________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૪૧૭ પ્રેમને ખાતર નેપોલિયનની છાવણીમાંથી ભાગીને નાની હોડીમાં બેસીને ફ્રાન્સના કેલેથી બંદરથી ઇંગ્લેડ તરફ રવાના થયેલ સેનિક પકડાઈ જવા છતાં હેતુ સારો હતો તો નેપોલિયને તેની કદર કરી હતી. મહાપુરુષોએ આત્માને માટે ઉપસર્ગો સહન કર્યા તો મુક્તિ મળી.
યોગદૃષ્ટિમાં ગ્રંથકારે અચરમાવતમાં ઓઘદૃષ્ટિથી માંડીને ચરમાવર્તમાં ભાવમલનો ક્ષય, ચરમયથાપ્રવૃત્તાકરણ, વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિથી અપુનર્બલકપણારૂપ મિત્રાદિ ચાર દૃષ્ટિની પ્રાપ્તિ, ગ્રંથિભેદ દ્વારા વેધસંવેદ્યપદની પ્રાપ્તિ, પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતી, પાછળની ચાર અપ્રતિપાતી અને તેમાં છેલ્લે આઠમી દૃષ્ટિમાં કેવલજ્ઞાન અને અંતે યોગનિરોધ દ્વારા નિવણની પ્રાપ્તિ બતાવી. આમ જીવનો આખો મોક્ષમાર્ગ બતાવ્યો અને જે જીવ પહેલા ઓઘદૃષ્ટિમાં હતો તે જ હવે યોગદૃષ્ટિ પામવા દ્વારા કેવળજ્ઞાન પામી નિર્વાણને પામ્યો એ બતાવવા દ્વારા આત્મા સત છે તે વાત જણાવી.
व्याधिमुक्तः पुमान् लोके यादृशस्तादृशो ह्ययम् । नाभावो न च नो मुक्तो व्याधिनाऽव्याधितो न च ॥१८७॥
વ્યાધિથી મુક્ત પુરુષ લોકમાં જેવા પ્રકારનો હોય છે તેવા પ્રકારનો આ નિર્વાણને પામેલો આત્મા છે. તેનો અભાવ થતો નથી. વ્યાધિથી નથી મુકાયો એવું પણ નથી અને પૂર્વમાં વ્યાધિ વગરનો હતો એવું પણ નથી.
તત્ર = ભાવનિર્વાણ અવસ્થામાં આ આત્મા કેવા પ્રકારનો હોય છે તે કહે છે વ્યાધિથી મુક્ત પુરુષ લોકમાં જેવી નિરોગી અવસ્થાવાળો હોય છે તેવા પ્રકારનો આ નિર્વાણને પામેલો આત્મા હોય છે, પરંતુ બુઝાયેલા દીપકની જેમ અસત નથી અર્થાત વ્યાધિથી મુક્ત થયેલો પુરુષ જેમ નિરોગીતાને કારણે સુખ અનુભવે છે અને તે વ્યાધિથી મુક્ત થવાને કારણે અસત થઇ જતો નથી પણ તેનું અસ્તિત્વ રહે છે તેમ આ જીવ પણ ભવરૂપી વ્યાધિથી મુકાતા નિર્વાણમાં અસત્ થઈ જતો નથી પણ તેનું અસ્તિત્વ રહે છે અને નિરોગી રહેવાથી આત્માના આનંદને અનુભવનારો હોય છે.
= ર નો ગુન્હો વ્યાધિના - ભવરૂપી વ્યાધિથી નથી મુકાયો એવું નથી પણ ભવ્યત્વનો ક્ષય થવાથી મુકાય જ છે. જીવનો જ્યાં સુધી મોક્ષમાં જવા રૂપ ભવ્ય સ્વભાવ હતો ત્યાં સુધી તે સંસારમાં હતો અને સંસારમાં રહેવાને કારણે એને ચારગતિમાં ભટકવું પડતું હતુંહવે તે ભવ્યત્વ સ્વભાવનો નાશ થવાથી તો મોક્ષની પ્રાપ્તિ થઈ એટલે ચતુર્ગતિ પરિભ્રમણ ટળી ગયું અને આત્માના સ્વરૂપમાં સ્થિરતા થઈ.
અહિંયા નથી મુકાયો એવું નથી એમ કહેવા દ્વારા ન્યાયની પરિભાષાથી વ્યાધિ સમાન્યનો અભાવ જણાવ્યો. શ્લોકના પૂર્વાર્ધમાં વ્યાધિ મુક્ત કર્યું તેનાથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org