________________
૪ ૨૪
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ -૩ जन्मादिदोषविगमात्तददोषत्वसङ्गतेः ॥ १९०॥ વ્યાધિથી મુક્ત થયેલ મુક્ત પણ મુખ્ય રીતે જ ઘટે છે કારણકે જન્માદિ દોષનો નાશ થવાથી દોષવાન એવા આત્મામાં જ અદોષપણાની સંગતિ થાય છે.
આ ભવરૂપી વ્યાધિથી મુકાયેલો મુક્ત પણ નિરૂપચરિત રીતે જ ઘટે છે (પિથી ભવરૂપી વ્યાધિ તો નિરૂપચરિત છે જ) ભવરૂપી વ્યાધિ જે વાસ્તવિક છે તો તેનાથી વાસ્તવિક જે મુકાયેલો હોય ત્યાં જ મુક્ત શબ્દનો પ્રયોગ થાય મુવ ધાતુ બંધન વિશ્લેષણ અર્થમાં છે અને તેથી બંધનથી મુકાવારૂપ મુક્ત શબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત એ સંસારથી મુકાયેલા આત્મામાં ઘટે છે. તે કેવી રીતે ઘટે છે તે કહે છે
જન્મ, જરા, મૃત્યુ આદિ દોષોના વિગમથી દોષવાન એવા આત્માને અદોષ-પણાની પ્રાપ્તિ થતી હોવાથી મુક્ત શબ્દની પ્રવૃત્તિ સંસારથી મુકાયેલા આત્મામાં થાય છે. જગતનો પણ વ્યવહાર આ જ છે કે જે બંધાયો હોય તે જ મુક્ત થાય. જગતમાં બંધાયો બીજો હોય અને મુક્ત બીજી થાય એવું બનતું નથી. અને જે ક્યારે પણ બંધાયેલો નથી. તેને આ મુક્ત થઈ ગયો એમ કોઈ કહેતું નથી. એટલે મુક્ત શબ્દનો પ્રયોગ બંધન સાપેક્ષ છે.
સંસારી આત્મા અનાદિકાળથી કર્મથી બંધાયેલો છે અને રાગાદિના સંગે દોષવાળો બન્યો છે. જેમ જેમ રાગાદિ દોષો વધતા જાય છે તેમ તેમ કર્મના બંધન પણ વધતા જાય છે અને દોષો ઘટતા બંધન પણ ઘટે છે અને દોષોનો સંપૂર્ણ ક્ષય થતાં કર્મોનો પણ નાશ થાય છે. આમ સંસારી અવસ્થામાં જે આત્મા રાગાદિ દોષોથી દોષવાળો હતો તે જ આત્મામાં રાગાદિ દોષો નીકળી જતાં અદોષપણાની સિદ્ધિ થઈ અને તેથી જે આત્મા સંસારી અવસ્થામાં રાગાદિ દોષના કારણે કર્મથી બદ્ધ હતો તે જ આત્મા મુક્ત થયો. જન્માદિ દોષો દૂર થવા રૂપ કારણ મુખ્ય છે તેથી મુક્ત થવા રૂપ કાર્ય પણ મુખ્ય છે. નિરૂપચરિત છે પણ ગૌણ અર્થાત ઉપચરિત નથી.
આ શ્લોક દ્વારા સંસારને કાલ્પનિક માનનાર વેદાંતમતનું તેમ જ આત્માને પુષ્કર પલાશવત્ નિર્લેપ માનનાર સાંખ્ય મતનું તેમ જ આત્માને બુઝાયેલા દીપકની જેમ અસત્ માનનાર બોદ્ધ મતનું ખંડન થાય છે.
બ્રહ્મ સત્ય જગત મિથ્યા કહેવા દ્વારા વેદાંતી સંસારને મિથ્યા-કાલ્પનિક માને છે અહીં સંસારને વાસ્તવિક બતાવવા દ્વારા તેનું ખંડન કર્યું.
- સાંખ્ય કમળપત્ર પર રહેલા પાણીની જેમ આત્માને લેપ વગરનો માને છે તેનું, પૂર્વે આત્મા કર્મવાળો હતો એમ બતાવવા દ્વારા ખંડન કર્યું.
બોદ્ધો મોક્ષમાં આત્માને અસત માને છે અહીં મોક્ષમાં આત્માની શાશ્વત સત્તા છે એમ કહેવા દ્વારા તેનું ખંડન કર્યું.
આ જ વાતને સ્પષ્ટ કરતા કહે છે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org