________________
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩
૪૧૩ આનંદઘનપદ - મોક્ષપદ પ્રાપ્ત કરે છે.
નિદ્રા, સ્વપ્ન, જાગ્રત અને ઉજાગર આ ચાર પ્રકારની દશામાંથી પ્રભુએ ચોથી એવી ઉજાગર દશા કે જે સાદિ અનંત કાળ સુધી અનંત સમાધિમાં લીન રહેવારૂપ છે તેને પ્રાપ્ત કરી.
અંતરાય કર્મના પાંચ ભેદોનો નાશ થવાથી અક્ષયદાનાદિક પાંચ ગુણો કેવા પ્રકારે ઉત્પન્ન થાય છે તે માટે દેવચંદ્રજી મહારાજ લખે છે.
અ-ક્ષય દાન અ-ચિંતના લાભ અ-ચત્ન ભોગ હો જિનજી ! વીર્ય શક્તિ અ-પ્રયાસતા શુદ્ધ સ્વ-ગુણ ઉપભોગ હોજિનજી - દેવચંદ્રજી.
હે પ્રભુ ! તમારો વીર્યગુણ સર્વગુણને સહાય આપે છે. વીર્યગુણની સહાય વિના કોઈપણ ગુણ પોતાનું કાર્ય કરી શકે નહિ. તેમ જ્ઞાન ગુણના ઉપયોગ વિના વર્ય ી શકે નહિ તેથી વીર્યને સહાય જ્ઞાનગુણની છે તથા જ્ઞાનમાં જે રમણતા છે તે ચારિત્ર ગુણની સહાય છે અને આત્મા પરમાં રમણતા નથી કરતો તે ચારિત્રને જ્ઞાનગુણની સહાય છે. આમ એક એક ગુણને અનંત ગુણની સહાય છે.
હે પ્રભુ ! તમે પ્રતિ સમયે અનંત સ્વગુણસહાયરૂપ અનંતુ દાન ધો. છો પણ કોઈ વખતે ક્ષય પામતા નથી માટે અક્ષય હોતે છતે દાન આપો. છો એવો દાનગુણ તમારે વિષે છે. એક ગુણને બીજા ગુણની સહાય મળે છે તે લાભ છે બીજાને તો ચિંતવ્યા પછી - વિચાર્યા પછી તે લાભ થાય છે અને તે પણ નિશ્ચિત નહીં કે લાભ થશે જ. જ્યારે હે પ્રભુ ! આપને તો ચિત્તના વિકલ્પરૂપ અર્થીપણું નથી તો પણ અનંતો લાભ છે, આપ અણચિંત્યા લાભના ધણી છો એવો લાભ ગુણ આપને વર્તે છે. વળી હે પ્રભુ ! તમે પોતાના પર્યાયને પ્રતિ સમયે ભોગવો છો પણ પ્રયત્ન વિના ભોગવો. છો. જીવના સર્વગુણની પ્રવૃત્તિમાં સહાયક વીર્ય તે તો હે પ્રભુ ! આપને અનંતુ ટૂરી રહ્યું છે અને વળી તે પ્રયાસ વિના ક્રૂર છે માટે આપને અપ્રયાસી વીર્ય છે. વળી શુદ્ધ સ્વાભાવિક જે સ્વગુણ તેનો ઉપભોગ આપને છે. પાંચ અંતરાયની પ્રકૃતિના ક્ષય થવાથી પાંચ ગુણ પ્રગટયા છે, એટલે હે પ્રભુજી ! આપને સ્વરૂપનું દાન, સ્વરૂપનો લાભ, સ્વપર્યાયનો ભોગ, સ્વગુણનો ઉપભોગ અને સર્વગુણની પ્રવૃત્તિમાં સહાયક અપ્રયાસી વીર્ય એ રીતે ધર્મ પ્રગટ થયા છે.
વીતરાગમાંથી વાત્સલ્ય - પ્રેમ ઝરે છે, દ્વેષ કયારે પણ ઝરે નહિ. વીતરાગતાને કારણે સમતોલ હોય, કયાંય ટળે નહિ તેથી ન્યાય હોય આમ વીતરાગતાથી પ્રભુ સાચા ન્યાયાધીશ છે. જ્યારે ચાર છાધ્યસ્થિક જ્ઞાન એ પરમાર્થથી અજ્ઞાન છે કારણ કે તે અપૂર્ણ જ્ઞાન છે. તેમાં ભૂલચૂક થવાનો સંભવ છે. પરમાત્મા સર્વશક્તિમાન છે. જે સર્વશક્તિમાન હોય તે બીજાનું રક્ષણ કરી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org