________________
૪૧૨
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩
અવસ્થાને પામે છે. સઘળી લબ્ધિઓનું ફ્ળ આત્માને તૃપ્ત કરવાનું છે. ભૌતિક લબ્ધિ પણ જીવ એટલા માટે ચાહે છે કે જેના કારણે સુખ મળે. આત્મા તૃપ્તિ અનુભવે અને આધ્યાત્મિક લબ્ધિનું ફ્ળ પણ તૃપ્તિ જ છે માત્ર પેલી તૃપ્તિ ક્ષણિક છે જ્યારે આ તૃપ્તિ કાયમી છે એટલો ફેર છે. સઘળા ઔત્સુકયની નિવૃત્તિ થવાથી આત્મા ઊંચામાં ઊંચી કોટિની તૃપ્તિ પામે છે. સ્વરૂપમાં સંપૂર્ણ પણે સમાઈ જવાથી સઘળા ઔસુયની નિવૃત્તિ થાય છે અને આત્મા સ્વગુણોમાં તૃપ્તિને અનુભવે છે.
અહિતનું સ્વરૂપ
ઘાતિકર્મના ક્ષયથી આત્મા વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા બને છે. તે ૧૮ દોષથી રહિત અને સર્વગુણ સંપન્ન હોય છે (૧) અજ્ઞાન (૨) નિદ્રા (૩) મિથ્યાત્વ (૪) હાસ્ય (૫) અરતિ (૬) રતિ (૭) શોક (૮) જુગુપ્સા (૯) ભય (૧૦) રાગ (૧૧) દ્વેષ (૧૨) અવિરતિ (૧૩) વેદોદય (કામ) (૧૪) દાનાંતરાય (૧૫) લાભાંતરાય (૧૬) વીર્યંતરાય (૧૭) ભોગાંતરાય (૧૮) ઉપભોગાંતરાય. આ ૧૮ દોષથી રહિત શ્રી જિન વીતરાગ પરમાત્મા હોય છે અને સાધક આવા પરમાત્માનું આલંબન લઈ તેમની ભક્તિ કરે છે તેથી તે પણ તેમના જેવો થાય છે.
એ અઢાર દૂષણ વર્જિત તનુ મુનિ જન વૃન્દે ગાયા.
અવિરતિ રૂપક દોષ નિરૂપણ નિર્દેષણ મન ભાયા... હો મલ્લિ. ઇણવિધ પરખી મન વિશરામી જિનવર ગુણ જે ગાવે દીનબંધુની મહેર નજરથી આનંદઘન પદ પાવે... હોમલ્લિ
આનંદઘનજી.
એ અઢાર દોષોથી રહિત સ્વરૂપવાળા આપ છો કે જેના ગુણોનું ગાન મુનિવૃંદોએ કર્યું છે. આ સ્તવનમાં અવિરતિ વગેરે દોષોનું રૂપક અલંકારથી વર્ણન કર્યું છે. અને નિર્દૂષણતાથી એટલે સદ્ગુણોથી આપ અમને પ્રિય લાગો છો. અજ્ઞાનદશા, નિદ્રા, સ્વપ્નાવસ્થા, જાગ્રતઅવસ્થા, મિથ્યાત્વ વગેરેને હલકટ સ્ત્રીઓના રૂપકથી વર્ણવેલ છે. છ કષાયો નાશી જવાથી તેને કૂતરાની ગતિ સાથે ઘટાવેલ છે તથા સામેથી જ્ઞાન, ઉજાગરતા, સમ્યક્ત્વ, ચારિત્રશ્રેણિ પર ચડવું, નિષ્કામીપણું, અભયદાન, પૂર્ણલાભ, પૂર્ણવીર્ય, પૂર્ણભોગ, ઉપભોગ વગેરે ગુણોનું વર્ણન પણ તેમાં જ છે.
ઉપર જણાવેલા અઢાર દોષ રહિત હોવાથી પરીક્ષા કર્યા પછી જે જીવો મનને શાંતિ આપે તેવા ઉચ્ચ ગુણોના ભંડાર એવા શ્રી જિનેશ્વર પરમાત્માના ગુણોનું ગાન કરે છે તેઓ દીનબંધુ પ્રભુની મહેર નજર કૃપાદૃષ્ટિ પામી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
-
www.jainelibrary.org