો જે માને છે કે ધર્મતીર્થના સ્થાપક જ્ઞાનીઓ પરમપદને પામીને પોતાના ધર્મની હાનિ થતી જોઈને ધરતી પર થી અવતાર લે છે. આ વાતનું પણ ખંડન થાય છે કારણ કે રાગદ્વેષ એ જ અહિંયા વ્યાધિ છે તેનાથી મુકાયેલા શા માટે સંસારમાં ીથી જન્મ લે ?
જૈન દર્શનની માન્યતાઓનો ખ્યાલ અન્યદર્શનકારોને કઈ રીતે આવે? જૈનદર્શન અનંતાનંત જીવોની જે વાત કરે છે તેનો ખ્યાલ તેઓને નથી માટે મોક્ષે ગયેલા જીવોને ફ્રીથી અવતાર કરાવવો પડે છે. જેનદર્શન જીવોનો ખ્યાલ આપતા કહે છે કે નિગોદના જીવો બે પ્રકારે છે (૧) સૂક્ષ્મ નિગોદ અને (૨) બાદર નિગોદ.
બાદર નિગોદ જે આ લીલગ. તે આપણે નજરે જોઈએ છીએ. સૂક્ષ્મ નિગોદ ચૌદરાજલોક વ્યાપી છે. સંસાર એક એવી ચીજ છે કે જે કયારે ય ખાલી થવાનો નથી. નિગોદના અસંખ્યાતા ગોળાઓ છે એક એક ગોળામાં અસંખ્ય અસંખ્ય શરીરો છે અને એક એક શરીરમાં તે નિગોદના અનંતાનંત જીવો છે. જ્યારે જ્યારે ભગવાનના શાસનમાં પૂછવામાં આવે કે મોક્ષમાં ગયેલા જીવોની સંખ્યા કેટલી ? તો જ્ઞાની એક જ જવાબ આપે કે એક નિગોદનો અનંતમો ભાગ. આના દ્વારા આપણે એ સમજવાનું કે આ દેખાતા સંસારનો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org