________________
ચોગ દ્રષ્ટિના અજવાળા ભાગ -૩
૪૧૫ આધિ-વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી તપ્ત બનેલા જીવોને જિનવાણીનું અમૃતપાન કરાવી તેમના વિષય - કષાયના રસને નીચોવી નાંખે છે. શાંતરસનો પ્રવાહ તેમના આત્મામાં પ્રગટાવે છે. જેના પ્રભાવે ભવ્ય જીવો પોતાની યોગ્યતા અનુસાર સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ રૂપ ધર્મ પામે છે. તેમાં પણ તારક તીર્થંકર પરમાત્માઓ તો કેવલજ્ઞાન પામ્યા પછી દરરોજ બે પ્રહર દેશના આપે છે. કેવલજ્ઞાન પામ્યા પછી તરત જ ધર્મતીર્થ પ્રવતવિ છે. ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે અને ભવ્યજીવો ઉપર નિરંતર ઉપકાર કરતા વિચરે છે અને આ રીતે ઉપકાર કરતા યોગના અંતને અર્થાત ચૌદમાં ગુણસ્થાનકની શેલેશી. અવસ્થાને પામે છે અર્થાત અહિંયા આત્મા ત્રણે યોગનો વિરોધ કરેલો હોવાથી પર્વતની જેમ નિપ્રકંપ હોય છે.
तत्र दागेव भगवानयोगाद्योगसत्तमात् । भवव्याधिक्षयं कृत्वा निर्वाणं लभते परम् ॥१८६॥
ત્યાંજ જલ્દીથી યોગોમાં શ્રેષ્ઠ એવા અયોગ નામના યોગથી ભવરૂપી. વ્યાધિનો ક્ષય કરીને ભગવાન પરમનિર્વાણને પામે છે.
તે શેલેશી અવસ્થામાં ભગવાન એવો આ દ્રષ્ટિમાં રહેલો યોગી યોગોમાં પ્રધાન એવા અયોગ નામના યોગથી - શેલેશીમાં ત્રણે યોગના વ્યાપારથી રહિત હોવાથી યોગ નિરોધ નામના શેલેશી યોગથી ભવરૂપી વ્યાધિનો સર્વપ્રકારે ક્ષય કરીને ભાવ નિર્વાણ અર્થાત તાત્વિક નિર્વાણને પામે છે. ભાવ નિર્વાણ એટલા માટે કહ્યું કે સંસારમાં જન્મ પામ્યા પછી મૃત્યુ પામવા રૂપ દ્રવ્ય નિર્વાણ તો જીવે અનંતીવાર કર્યું પણ હવે એવી અવસ્થાને પામે છે કે જ્યાંથી કયારે પણ પાછા સંસારમાં આવવાનું નથી.
તીર્થંકર પરમાત્માઓ તેમ જ સામાન્ય કેવલીઓ કેવલજ્ઞાન પામ્યા પછી ભવ્ય જીવો. ઉપર ઉપકાર કરે છે. પોતે કૃતકૃત્ય બન્યા છે. હવે જીવો પાસે તેમને કોઈ અપેક્ષા નથી છતા નિઃસ્વાર્થ ભાવે પરોપકાર કરે છે તો આપણે તો હજુ કૃતકૃત્ય થયા નથી, વીતરાગ સર્વજ્ઞ બનવારૂપ પ્રયોજન બાકી છે તો તેવા આત્માએ તો આ જગતમાં કેટલો પરોપકાર કરવો જોઈએ તે વિચાર માંગે છે. અનંત કાળથી અનંતાનંત આત્માઓ પાસેથી લેવાની વૃત્તિ રાખીને ભવોભવ કર્મસત્તાના ગુનેગાર બન્યા છીએ અને જગતના દેવાદાર થયા છીએ. હવે લેવાની વૃત્તિ છોડીને આપવાની વૃત્તિ અને પ્રવૃત્તિવાળા બનશે અને આપ્યા પછી આપ્યાનો ગર્વ ન કરતાં અંદરમાં સમાઇ જઇશું ત્યારે સંસારના બંધનોમાંથી છૂટી શકશું.
ઉપમિતિકાર લખે છે કે શક્તિ હોતે છતે સઘળા જીવોના ચિત્તનું રંજન કરવું જોઈએ. શક્તિ આવ્યા પછી આપણે પરોપકાર ન કરીએ તો આપણે
-
-
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org